શનિવાર, 18 ડિસેમ્બર અને રવિવાર, 19 ડિસેમ્બરના રોજ માગશર મહિનાની પૂનમ છે. શનિવારે દત્ત જયંતી છે અને રવિવારે સ્નાન-દાન પૂર્ણિમા છે. દર મહિનાની પૂનમ તિથિએ ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે પૂનમ તિથિએ ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને તેમના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ભગવાન સત્યનારાયણ પણ વિષ્ણુજીનું જ એક સ્વરૂપ છે. સત્યનારાયણ ભગવાનને શ્વેત વર્ણ માનવામાં આવે છે એટલે તેઓ એકદમ સફેદ દેખાય છે. આ કથાનો બોધપાઠ એવો છે કે આપણે દરેક પરિસ્થિતિમાં સાચું જ બોલવું જોઈએ અને ક્યારેય ભગવાનના પ્રસાદનો અનાદર કરવો જોઈએ નહીં.
સત્યનારાયણ ભગવાન સાથે જોડાયેલી ખાસ વાતો
સ્કંદ પુરાણ 18 પુરાણોમાંથી એક છે. આ પુરાણનો સંબંધ સ્કંદ ભગવાન સાથે છે, માટે તેને સ્કંદ પુરાણ કહેવામાં આવે છે. આ ગ્રંથમાં બધા જ વિશેષ તીર્થ, નદીઓનો મહિમા ઉલ્લેખવામાં આવ્યો છે. આ પુરાણમાં બધા વ્રત-પર્વની કથાઓ પણ છે. સ્કંદ પુરાણના રેખાખંડમાં સત્યનારાયણ ભગવાનની કથાનો ઉલ્લેખ છે. આ કથામાં મુખ્ય રીતે બે વિષય છે. એક પોતાના સંકલ્પને ભુલવો અને બીજો પ્રસાદનું અપમાન કરવું.
આ કથા નાના-નાના પ્રસંગોના માધ્યમથી જણાવવામાં આવ્યું છે કે, વ્યક્તિએ હંમેશાં સાચુ બોલવું જોઇએ. અસ્ત્ય બોલવાથી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. કથાનો મૂળ ઉદેશ્ય છે કે, ખોટું બોલવાથી અને સંકલ્પને પૂર્ણ ન કરવાથી ભગવાન નિરાશ થાય છે અને સજા પણ આપે છે.
ભગવાન વિષ્ણુજીના સ્વરૂપ સત્યનારાયણની પૂજામાં કેળાના પાન, ફળ, પંચામૃત, સોપારી, પાન, તલ, કંકુ અને દૂર્વા વિશેષ રાખવી જોઇએ. પૂજામાં દૂધ, મધ, કેળા, ગંગાજળ, તુલસીના પાન પણ રાખવાં. દૂધ, દહી, ઘી, મધ અને મિશ્રી મિક્સ કરીને પંચામૃત બનાવો. સૂકા મેવા મિક્સ કરીને હલવો બનાવો.
ભગવાનની કથા આપણે જાતે પણ વાંચી શકીએ છીએ અથવા પૂજા માટે કોઇ બ્રાહ્મણની મદદ પણ લઇ શકીએ છીએ. બ્રાહ્મણ પાસે કથા પાઠ કરાવવાથી યોગ્ય વિધિ-વિધાનથી પૂજા સંપન્ન થાય છે. એટલે જ મોટાભાગના લોકો પોતાના ઘરમાં બ્રાહ્મણ પાસે જ કથાનો પાઠ કરાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.