તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dharm darshan
 • Dharm
 • Tradition Of Offering Gulal To God On Holi, Holi 2021, Holi Celebration Mythological Tips, Offer Color To God According To Zodiac Sign

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્સવ:ધૂળેટી રમતા પહેલાં ભગવાનને ગુલાલ ચઢાવવાની પરંપરા છે, રાશિ પ્રમાણે ગ્રહ સ્વામીને રંગ અર્પણ કરો

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મેષ અને વૃશ્ચિક રાશિના લોકો લાલ રંગ મંગળદેવ અને શિવજીને ચઢાવે

સોમવાર, 29 માર્ચના રોજ ધૂળેટી રમવામાં આવશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે જ્યોતિષમાં રંગોનું વિશેષ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. ધૂળેટી રમતા પહેલાં ભગવાનને રંગ ચઢાવવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે. ધૂળેટી રમતા પહેલાં રાશિ પ્રમાણે પોતાના રાશિ સ્વામીને રંગ અર્પણ કરવાથી કુંડળીના અનેક દોષ દૂર થઇ શકે છે. જાણો બધી જ 12 રાશિઓ માટે કયા-ક્યા રંગ શુભ હોય છે.

 • મેષ અને વૃશ્ચિકઃ-આ બંને રાશિઓના સ્વામી મંગળ ગ્રહ છે. આ ગ્રહનો રંગ લાલ છે. મંગળદેવની પૂજામાં લાલ વસ્તુઓનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. મેષ અને વૃશ્ચિક રાશિના લોકો લાલ ગુલાલ શિવલિંગ ઉપર ચઢાવે. મંગળની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે.
 • વૃષભ અને તુલાઃ-આ રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે. આ ગ્રહ સૌથી ચમકદાર ગ્રહ છે. વૃષભ અને તુલા રાશિના લોકોએ ધૂળેટીમાં કોઇ ચમકદાર રંગ શુક્ર ગ્રહ કે શિવલિંગ ઉપર ચઢાવવો. જેમ કે, પીળો કે સફેદ
 • મિથુન અને કન્યાઃ-બુધ ગ્રહ આ રાશિઓનો સ્વામી છે. બુધ લીલા રંગનો કારક ગ્રહ છે. એટલે આ બંને રાશિના લોકોએ લીલો ગુલાલ બુધ ગ્રહ કે ગણેશજીને ચઢાવવો.
 • કર્કઃ-આ રાશિનો સ્વામી ચંદ્ર છે. ચંદ્ર મનનો કારક ગ્રહ છે. આ ગ્રહ સફેદ છે. આ રાશિના લોકોએ સફેદ કે પીળો ગુલાલ ચંદ્રદેવને અને શિવજીને ચઢાવવો.
 • સિંહઃ-આ રાશિના સ્વામી સૂર્ય છે. લાલ, પીળો અને નારંગી સૂર્ય સાથે સંબંધ ધરાવતા રંગ છે. એટલે સિંહ રાશિના લોકો આ રંગ સૂર્યદેવને ચઢાવી શકે છે. સૂર્યને જળ ચઢાવતી સમયે આ રંગનો ગુલાલ ભગવાનને અર્પણ કરે.
 • ધન અને મીનઃ-આ રાશિના સ્વામી દેવ ગુરુ બૃહસ્પતિ છે. આ લોકોએ પીળો રંગ ભગવાન શિવ અને ગુરુ ગ્રહને ચઢાવવો જોઇએ. આ જ રંગ ગુરુ ગ્રહ સાથે સંબંધ ધરાવે છે.
 • મકર અને કુંભઃ-આ રાશિના સ્વામી શનિદેવ છે. શનિનો રંગ વાદળી છે. આ લોકોએ વાદળી, સફેદ કે કાળો ગુલાલ શનિદેવને ચઢાવી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો