તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Today, Due To The Last Marriage Muhurta Of The Season Being Devshayan On 20, Now The Next Muhurta For Marriage Will Be On November 15 After 4 Months.

આજે લગ્નનું છેલ્લું મુહૂર્ત:20મીએ દેવશયન થવાથી હવે લગ્ન માટે 4 મહિના પછી 15 નવેમ્બરના રોજ મુહૂર્ત રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 નવેમ્બરના રોજ દેવઊઠી એકાદશીએ ચાતુર્માસ પૂર્ણ થશે, નવેમ્બરમાં 7 અને ડિસેમ્બરમાં 6 દિવસ લગ્નના મુહૂર્ત રહેશે

20 જુલાઈથી આવતા 4 મહિના સુધી માંગલિક કામ થઈ શકશે નહીં. દેવપોઢી એકાદશીથી ચાતુર્માસ શરૂ થઈ જાય છે. પુરાણો પ્રમાણે આ 4 મહિનાઓમાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામા રહે છે. તે પછી કારતક મહિનામાં સુદ પક્ષની એકાદશીએ ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા પૂર્ણ થાય છે. આ એકાદશીને દેવઊઠી એકાદશી અને પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસથી જ માંગલિક કાર્યો શરૂ થઈ શકે છે. ચાતુર્માસમાં સાધુ, સંત એક સ્થાને રહીને ભગવાનની ઉપસના અને સ્વાધ્યાય કરે છે. ચાતુર્માસ દરમિયાન ભગવાનના પૂજા-પાઠ, કથા, સાધના, અનુષ્ઠાનથી પોઝિટિવ ઊર્જા મળે છે. ચાતુર્માસમા પૂજા, પાઠ, ભજન, કીર્તન, સત્સંગ, કથા, ભાગવત માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે

15 નવેમ્બરથી માંગલિક કાર્યો શરૂ થશેઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે ચાતુર્માસ એટલે 20 જુલાઈથી 15 નવેમ્બર સુધી આ 4 મહિનામાં દેવતાઓ શયન કરે છે. આ કારણે લગ્ન, ઉપનયન, સંસ્કાર, ગૃહ પ્રવેશ, કાન વિંધાવા જેવા માંગલિક કાર્યો થઈ શકતાં નથી. દેવપોઢી એકાદશી પછી 15 નવેમ્બરે દેવ ઊઠી એકાદશી રહેશે અને આ દિવસે લગ્ન મુહૂર્ત શરૂ થશે. દેવપોઢી એકાદશી પહેલાં લગ્નના મુહૂર્ત છે. 18 જુલાઈએ એટલે આજે ભડલી નોમના દિવસે માંગલિક કાર્યો માટે વણજોયું મુહૂર્ત છે. ભડલી નોમના દિવસે લગ્ન થઈ શકે છે. જોકે, થોડા પંચાંગ પ્રમાણે ગ્રહોની સ્થિતિના કારણે 15 જુલાઈએ લગ્નનું છેલ્લું મુહૂર્ત હતું. પરંતુ વિદ્વાનો પ્રમાણે 18 જુલાઈ પછી ચાર મહિના સુધી લગ્નની તૈયારીઓ થશે પરંતુ માંગલિક કાર્યો થઈ શકશે નહીં.

નવેમ્બરે દેવઊઠી એકાદશીથી માંગલિક કાર્યો શરૂ થવાથી 15, 16, 20, 21, 28 અને 29 નવેમ્બરના રોજ લગ્ન મુહૂર્ત રહેશે
નવેમ્બરે દેવઊઠી એકાદશીથી માંગલિક કાર્યો શરૂ થવાથી 15, 16, 20, 21, 28 અને 29 નવેમ્બરના રોજ લગ્ન મુહૂર્ત રહેશે

નવેમ્બરમાં 7 અને ડિસેમ્બરમાં 6 મુહૂર્તઃ-
ડો. મિશ્રના જણાવ્યાં પ્રમાણે લગ્ન માટે નવેમ્બરમાં 7 અને ડિસેમ્બરમાં માત્ર 6 જ મુહૂર્ત રહેશે. ભડલી નોમ પછી 15 નવેમ્બરે દેવઊઠી એકાદશીથી માંગલિક કાર્યો શરૂ થવાથી 15, 16, 20, 21, 28 અને 29 નવેમ્બરના રોજ લગ્ન મુહૂર્ત રહેશે. ડિસેમ્બરમાં 1, 2, 6, 7, 11 અને 13 તારીખે લગ્નનું મુહૂર્ત રહેશે. તે પછી 16 ડિસેમ્બરથી ખરમાસ શરૂ થઈ જશે. આ દરમિયાન સૂર્ય ગ્રહ બૃહસ્પતિની રાશિ ધનમાં આવી જાય છે. એટલે તેને ધનુર્માસ પણ કહેવામાં આવે છે. આ દરમિયાન લગ્ન થઈ શકતાં નથી. તેના પૂર્ણ થયા પછી આવતા વર્ષે 15 જાન્યુઆરીથી ફરી લગ્ન શરૂ થઈ જશે.

રીકૃષ્ણએ યુધિષ્ઠિરને વર્ષભરની બધી એકાદશીઓનું મહત્ત્વ જણાવ્યું છે
રીકૃષ્ણએ યુધિષ્ઠિરને વર્ષભરની બધી એકાદશીઓનું મહત્ત્વ જણાવ્યું છે

દેવપોઢી એકાદશીનું મહત્ત્વઃ-
પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે દેવપોઢી એકાદશીથી ભગવાન ચાર મહિના માટે વિશ્રામ કરે છે. આ દરમિયાન ચાર મહિના સુધી માંગલિક કાર્યો વર્જિત છે. જોકે, માંગલિક કાર્યોની તૈયારીઓ અને ખરીદદારી આ દિવસોમાં કરી શકાય છે. સ્કંદ પુરાણમા એકાદશી મહાત્મ્ય નામનો અધ્યાય છે. આ અધ્યાયમાં શ્રીકૃષ્ણ અને યુધિષ્ઠિરના સંવાદ છે. શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને વર્ષભરની બધી એકાદશીઓનું મહત્ત્વ જણાવ્યું છે. પં. મિશ્રાના જણાવ્યા પ્રમાણે ભગવાન વિષ્ણુ માટે આ તિથિએ વ્રત કરવામાં આવે છે. એકાદશીએ વિષ્ણુ સાથે જ દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ.