તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તિથિ-તહેવાર:31 જાન્યુઆરીએ તલ ચોથ, 2 શુભ યોગ અને રવિવાર હોવાથી આ વ્રત ખૂબ જ ખાસ રહેશે

6 મહિનો પહેલા
  • આ ચોથના દિવસે ગણેશજીને તલના લાડવાનો ભોગ ધરાવવામાં આવે છે

પોષ મહિનાના વદ પક્ષની ચોથ, 31 જાન્યુઆરી રવિવારે છે. આ દિવસે ગણેશ ચોથ, તિલકુટા ચોથ અથવા સંકષ્ટી ચોથનું વ્રત કરવામાં આવે છે. જોકે, આ વખતે પંચાંગ ભેદ હોવાના કારણે આ વ્રત દેશના થોડા ભાગમાં 1 ફેબ્રુઆરીએ પણ કરવામાં આવશે. ભગવાન ગણેશજીની આરાધના દ્વારા આ વ્રત ખાસ કરીને સંતાનના સૌભાગ્ય અને લાંબી ઉંમરની કામના સાથે કરવામાં આવે છે. મહિલાઓ પોતાના પરિવારની સુખ-સમૃદ્ધિ અને સંકટ દૂર કરવા માટે આ વ્રત કરે છે. મહિલાઓ ચોથ માતા અને ભગવાન ગણપતિનું પૂજન કરશે અને કથા સાંભળશે. ઘરના વડીલોથી આશીર્વાદ લેશે. આ ચોથને સંકષ્ટી ચોથ પણ કહેવામાં આવે છે.

પૂજાનું શુભ મુહૂર્તઃ-
સંકષ્ટી ચોથનું વ્રત ચંદ્રને અર્ઘ્ય આપીને જ પૂર્ણ થાય છે, રવિવારે રાતે 08:40 વાગે ચંદ્ર ઉદય થયા પછી ચંદ્રને અર્ઘ્ય આપીને અને તલના લાડવાનો ભોગ ધરાવ્યા પછી મહિલાઓ આખો દિવસ નિર્જળા વ્રત ખોલશે.

2 શુભયોગ હોવાથી આ વ્રતનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છેઃ-
કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે આ વખતે પોષ મહિનાની સંકષ્ટી ચોથ વ્રત રવિવારે રહેશે. આ દિવસે પૂર્વાફાગણ નક્ષત્રમાં ચંદ્ર હોવાથી છત્ર અને શોભન યોગ બની રહ્યો છે. જેથી તેનું મહત્ત્વ અનેક ગણું વધી ગયું છે. જોકે, ચંદ્ર રવિવારે પૂર્વાફાગણ નક્ષત્રમાં રહેશે જે શુક્રનો નક્ષત્ર છે. આ કારણે સંકષ્ટી ચોથના દિવસે શુક્રના નક્ષત્રનું હોવું અનેકગણું શુભ માનવામાં આવે છે. આ દિવસે મહિલાઓ પરિવારની સુખ-સમૃદ્ધિ સાથે-સાથે પોતાના બાળકોની ખુશહાલીની કામના પણ કરે છે.

આ દિવસે શું કરવું-

  • તિલકુટ ચોથના દિવસે મહિલાઓએ સવારે જલ્દી જાગીને વ્રત અને પૂજાનો સંકલ્પ લેવો જોઇએ.
  • આખો દિવસ ખાધા વિના રહેવું જોઇએ અને જો શક્ય ન હોય તો પાણી પીને કોઇપણ અનાજ ખાધા વિના વ્રત કરવું.
  • સાંજે ભગવાન ગણેશ અને ચોથ દેવીની પૂજા કરો.
  • રાતે ચંદ્રના દર્શન કરીને અર્ઘ્ય આપો.
  • પરિવારના વડીલોના આશીર્વાદ લો અને વ્રત ખોલો.