3 જાન્યુઆરી, સોમવારથી પોષ મહિનાની શરૂઆત થશે, આ મહિનામાં સૂર્યપૂજા કરવાની પરંપરા છે. શાસ્ત્રોમાં પંચદેવ જણાવવામાં આવ્યાં છે, જેમની પૂજા રોજ કરવી જોઈએ. પંચદેવોની પૂજા વિના કોઈ પૂજન કાર્ય કરવામાં આવતું નથી. આ પંચદેવ છે- શિવજી, વિષ્ણુજી, ગણેશજી, દેવી દુર્ગા અને સૂર્યદેવ. જ્યોતિષમાં સૂર્યને નવગ્રહોના અધિપતિ માનવામાં આવે છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે સૂર્ય એક વર્ષમાં 12 વખત રાશિ બદલે છે. આ ગ્રહ લગભગ એક મહિના સુધી એક રાશિમાં ગતિ કરે છે. જ્યારે સૂર્યનું રાશિ પરિવર્તન થાય છે ત્યારે તે સ્થિતિને સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે તો તેને મકર સંક્રાંતિ (14 જાન્યુઆરી)કહેવામાં આવે છે.
પોષ મહિનામાં ઠંડી હોય છે. આ દિવસોમાં શરીરને ઠંડી સામે લડવાની શક્તિ મળે છે, જેના માટે ભોજનમાં તલ-ગોળ ખાસ કરીને સામેલ કરવામાં આવે છે. તલ-ગોળથી સિઝનલ બીમારીઓ સામે લડવાની શક્તિ શરીરને મળતી રહે છે.
સૂર્યદેવનો પરિવાર આવો છે
સૂર્યદેવના પરિવારમાં તેમની પત્ની અને ત્રણ સંતાનો છે. પત્નીનું નામ સંજ્ઞા છે, જે એક દેવ કન્યા માનવામાં આવે છે. યમરાજ અને યમુના સૂર્ય અને સંજ્ઞાના સંતાન છે. સંજ્ઞા સૂર્યદેવનું તેજ સહન કરી શકતી નહોતી, જેથી તેમણે પોતાની છાયાને સૂર્યદેવની સેવામાં રાખી દીધી હતી. તે પછી સૂર્યદેવ અને છાયાના સંતાન તરીકે શનિદેવનો જન્મ થયો. છાયાનું સંતાન હોવાના કારણે શનિદેવનો રંગ કાળો છે.
સૂર્યદેવ સાથે જોડાયેલી ખાસ વાતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.