તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર:હોળીના ત્રણ દિવસ પહેલાં ભક્ત પ્રહલાદને બચાવનાર ભગવાન નૃસિંહની પૂજા કરવામાં આવે છે

2 મહિનો પહેલા
  • ફાગણ સુદ બારસ તિથિએ ભગવાન વિષ્ણુની નૃસિંહ રૂપમાં પૂજા કરવામાં આવે છે

ફાગણ મહિનાના સુદ પક્ષની બારસ તિથિને નૃસિંહ બારસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના નૃસિંહ અવતારની પૂજા કરવામાં આવે છે. ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે હોળિકા દહનના 3 દિવસ પહેલા ભગવાન નૃસિંહની પૂજા કરવામાં આવે છે. આ પર્વ આજે છે. એકાદશી અને બારસ તિથિ એક જ દિવસે આવવાથી આજે 25 માર્ચ, ગુરુવારે ભગવાન નૃસિંહની પૂજા અને વ્રત કરવામાં આવશે.

નૃસિંહ બારસનું મહત્ત્વઃ-
શાસ્ત્રો પ્રમાણે ફાગણ મહિનાના સુદ પક્ષની બારસને નૃસિંહ બારસ તરીકે ઊજવવામાં આવે છે. તેનો ઉલ્લેખ પુરાણોમાં પણ છે. ભગવાન વિષ્ણુએ અડધા મનુષ્ય અને અડધા સિંહના સ્વરૂપમાં નૃસિંહ અવતાર લઈને દૈત્યોના રાજા હિરણ્યકશ્યપુનો વધ કર્યો હતો. તે દિવસથી આ પર્વની શરૂઆત માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના આ સ્વરૂપે પ્રહલાદને પણ વરદાન આપ્યું હતું કે જો કોઇ આ દિવસે ભગવાન નૃસિંહનું સ્મરણ કરીને, શ્રદ્ધા સાથે તેમનું વ્રત કરશે તેમની મનોકામનાઓ પૂર્ણ થશે. સાથે જ તેમના રોગ, શોખ અને દોષ પણ દૂર થઇ જશે.

નૃસિંહ બારસ ફાગણ મહિનામાં સુદ પક્ષની એકાદશીએ ઊજવવામાં આવે છે
નૃસિંહ બારસ ફાગણ મહિનામાં સુદ પક્ષની એકાદશીએ ઊજવવામાં આવે છે

પૂજા વિધિઃ-

  • નૃસિંહ બારસના દિવસે વ્રત કે ઉપવાસ રાખવામાં આવે છે અને ભગવાન વિષ્ણુના નૃસિંહ રૂપની પૂજા કરવામાં આવે છે.
  • નૃસિંહ જયંતીએ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું.
  • તે પછી સાફ કપડા પહેરો અને ભગવાન નૃસિંહની પૂજા વિધિ-વિધાન સાથે કરો.
  • ભગવાન નૃસિંહની પૂજામાં ચંદન, અક્ષત, અબીર, ગુલાલ, ફળ, ફૂલ, ધૂપ, દીવો, અગરબત્તી, પંચમેવા, કંકુ, કેસર, નારિયેળ સાથે કરો.
  • ભગવાન નૃસિંહને પીળા કપડા ચઢાવો.
ભગવાન વિષ્ણુના બાર અવતારમાંથી એક અવતાર નૃસિંહ ભગવાન છે
ભગવાન વિષ્ણુના બાર અવતારમાંથી એક અવતાર નૃસિંહ ભગવાન છે

ભગવાન વિષ્ણુના બાર અવતારોમાંથી એક નૃસિંહ અવતાર છેઃ-
નૃસિંહ બારસ ફાગણ મહિનામાં સુદ પક્ષની એકાદશીએ ઊજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુના બાર અવતારમાંથી એક અવતાર નૃસિંહ ભગવાન છે. નૃસિંહ અવતારમાં ભગવાન શ્રહરિ વિષ્ણુજીએ અડધું મનુષ્ય અને અડધું સિંહનું સ્વરૂપ ધારણ કરીને દૈત્યોના રાજા હિરણ્યકશ્યપુનો વધ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો