આજનો જીવનમંત્ર:તમે જ્યારે પણ ગુસ્સો કરશો તેની અદૃશ્ય આગ કોઇને કોઇ પરિણામ આપશે, એટલે પોતાના ગુસ્સા ઉપર હંમેશાં નિયંત્રણ રાખવું

5 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

દેવતાઓના રાજા ઇન્દ્રને મોટાભાગે પોતાની શક્તિ ઉપર ઘમંડ થઈ જતું હતું. એકવાર આવા જ અહંકારમાં તેમણે ભગવાન શિવને કહ્યું કે હે શિવ શંકર, હું તમારા જેવા જ કોઇ શક્તિશાળી પુરૂષ સાથે યુદ્ધ કરવા ઇચ્છું છું. ઇન્દ્ર કોઈપણ પ્રકારે ભગવાન શિવની બરાબરી કરી શકે તેમ નહોતા. અનેકવાર શિવજીની કૃપાથી ઇન્દ્રની રાક્ષસો સામે રક્ષા થઈ શકી છે. છતાંય તેમણે ભગવાન શિવ સામે આવી વાત જણાવી.

ભગવાન શિવજીએ ગુસ્સામા આવીને પોતાની ત્રીજી આંખથી એક અગ્નિને પ્રકટ કરી. તે અગ્નિ ઇન્દ્રને ભસ્મ કરવા માટે તેમની પાછળ ગઈ. ઇન્દ્ર ભાગ્યા અને જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડવા લાગ્યાં. ત્યારે ઇન્દ્રની રક્ષા કરવા માટે દેવગુરુ બૃહસ્પતિએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી. શિવજીએ તે ક્રોધઅગ્નિને દરિયામાં ફેંકી દીધી.

સમુદ્રમા તે અગ્નિથી એક બાળકનો જન્મ થયો. તે બાળક ખૂબ જ ભયંકર હતો. તે એટલા ઊંચા અવાજે રડ્યો કે ત્યાંથી પસાર થઈ રહેલાં બ્રહ્માજી બાળકનો અવાજને રોકાઇ ગયાં. તેમણે તે બાળકને ખોળામા લીધો. બ્રહ્માજી તે બાળકને ખોળામા લઇને રમાડવા લાગ્યાં. રમતા-રમતા બાળકે બ્રહ્માજીની દાઢી એટલી જોરથી ખેંચી કે તેમની આંખમાંથી આંસૂ આવી ગયાં.

બ્રહ્માજીએ કહ્યું, મારી આંખમાંથી નીકળેલા જળને આ બાળકે ધારણ કર્યું છે, એટલે તેનું નામ જલંધર રહેશે. જલંધર ખૂબ જ મોટો અસુર બન્યો. તેનાથી બધા જ દેવતાઓ પરેશાન હતાં. તેણે બધાને પરાજિત કર્યાં.

બોધપાઠ- કથા એવું સમજાવે છે કે આપણો ગુસ્સો કોઈને કોઈ પ્રકારે નુકસાન આપે જ છે. તેમાં એક જલંધર છુપાયેલો હોય છે, જે ભવિષ્યમાં ભારે સંકટનું કારણ પણ બની શકે છે. ગુસ્સાથી પોતાને બચાવવા જ સમજદારી છે.

અન્ય સમાચારો પણ છે...