પૂજા-પાઠ:ઘરમાં ગણેશજીની 2, 4 કે 6ની સંખ્યામાં મૂર્તિઓ રાખી શકો છો, હનુમાનજીની એક જ મૂર્તિ રાખવી જોઇએ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરના મંદિરમાં શિવલિંગ નાનું જ રાખવું જોઇએ, દેવી દુર્ગાની મૂર્તિની સંખ્યા 3 હોવી જોઇએ નહીં

હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. 19 સપ્ટેમ્બરના રોજ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. અનેક લોકોના ઘરમાં એકથી વધારે ગણેશ પ્રતિમાઓ હોય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે ઘરના મંદિરમાં ગણેશજીની નહીં, અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓની સંખ્યા અંગે પણ નિયમ જણાવવામાં આવ્યાં છે.

ગણેશજીની મૂર્તિની સંખ્યા સમ હોવી જોઇએ-
ઘરમાં બેઠેલાં ગણેશજીની મૂર્તિ રાખવું શુભ માનવામાં આવે છે. પરંતુ, ધ્યાન રાખો કે ઘરનાં મંદિરમાં ગણપતિની મૂર્તિની સંખ્યા 3, 5, 7 કે 9 જેવી વિષમ સંખ્યામાં હોવી જોઇએ નહીં. ગણેશજીની 2, 4 કે 6 જેવી સમ સંખ્યામાં મૂર્તિઓ રાખી શકો છો.

ઘરના મંદિરમાં શિવલિંગ નાનું જ રાખવું જોઇએ, દેવી દુર્ગાની મૂર્તિની સંખ્યા 3 હોવી જોઇએ નહીં
ઘરના મંદિરમાં શિવલિંગ નાનું જ રાખવું જોઇએ, દેવી દુર્ગાની મૂર્તિની સંખ્યા 3 હોવી જોઇએ નહીં

શિવલિંગ અંગૂઠાના પહેલાં ભાગથી મોટું ન રાખવું-
ઘરના મંદિરમાં નાનું શિવલિંગ રાખવું જોઇએ. ઘર માટે શિવલિંગનો આકાર અંગૂઠાના પહેલાં ભાગથી મોટો હોવો જોઇએ નહીં. શિવલિંગ અસીમિત ઊર્જાનું પ્રતીક છે, તે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. એટલે ઘરમાં વધારે મોટું શિવલિંગ રાખવું જોઇએ નહીં. મોટું શિવલિંગ મોટા મંદિરો માટે શુભ રહે છે.

દેવી દુર્ગાની મૂર્તિઓની સંખ્યા ત્રણ ન હોવી જોઇએ-
ઘરના મંદિરમાં દેવી દુર્ગાની મૂર્તિની સંખ્યા ત્રણ હોવી જોઇએ નહીં. તમે ઇચ્છો તો ત્રણથી ઓછી અથવા વધારે મૂર્તિઓ રાખી શકો છો.

મંદિરમાં બેઠેલાં હનુમાનજીની પ્રતિમા રાખો. શ્રીરામના પરમ ભક્ત હનુમાનજી બ્રહ્મચારી છે
મંદિરમાં બેઠેલાં હનુમાનજીની પ્રતિમા રાખો. શ્રીરામના પરમ ભક્ત હનુમાનજી બ્રહ્મચારી છે

ઘરમાં હનુમાનજીની એક જ મૂર્તિ રાખવી-
ઘરના મંદિરમાં હનુમાનજીની એક જ મૂર્તિ રાખવી જોઇએ. મંદિરમાં બેઠેલાં હનુમાનજીની પ્રતિમા રાખો. શ્રીરામના પરમ ભક્ત હનુમાનજી બ્રહ્મચારી છે, તેમની પૂજા સાથે જોડાયેલાં નિયમો ખૂબ જ કડકાઈ સાથે પાલન કરવાનું હોય છે. એટલે તેમની વધારે પ્રતિમાઓ ઘરમાં રાખવી નહીં.

બાળ ગોપાલની એક જ મૂર્તિ રાખો-
બાળ ગોપાલની પણ એક જ મૂર્તિ ઘરમાં રાખવી જોઇએ. શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પ્રતિમાની પ્રાણ-પ્રતિષ્ઠા કરવાની જરૂરિયાત હોતી નથી. લડ્ડૂ ગોપાલની મૂર્તિ સ્વંય સિદ્ધ માનવામાં આવે છે. તેને સીધા જ ઘરમાં સ્થાપિત કરી શકાય છે.

મંદિરમાં વધારે મૂર્તિઓ રાખવી નહીં-
ઘરના મંદિરમાં વધારે મૂર્તિઓ રાખવાથી બચવું જોઇએ. બધા દેવી-દેવતાઓની પૂજા સાથે જોડાયેલાં નિયમ અલગ-અલગ હોય છે. જો પૂજામાં બધા નિયમોનું પાલન કરવામાં આવે નહીં તો પૂજા સફળ થતી નથી. એટલે મંદિરમાં વધારે મૂર્તિઓ રાખવાથી બચવું જોઇએ.