• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Tradition Is Done In The Month Of Jyestha, Worship Of Trivikram Form Of Lord Vishnu, In This Month The Merit Of Gomedh Yagya Is Obtained

પરંપરા:જેઠ મહિનામાં ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની પૂજા થાય છે, આ મહિનામાં જળદાન કરવાથી ગોમેધ યજ્ઞનું પુણ્ય મળે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

31 મેથી 29 જૂન સુધી જેઠ મહિનો રહેશે. જેઠ મહિનામાં ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. ભગવાન ત્રિવિક્રમની પૂજા કરવાથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે અને દોષ પણ દૂર થાય છે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે જેઠ મહિનામાં ખાસ કરીને બંને પક્ષની એકાદશી અને બારસના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી ગોમેધ યજ્ઞનું પુણ્ય મળે છે. આ આખા મહિનામાં પૂજા અને જળદાન કરવાથી અખૂટ પુણ્ય મળે છે.

જેઠ મહિનામાં જળદાન કરવું અને જાહેર સ્થાને પરબ બંધાવો
જેઠ મહિનામાં જળદાન કરવું અને જાહેર સ્થાને પરબ બંધાવો

જળદાનનું મહત્ત્વ
જરૂરિયાતમંદ લોકોને જળ સાથે જ કપડાં, છત્રી, અનાજ અને ધનનું દાન કરવું જોઈએ. ગૌશાળામાં લીલું ઘાસ અને ગાયની દેખભાળ માટે ધનનું દાન કરો. માટલામાં પાણી ભરીને દાન કરો. જાહેર સ્થાને પરબ પણ બંધાવી શકો છો.

જેઠ મહિનામાં ભગવાનને ચંદનનો લેપ લગાવવો. ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ 108વાર કરો
જેઠ મહિનામાં ભગવાનને ચંદનનો લેપ લગાવવો. ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ 108વાર કરો

જેઠ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા

  • જેઠ મહિનામાં સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યને જળ ચઢાવવું. જળ ચઢાવતી સમયે ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો.
  • સૂર્ય પૂજા પછી ઘરના મંદિરમાં કે કોઈ અન્ય મંદિરમાં ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરો.
  • પૂજામાં દક્ષિણાવર્તી શંખથી ભગવાનનો અભિષેક કરો. તેના માટે શંખમાં કેસર મિશ્રિત જળ ભરો અને ભગવાનને ચઢાવો.
  • આ મહિનામાં ઠંડા પાણીથી બાળ ગોપાલનો અભિષેક કરવો જોઈએ.
  • ભગવાનને ચંદનનો લેપ પણ લગાવી શકો છો. ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ 108વાર કરો.
  • ભગવાન વિષ્ણુને માખણ-મિશ્રી, મીઠાઈ અને કેળાનો ભોગ ધરાવો. નૈવેદ્ય તુલસીના પાન સાથે ધરાવો.
  • જે લોકો આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, તેમને પૂજા કરતા પહેલાં અનાજ ખાવું જોઈએ નહીં.
  • કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો અને ધનદાન કરો.
  • સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો. ધ્યાન રાખો સાંજના સમયે તુલસીનો સ્પર્શ કરવો જોઈએ નહીં.
અન્ય સમાચારો પણ છે...