આજનો જીવનમંત્ર:આજના બાળકો ખૂબ જ આગળ વધી રહ્યા છે પરંતુ સૌથી જરૂરી વસ્તુ જે શીખવા જેવું છે તે પોતાના ઉપર નિયંત્રણ

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

ભગવાન ગૌતમ બુદ્ધ પોતાની મસ્તીમાં જ રહેતા હતાં. ધ્યાનમાં ડૂબેલાં રહેતા હતાં અને શાંત રહીને પોતાની ગતિવિધિઓ દ્વારા જ બોધપાઠ આપતાં હતાં. તેઓ પોતાની સભામાં આવતા-જતા લોકો ઉપર પણ ખાસ નજર રાખતાં હતાં. વ્યક્તિની ચાલઢાલ અને વ્યવહારથી જ તેને સમજી જતા હતાં.

તે દિવસોમાં તેમની સભામાં એક યુવાન આવતો હતો, તે ખૂબ જ વિદ્વાન હતો. પરંતુ તેને પોતાના જ્ઞાનનો ખૂબ જ અહંકાર હતો. તે બુદ્ધની સભામા ત્યાં સુધી ચૂપ બેઠતો, જ્યાં સુધી બુદ્ધ ચૂપ બેસતાં હતાં. જ્યારે બુદ્ધ જતા રહેતાં, ત્યારે તે યુવક પોતાની જ્ઞાનની વાતો કરવા લાગતો. લોકોને પૂછતો કે મારી સામે કોઈ ટકી શકતું નથી, કોઈ એવો વિદ્વાન છે? જે મારી સામે ટકી શકે. મારા સવાલોનો જવાબ આપી શકે.

લોકોએ જઈને બુદ્ધને આ વાત જણાવી, ત્યારે એક દિવસ બુદ્ધે પોતાનો વેશ બદલ્યો અને બ્રાહ્મણ બની ગયાં. તે વ્યક્તિને આશ્રમની બહાર પકડ્યો અને તેને પૂછ્યું કે તમારી વિદ્ધવત્તા અંગે કઇંક જણાવો.

યુવાને કહ્યું- મારી વિદ્વત્તા તો જાતે જ બોલે છે, તમે પોતાના અંગે જણાવો, તમે કોણ છો.

બુદ્ધે કહ્યું- હું તે છું, જેનો પોતાના શરીર અને મન ઉપર સંપૂર્ણ અધિકાર છે. એક ધનુર્ધારી જેમ પોતાના ધનુષ ઉપર અધિકાર રાખે છે, કુંભાર વાસણ બનાવવાનો અધિકાર રાખે છે, એક રસોઈયો પોતાની રસોઈ ઉપર અધિકાર રાખે છે, હું તેવી જ રીતે પોતાના શરીર અને મન ઉપર અધિકાર રાખુ છું.

તે યુવકે પૂછ્યું- પોતાના ઉપર નિયંત્રણ રાખવાથી શું થાય?

ત્યારે બુદ્ધે કહ્યું- જ્યારે આપણે આપણાં શરીર અને મન ઉપર નિયંત્રણ કરીએ છીએ, ત્યારે કોઈપણ આપણી પ્રશંસા કરે કે નિંદા કરે, અમને કોઈ ફરક પડતો નથી. તમને પડે છે?

હવે તે યુવકને ધ્યાનમાં આવ્યું કે તેને તો પડે છે. તેને તો ગુસ્સો પણ આવે છે. ઈર્ષ્યા પણ આવે છે. ત્યારે તેને સમજાયું અને બુદ્ધે પણ પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરીને કહ્યું, જો તમે જ્ઞાન તો પ્રાપ્ત કરી લીધું પરંતુ શરીર અને મન ઉપર નિયંત્રણ નથી કર્યું તો આ જ્ઞાન જ તમારા માટે ઝેરનું કમ કરશે. યુવકને વાત સમજાઈ ગઈ.

બોધપાઠ- બુદ્ધે જે વાત તે યુવકને સમજાવી, આપણે પણ સમજવી જોઈએ. આ શિક્ષાનો યુગ છે. આજની પીઢી ખૂબ જ વાંચશે, લખશે પરંતુ જો તેમને તેમના શરીર અને મનને નિયંત્રિત કર્યું નહીં તો આ જ્ઞાન વિકૃત થઈને તેમને ખોટી દિશામાં લઈ જશે.