• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Today, The Festival Of Pitrumoksha Reaches Our Ancestors Only Through The Sun, This Time The Ancestors Will Be Satisfied Even By Offering Water To The Sun In Auspicious Coincidence.

આજે મહાલયાનો છેલ્લો દિવસ:સૂર્ય દ્વારા આપણાં પિતૃઓ સુધી શ્રાદ્ધ પહોંચે છે, આ વખતે શુભ સંયોગમાં સૂર્યને જળ ચઢાવવાથી પિતૃઓ સંતુષ્ટ થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૂર્ય કિરણો દ્વારા ચંદ્ર ઉપરથી પિતૃઓ આવે છે, એટલે પુરાણોમાં સૂર્યનું એક નામ પિતૃ પણ ઉલ્લેખવામાં આવે છે

આજે સર્વપિતૃ અમાસના દિવસે ગ્રહ-નક્ષત્રોનો શુભયોગ બની રહ્યો છે. સર્વપિતૃ અમાસના દિવસે બધા પિતૃઓ માટે શ્રાદ્ધ અને દાન કરવામાં આવે છે. તેનાથી પિતૃઓ સંપૂર્ણ રીતે સંતુષ્ટ થાય છે. વાયુ સ્વરૂપમાં ધરતી ઉપર આવેલાં પિતૃઓને આ દિવસે વિદાય આપવામાં આવે છે અને પિતૃ પોતાના લોક પાછા ફરે છે.

પદમ, માર્કંડેય અને અન્ય પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આસો મહિનાની અમાસના દિવસે પિતૃ પિંડદાન અને તિલાંજલિ ઇચ્છે છે. તેમને જો તે ન મળે તો તેઓ અતૃપ્ત થઈને જતાં રહે છે. તેનાથી પિતૃદોષ લાગે છે. મૃત્યુ તિથિએ શ્રાદ્ધ કર્યા પછી પણ અમાસના દિવસે જાણ્યે-અજાણ્યે છૂટી ગયેલાં બધી જ પીઢીઓના પિતૃઓને શ્રાદ્ધ સાથે વિદાય આપવામાં આવે છે. તેને જ મહાલય શ્રાદ્ધ કહેવામાં આવે છે. તેથી જ આ દિવસને પિતૃઓની પૂજાનો ઉત્સવ એટલે પિતૃ પર્વ કહેવામાં આવે છે.

સૂર્ય કિરણો દ્વારા ચંદ્ર ઉપરથી પિતૃઓ આવે છે, એટલે પુરાણોમાં સૂર્યનું એક નામ પિતૃ પણ ઉલ્લેખવામાં આવે છે
સૂર્ય કિરણો દ્વારા ચંદ્ર ઉપરથી પિતૃઓ આવે છે, એટલે પુરાણોમાં સૂર્યનું એક નામ પિતૃ પણ ઉલ્લેખવામાં આવે છે

શુભ સંયોગઃ સૂર્ય પોતાના જ નક્ષત્રમાં રહેશે-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે પિતૃ મોક્ષ અમાસના દિવસે એટલે કે આજે સૂર્ય અને ચંદ્ર બંને જ હસ્ત નક્ષત્રમાં છે. જે સૂર્યનું નક્ષત્ર છે. આ દિવસે સૂર્યને જળ ચઢાવવાથી પણ પિતૃઓને તૃપ્તિ મળે છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આર્થિક સ્થિતિ કે દેશ, કાળ, પરિસ્થિતિ પ્રમાણે જો શ્રાદ્ધ કરવાની સ્થિતિમાં ન હોઈએ, સમયની ખોટ હોય અથવા જરૂરી સામગ્રી ન હોય તો માત્ર સૂર્યને જળ ચઢાવવાથી પણ પિતૃઓને તૃપ્તિ મળી જાય છે. જળ ચઢાવતી સમયે ભગવાન સૂર્યને પિતૃઓની સંતુષ્ટિ માટે પ્રાર્થના કરવી જોઈએ.

આ વખતે પિતૃઓની તિથિ એટલે અમાસ ઉપર હસ્ત નક્ષત્ર રહેશે. જેનો સ્વામી સૂર્ય હોવાથી આ દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃદોષથી શાંતિ મળશે.
આ વખતે પિતૃઓની તિથિ એટલે અમાસ ઉપર હસ્ત નક્ષત્ર રહેશે. જેનો સ્વામી સૂર્ય હોવાથી આ દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃદોષથી શાંતિ મળશે.

સૂર્યના કિરણો દ્વારા ચંદ્ર દ્વારા પિતૃઓ આવે છે-
સૂર્યની હજાર કિરણોમાં જે સૌથી ખાસ છે તેનું નામ અમા છે. તે અમા નામની કિરણના તેજથી સૂર્ય બધી જગ્યાને રોશન કરે છે. જ્યારે ચંદ્ર અને સૂર્ય વચ્ચેનું અંતર 0 ડિગ્રી થઈ જાય છે ત્યારે તે અમા કિરણમાં ચંદ્રનું ભ્રમણ થાય છે. તે કિરણ દ્વારા જ ચંદ્રના ઉપરના ભાગથી પિતૃઓ ધરતી ઉપર આવે છે એટલે શ્રાદ્ધ પક્ષની અમાસ તિથિનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે.

સૂર્યનો પિતૃઓ સાથે સંબંધ-
સૂર્ય દ્વારા જ શ્રાદ્ધ આપણાં પિતૃઓ સુધી પહોંચે છે. એટલે પુરાણોમાં સૂર્યનું એક નામ પિતૃ પણ ઉલ્લેખવામાં આવે છે. જ્યોતિષમાં સૂર્ય આત્માનો કારક ગ્રહ છે. એટલે જ્યારે સૂર્ય પોતાના જ નક્ષત્રમાં હોય ત્યારે શ્રાદ્ધ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. કુંડળીમાં સૂર્યની અશુભ સ્થિતિના કારણે જ પિતૃદોષ હોય છે. આ વખતે પિતૃઓની તિથિ એટલે અમાસ ઉપર હસ્ત નક્ષત્ર રહેશે. જેનો સ્વામી સૂર્ય હોવાથી આ દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃદોષથી શાંતિ મળશે.

આ વખતે શુભ સંયોગમાં સૂર્યને જળ ચઢાવવાથી પિતૃઓ સંતુષ્ટ થશે
આ વખતે શુભ સંયોગમાં સૂર્યને જળ ચઢાવવાથી પિતૃઓ સંતુષ્ટ થશે

ચંદ્રનો પિતૃઓ સાથે સંબંધ-
ધર્મગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આપણાં પૂર્વજ જે મૃત્યુને પ્રાપ્ત થઈ ગયા છે, તેઓ પિતૃઓ બની જાય છે. તે પછી તેમનું નિવાસ સ્થાન ચંદ્રનો ઉપરનો ભાગ બની જાય છે. વિપરીત દિશામાં હોવાના કારણે તેને આપણે જોઈ શકતાં નથી. આપણાં ધર્મશાસ્ત્રોમાં તેને જ પિતૃલોક કહેવામાં આવે છે.