ઉપાસના:બપોરે 12 થી 4 વાગ્યાના સમયગાળા વચ્ચે પિતૃઓની પૂજા કરવાની પરંપરા, સવાર-સાંજ દેવી-દેવતાઓનું પૂજન કરવું

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રહ્મ મુહૂર્તમાં મન શાંત રહે છે, એટલે જ વહેલી સવારે પૂજા કરવાની પરંપરા છે

પૂજા-પાઠ કરતી સમયે થોડી વાતનું ધ્યાન રાખવામાં આવે તો જલ્દી જ પોઝિટિવ ફળ મળી શકે છે. પૂજા કર્મ માટે સવારનો સમય સૌથી સારો માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે બ્રહ્મ મુહૂર્તને દેવતાઓનો સમય માનવામાં આવે છે. આ સમય જાગવા અને પૂજા કરવાથી મનને શાંતિ મળે છે. સવારે સૂર્યોદય સમયે બધી જ દૈવીય શક્તિઓ જાગૃત થઇ જાય છે. જે રીતે સૂર્યની પહેલાં કિરણથી ફૂલ ખીલે છે, ઠીક તેવી જ રીતે સવાર-સવારે સૂર્યના કિરણો આપણાં શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સવારના સમયે સૂર્યના કિરણો આપણી ત્વચાને લાભ પહોંચાડે છે, આ કિરણોથી ત્વચાની ચમક વધે છે. ધ્યાન રાખવું કે, બપોરે 12 થી 4નો સમય પિતૃઓની પૂજા માટે શુભ માનવામાં આવે છે.

સવારે પૂજા કરતી વખતે મન એકાગ્ર રહે છેઃ-
પૂજા કરતી સમયે મન શાંત હોવું જોઇએ. એકાગ્રતા વિના કરવામાં આવતી પૂજા સફળ થઇ શકતી નથી. સવારનો સમય પૂજા માટે શ્રેષ્ઠ છે. કેમ કે, એકવાર જાગી ગયા બાદ આપણું મન શાંત અને સ્થિર રહે છે. મનમાં ખોટાં વિચારો રહેતાં નથી. ભક્તિ માટે એકાગ્રતા ખૂબ જ જરૂરી છે. એકાગ્ર મનથી જ ધ્યાન કરવું જોઇએ. દિવસના સમયે આપણાં મનમાં અનેક પ્રકારના વિચારો ચાલતાં રહે છે અને મન એક જગ્યાએ સ્થિર રહી શકતું નથી. માટે જ, સવાર-સવારનો સમય પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આખો દિવસ પોઝિટિવ રહે છેઃ-
સવારે જલ્દી જાગવાથી માનસિક શક્તિ વધે છે, જેથી દિવસભર ઊર્જા અને પોઝિટિવિટી બની રહે છે. સવારે જલ્દી જાગવાથી સ્વાસ્થ્યને લાભ મળે છે. ત્વચાની ચમક વધે છે, પેટ સાથે જોડાયેલી બીમારીઓથી બચી શકાય છે. સવારે પૂજામાં કરવામાં આવેલ ધ્યાનથી તણાવ રહેતો નથી. મન શાંત રહે છે. જેથી પરેશાનીઓનો સરળતાથી ઉકેલ મળી શકે છે.