શિવ પૂજા માટે 3 દિવસ:આજે શનિ પ્રદોષ 13મીએ માસિક શિવરાત્રિ અને 14મીએ સોમવતી અમાસનો સંયોગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શનિ પોતાની જ રાશિ એટલે મકરમાં, એટલે શનિ પીડાથી રાહત માટે આજે શિવપૂજાનો શુભ સંયોગ

આજે પ્રદોષ વ્રત છે. આ વ્રત ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે રાખવામાં આવે છે. 13મીએ એટલે કાલે માસિક શિવરાત્રિ છે. આ દિવસ પણ ભગવાન શિવને સમર્પિત હોય છે. આ દિવસે માસિક શિવરાત્રિ વ્રત રાખવામાં આવે છે અને ભગવાન શિવની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે. બીજા દિવસે એટલે 14 ડિસેમ્બરના રોજ કારતક મહિનાની અમાસ છે. આ દિવસે સોમવાર હોવાથી સોમવતી અમાસનો સંયોગ બની રહ્યો છે.

શનિ પ્રદોષ અને માસિક શિવરાત્રિના દિવસે શિવપૂજાઃ-

  • પ્રદોષ વ્રત અને માસિક શિવરાત્રિએ બ્રહ્મમુહૂર્તમાં જાગીને સ્નાન કરવાનું વિધાન છે. સવારે ઘરના જ પાણીમાં જ પવિત્ર નદીઓનું જળ મિક્સ કરીને સ્નાન કરવામાં આવે છે. પૂજા સ્થાનને સાફ અને પવિત્ર કરીને પૂર્વ દિશામાં મુખ રાખીને ભગવાન શિવ-પાર્વતી સાથે ગણેશજી અને કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે.
  • શિવજીને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે. આંકડાના ફૂલ, બીલીપાન, ધતૂરો, ચોખા વગેરેથી પૂજન કરીને નૈવેદ્ય ચઢાવવામાં આવે છે. તે પછી કામના પૂર્તિ અથવા જે કોઇ વિશેષ હેતુ પ્રદોષ વ્રત કરી રહ્યા છો તો બોલીને વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે. તેની સાથે જ આખો દિવસ કશું જ ખાધા વિના સંયમમાં રહીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે.
  • સાંજે પ્રદોષકાળમાં ભગવાન શિવનું વિધિ-વિધાનથી પૂજન કરો. અભિષેક કરો. પ્રદોષ વ્રતની કથા સાંભળો અથવા વાંચો. પ્રદોષ કાળ સૂર્યાસ્તથી લગભગ 1 કલાક પહેલાનો હોય છે. તે સમયે જ પ્રદોષનું પૂજન સંપન્ન કરવું જોઇએ. શનિવાર હોવાથી આ દિવસે શનિદેવની પૂજા પણ કરવામાં આવે છે.

શનિ દ્વારા રાહત મળશે, શિવજીની પૂજા ફળદાયી રહેશેઃ-
એક મહિનામાં બે પ્રદોષ તિથિ સુદ પક્ષ અને વદ પક્ષ આવે છે. શનિવાર કે સોમવારનો સંયોગ હોવો આ પ્રદોષ વ્રતના ફળને અનેકગણો વધારી દે છે. આ વખતે સંયોગથી શનિ પણ પોતાની સ્વરાશિ મકરમાં હોવાથી શનિની પીડામાં શિવ પૂજનથી રાહત મળશે. પ્રદોષ વ્રતમાં શિવપૂજા આયુ, આરોગ્ય પ્રદાતા અને સંકટોનો નાશ કરનારી હોય છે. અચાનક આવતી દુર્ઘટનાઓથી પણ શિવની ભક્તિ રક્ષા કરે છે.

ભગવાન શિવ નાની-નાની કોશિશોથી જ પ્રસન્ન થાય છે, પરંતુ થોડા વિશેષ દિવસ તેમની ભક્તિ માટે ખાસ હોય છે. જે લોકોને શનિની સાડાસાતી હોય કે શનિની ઢૈય્યા ચાલી રહી હોય અને કુંડળીમાં શનિ ખરાબ અવસ્થામાં હોય, વક્રી થઇને અશુભ ફળ આપી રહ્યો હોય તેમણે શનિ પ્રદોષનું વ્રત કરવું જોઇએ.​​​​​​​સોમવતી અમાસના દિવસે શિવ અને શનિ પૂજાઃ-ભગવાન શિવનો જન્મ અમાસના દિવસે થયો હતો. એટલે શનિ પીડાથી રાહત મેળવવા માટે દર મહિને આવતી અમાસે શનિદેવનું વિશેષ પૂજન કરવાનું વિધાન છે. અમાસના દિવસે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં હોય છે. એટલે આ દિવસને પર્વ પણ કહેવામાં આવે છે. ભગવાન શિવ, શનિદેવના ગુરુ છે. સોમવાર શિવપૂજાનો દિવસ હોય છે. એટલે આ વખતે સોમવતી અમાસ પર્વમાં શિવજી અને શનિદેવની પૂજાથી અનેક પ્રકારના દોષ દૂર થશે.