આજે સાંજે 5 વાગ્યા સુધી કાળી ચૌદશ રહેશે અને તે પછી દિવાળી ઊજવાશે. અમાસ સાંજે શરૂ થશે અને 25મી સાંજ સુધી રહેશે. એટલે લક્ષ્મી પૂજા આજે રાતે જ ઊજવવામાં આવશે. કાલે સૂર્યગ્રહણ થવાથી પૂજાપાઠ થઈ શકશે નહીં.
ચૌદશ તિથિ 23 ઓક્ટોબરે સાંજે 6 વાગ્યા પછી શરૂ થશે. જે 24 ઓક્ટોબરે સાંજે 6 વાગ્યા સુધી રહેશે. એટલે આજે જ કાળી ચૌદશ પર્વ ઊજવવામાં આવશે. આજે સવારે અભ્યંગ સ્નાન કર્યા પછી સાંજે લક્ષ્મી પૂજા થશે. ચૌદશ સાથે સાંજે અમાસ તિથિ આવી ગઈ છે. એટલે દિવાળી આજે ઊજવાશે.
સવારે સ્નાન કર્યા પછી ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી રૂપ સૌંદર્યની પ્રાપ્તિ થાય છે. કાળી ચૌદળ સાથે જોડાયેલી માન્યતા એવી પણ છે કે રામ ભક્ત હનુમાનજીએ માતા અંજનાના ગર્ભમાંથી આ દિવસે જ જન્મ લીધો હતો.
પૃથ્વી ઉપર લક્ષ્મીજી આવે છે
પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આસો અમાસની રાતે લક્ષ્મીજી ધરતી ઉપર આવે છે. આ દિવસે દીપદાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. આ અમાસના દિવસે ગીતા પાઠ અને અનાજનું દાન કરવું જોઈએ. ભગવાન વિષ્ણુને તુલસી ચઢાવવી જોઈએ. તેનાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. અનાજનું દાન કરવાથી સુખ વધે છે.
સૂર્યગ્રહણમાં સ્નાન-દાન કરવાથી પુણ્ય મળશે
આસો મહિનાની અમાસના દિવસે સૂર્યગ્રહણ દરમિયાન કરવામાં આવતું તીર્થ સ્નાન અને દાન દરેક પ્રકારના પાપ દૂર કરે છે. આ પર્વમાં ઘરના જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું ફળ મળી શકે છે. સાથે જ અનાજ અને વસ્ત્ર દાન પણ કરવું જોઈએ. સૂર્યગ્રહણમાં કરવામાં આવતું દરેક પ્રકારનું દાન અક્ષય ફળ આપનાર રહે છે.
આસો અમાસના દિવસે પિતૃઓનું પર્વ
આસો અમાસનો દિવસ પિતૃઓનું પર્વ છે. આ દિવસે લક્ષ્મીપૂજા અને દીપદાન સિવાય શ્રાદ્ધ કરવાનું પણ વિધાન છે. તેનાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. આ અમાસના દિવસે પિતૃઓ માટે પણ દીપદાન કરવાનું વિધાન છે. આવું કરવાથી પિતૃઓ એક વર્ષ માટે તૃપ્ત થઈ જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.