તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો વ્રત-તહેવાર:દેવપોઢી એકાદશીના બીજા દિવસથી વિષ્ણુજીના પાંચમાં અવતાર ભગવાન વામનની પૂજા થાય છે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન વામન અષાઢ મહિનાના દેવતા છે એટલે આ મહિનાની બારસ તિથિએ તેમની વિશેષ પૂજા થાય છે

બુધવાર, 21 જુલાઈએ એટલે આજે બારસ તિથિએ વિષ્ણુજીના પાંચમા અવતાર ભગવાન વામનની પૂજા અને વ્રત કરવામાં આવશે. હિંદુ કેલેન્ડરમાં અષાઢ મહિનાના દેવતા ભગવાન વામન છે. એટલે આ મહિનાના સુદ પક્ષની બારસ તિથિએ તેમની વિશેષ પૂજા અને વ્રત કરવાની પરંપરા છે. વામન પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દિવસે વ્રત અને પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. સંતાન સુખ મળે છે. સાથે જ જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ અને શારીરિક પરેશાનીઓ પણ દૂર થઈ શકે છે.

વ્રતની વિધિઃ-
સ્કંદ પુરાણ પ્રમાણે સતયુગમાં ભગવાન વિષ્ણુએ વામન સ્વરૂપમાં અવતાર લીધો હતો. વામન બારસના દિવસે ભગવાન વિષ્ણુની અથવા વામનદેવની મૂર્તિની વિશેષ પૂજા કરવામાં આવે છે. દક્ષિણાવર્તી શંખમાં ગાયનું દૂધ લઇને અભિષેક કરવામાં આવે છે. આ દિવસે ચોખા, દહીં અને મિશ્રીનું દાન કરવામાં આવે છે. પૂજા પછી કથા સાંભળવી જોઈએ અને બ્રાહ્મણને ભોજન કરાવ્યાં પછી શ્રદ્ધા પ્રમાણે દાન કરવું જોઈએ.

આજે બારસ તિથિએ વિષ્ણુજીના પાંચમા અવતાર ભગવાન વામનની પૂજા અને વ્રત કરવામાં આવશે
આજે બારસ તિથિએ વિષ્ણુજીના પાંચમા અવતાર ભગવાન વામનની પૂજા અને વ્રત કરવામાં આવશે

પૂજા વિધિઃ-
સવારે જલ્દી જાગીને સ્નાન કરવું અને પૂજા સ્થાને ગંગાજળ છાંટવું. તે પછી ભગવાન વામનની પૂજા અને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. પૂજા દરમિયાન શંખમાં ગાયનું દૂધ લઇને ભગવાનનો અભિષેક કરવો જોઈએ. ભગવાન વામનની મૂર્તિ ન હોય તો વિષ્ણુજીનો અભિષેક કરો. તે પછી ભગવાનને નૈવેદ્ય ધરાવીને આરતી કરો અને પ્રસાદ વહેંચો. પૂજા પૂર્ણ થયા પછી બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને શ્રદ્ધા પ્રમાણે દક્ષિણા પણ આપવી જોઈએ.

વિષ્ણુજીએ દેવમાતા અદિતિના ગર્ભથી વામન સ્વરૂપમાં અવતાર લીધો. ત્યાર બાદ એક દિવસ રાજા બલિ યજ્ઞ કરી રહ્યા હતાં, ત્યારે વામનદેવ બલિ પાસે ગયાં અને ત્રણ પગ ધરતીના દાનમાં માંગ્યાં
વિષ્ણુજીએ દેવમાતા અદિતિના ગર્ભથી વામન સ્વરૂપમાં અવતાર લીધો. ત્યાર બાદ એક દિવસ રાજા બલિ યજ્ઞ કરી રહ્યા હતાં, ત્યારે વામનદેવ બલિ પાસે ગયાં અને ત્રણ પગ ધરતીના દાનમાં માંગ્યાં

વામન અવતાર સાથે જોડાયેલી કથાઃ-
સતયુગમાં અસુર બલિએ દેવતાઓને હરાવીનેસતયુગમાં અસુર બલિએ દેવતાઓને હરાવીને સ્વર્ગલોક ઉપર અધિકાર કરી લીધો હતો. ત્યાર બાદ દેવતા ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા પહોંચ્યાં. ત્યારે વિષ્ણુજીએ દેવમાતા અદિતિના ગર્ભથી વામન સ્વરૂપમાં અવતાર લીધો. ત્યાર બાદ એક દિવસ રાજા બલિ યજ્ઞ કરી રહ્યા હતાં, ત્યારે વામનદેવ બલિ પાસે ગયાં અને ત્રણ પગ ધરતીના દાનમાં માંગ્યાં.

શુક્રાચાર્યએ ના પાડી હોવા છતાં રાજા બલિએ વામનદેવને ત્રણ પગ ધરતી દાનમાં આપવાનું વચન આપ્યું. ત્યાર બાદ વામનદેવે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. એક પગ ધરતી અને બીજા પગમાં સ્વર્ગ માપી લીધું. ત્રીજો પગ રાખવા માટે કોઇ સ્થાન હતું નહીં એટલે બલિએ વામન દેવને પોતાના માથા ઉપર પગ રાખવા માટે કહ્યું. વામનદેવે બલિના માથા ઉપર પગ રાખ્યો અને તે પાતાળ લોક પહોંચી ગયો. બલિની દાનવીરતાથી પ્રસન્ન થઇને ભગવાને તેને પાતાળ લોકનો સ્વામી બનાવી દીધો અને બધા દેવતાઓને તેમનું સ્વર્ગ પાછું આપી દીધું.