• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • To Take Life In The Right Direction, It Is Necessary To Use The Work Energy Of The Body Properly, Only That The Mind Is Saved From Frustrated Thoughts.

આજનો જીવનમંત્ર:જીવનને યોગ્ય દિશામાં લઈ જવા માટે શરીરની કામ ઊર્જાનો સદુપયોગ જરૂરી છે, તેનાથી મન ખરાબ વિચારોથી બચે છે

6 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

સતીના દેહત્યાગ પછી શિવજી ઘોર તપસ્યામાં જતા રહ્યાં હતાં. શિવના અનિશ્ચિતકાળ માટે તપસ્યામાં જવાથી દેવતાઓ પરેશાન થઈ ગયાં, કેમ કે જો શિવ તપસ્યાથી જાગશે નહીં તો પછી પાર્વતી સાથે બીજા લગ્ન કેવી રીતે કરશે.

દેવતાઓના રાજા ઇન્દ્રએ શિવની તપસ્યાને ભંગ કરવા માટે કામદેવ અને થોડી અપ્સરાઓને મોકલ્યાં. ઘણાં લાંબા સમય સુધી તેઓ શિવજીનું ધ્યાન ભંગ કરવામાં અસફળ રહ્યાં. પછી કામદેવજીએ પોતાના બાળથી શિવજીનું ધ્યાન તોડ્યું. શિવજી ગુસ્સે થયાં અને તેમણે પોતાની ત્રીજી આંખ ખોલીને કામદેવને ભસ્મ કરી દીધા.

કામદેવના ભસ્મ થઈ જવાથી તેમની પત્ની રતિ શિવ પાસે આવી. રતિએ ભગવાન શિવજીને કહ્યું કે તમે મારા પતિને કેમ માર્યાં. તેમનો દોષ શું હતો. તેઓ માત્ર તેમના રાજાની આજ્ઞાનું પાલન કરી રહ્યા હતાં. તમારે સજા આપવી હોય તો ઇન્દ્રને આપો. મારા પતિને પાછો લાવી આપો.

શિવજીએ કહ્યું, દેવી મેં તમારા પતિને માર્યા નથી, તેને અનંત જીવન આપ્યું છે. હવેથી કામદેવ દરેક જીવના શરીરમા અદૃશ્ય સ્વરૂપમાં હાજર રહેશે, પરંતુ રતિએ આ વાતનો સ્વીકાર કર્યો નહીં. તેમણે કહ્યું, મને મારા પતિ સશરીર જોઈએ છે, અદૃશ્ય સ્વરૂપમાં નહીં.

ત્યારે ભગવાન શિવજીએ કહ્યું, જો તમારે તમારા પતિને સશરીર જોઈએ તો તેના માટે તમારે બે વાત યાદ રાખવી પડશે. પહેલી ધૈર્ય અને બીજી સંયમ. જો આ બે વાતોને જીવનમાં ઉતારી લેવામાં આવશે તો દ્વાપર યુગમાં કામદેવ ભગવાન કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન સ્વરૂપમા જન્મ લેશે. ત્યારે જ તમે તમારું તેમની સાથે સશરીર મિલન થશે.

રતિએ શિવજીની વાત માની. તે ધૈર્ય અને સંયમ સાથે દ્વાપર યુગની રાહ જોતી રહી. દ્વાપરમા કામદેવજીએ ભગવાન કૃષ્ણના પુત્ર પદ્યુમન સ્વરૂપમાં જન્મ લીધો અને રતિ માયાદેવી સ્વરૂપમાં તેમની પત્ની બની.

બોધપાઠઃ ભગવાન શિવ અને કામદેવની આ કથા દ્વારા બોધપાઠ મળે છે કે દરેક વ્યક્તિના શરીરમાં કામ ઊર્જા સમાન હોય છે, પરંતુ તેનો ઉપયોગ કરવો મહત્ત્વપૂર્ણ છે. સંયમ અને ધૈર્યના અભાવમા લોકો આ ઊર્જાને સાચવી શકતા નથી અને અપરાધના રસ્તે જતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...