• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • This Year The Court Of The King Of Lalbagh Will Be Held With The Tag Line 'My Ganeshotsav, My Responsibility' And The Guidelines Of The Maharashtra Government.

ગણપતિ મહોત્સવ:આ વર્ષે ‘મારો ગણેશોત્સવ, મારી જવાબદારી’ ટેગ લાઈન અને મહારાષ્ટ્ર સરકારની ગાઈડલાઇન્સ સાથે લાલબાગના રાજાનો દરબાર યોજાશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગયા વર્ષે કોરોનાના કારણે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું નહોતું
  • સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે ચાર ફૂટની ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે

સુખકર્તા, દુઃખહર્તા ભગવાન ગણેશના અદભૂત સ્વરૂપ લાલબાગના રાજાના ભક્તો માટે સારા સમાચાર છે. 10 સપ્ટેમ્બરના રોજ શરૂ થનાર ગણેશોત્સવમાં લાલબાગના રાજા બિરાજમાન થશે અને કોરોના વાઈરસના કારણે વધારે ભીડ ન થાય તેના માટે ભક્ત ગણપતિ બાપ્પાના ઓનલાઇન દર્શન કરી શકશે. ગયા વર્ષે કોરોના મહામારીના કારણે લાલબાગના રાજાનો દરબાર સજી શક્યો નહોતો. જેથી 86 વર્ષથી ચાલી રહેલી પરંપરા તૂટી ગઈ હતી. ગણેશોત્સવ, ગણેશ ચતુર્થીથી શરૂ થાય છે અને 10 દિવસ પછી અનંદ ચૌદશના રોજ પૂર્ણ થાય છે.

મહારાષ્ટ્રમાં આ વર્ષે લાલબાગના રાજાનો દરબાર યોજાશે-
સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે ચાર ફૂટની ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. ગયા વર્ષે કોરોના વાઇરસના કારણે મંડળ તરફથી જ ગણેશોત્સવ ન ઊજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. લાલબાગ ગણેશોત્સવ મંડળના અધ્યક્ષ બાલાસાહેબ કાંબલેએ જણાવ્યુ કે આ વર્ષે કોરોના વાઈરસના મામલાઓ ઘટી ગયા છે. કોરોના પ્રોટોકોલનું પાલન કરીને ગણેશોત્સવ ઊજવવામાં આવશે. આ વર્ષની ટૈગ લાઈન મારો ગણેશોત્સવ, મારી જવાબદારી રહેશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે આવનાર ગણપતિ મહોત્સવ માટે ગાઇડલાઇન્સ જાહેર કરી છે અને જણાવ્યું છે કે જે લોકો સાર્વજનિક રીતે આ તહેવાર ઊજવી રહ્યા છે તેઓએ ગણેશ મૂર્તિની ઊંચાઈ ચાર ફૂટ રાખવી પડશે. જેઓ ઘરમાં ગણેશોત્સવ ઊજવી રહ્યા છે તેમણે 2 ફૂટની પ્રતિમા સ્થાપિત કરવાની રહેશે. રાજ્ય સરકારે આયોજકોને જણાવ્યુ કે કોરોના સંકટના ધ્યાનમાં રાખીને ગણેશોત્સવને સાધારણ રીતે જ ઊજવવામાં આવે.

સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે ચાર ફૂટની ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે
સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે ચાર ફૂટની ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે

લાલબાગના રાજાની ખ્યાતિ વિદેશમાં પણ ફેલાયેલી છે-
લાલબાગના રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સનું પાલન કરવામાં આવશે. કોરોના પ્રોટોકોલનું પાલન કરતા ગણેશોત્સવ ઊજવવામાં આવશે. આ વખતે ગણેશજીની મૂર્તિ ચાર ફૂટ ઊંચી હશે. ભક્ત આ વર્ષે લાલબાગના રાજાના દર્શન કરી શકશે. ઉલ્લેખનીય છે કે લાલબાગના રાજાની ખ્યાતિ દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ ફેલાયેલી છે. અહીં કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને ગણપતિ બાપ્પા પાસે મન્નત માગવામાં આવે છે અને પછી તે મન્નત પૂરી થયા બાદ ભક્તો દર્શન કરવા આવે છે.

‘મારો ગણેશોત્સવ, મારી જવાબદારી’-
ગયા વર્ષે કોરોના વાઈરસના કારણે ગણેશ ઉત્સવની જગ્યાએ સ્વાસ્થ્ય ઉત્સવ ઊજવવામાં આવ્યો હતો. આ વર્ષે પણ કોરોના વાઈરસનો ખતરો ટળ્યો નથી. એટલે ‘મારો ગણેશોત્સવ, મારી જવાબદારી’ ટેગ લાઇન સાથે ગણેશ ઉત્સવનું આયોજન થશે. દર વર્ષે લાલબાગના રાજાના દરબારમાં માથુ ટેકવા દૂર-દૂરથી લોકો આવે છે અને હજારોની સંખ્યામાં ભીડ એકઠી થાય છે. એટલે આ વખતે મંડળે ભક્તો માટે ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરી છે.

ગયા વર્ષે કોરોના મહામારીના કારણે લાલબાગના રાજાનો દરબાર સજી શક્યો નહોતો. જેથી 86 વર્ષથી ચાલી રહેલી પરંપરા તૂટી ગઈ હતી
ગયા વર્ષે કોરોના મહામારીના કારણે લાલબાગના રાજાનો દરબાર સજી શક્યો નહોતો. જેથી 86 વર્ષથી ચાલી રહેલી પરંપરા તૂટી ગઈ હતી

1934 વર્ષથી દરબાર સજી રહ્યો છે-
લાલબાગના રાજાનો પહેલીવાર 1934માં દરબાર યોજાયો હતો, ત્યારથી જ ભક્તોની આટલી ઊંડી આસ્થા થઈ ગઈ. દર વર્ષે તેમના દરબારમાં મન્નત માગનાર ભક્તોની સંખ્યા વધતી જઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને ગણેશોત્સવ દરમિયાન પોલીસ વ્યવસ્થાની તૈયારીઓ કરવી પડે છે. તેમના દરબારમાં માથુ ટેકવા આવતા લોકોમાં નેતાઓ, મંત્રીઓ, ઉદ્યોગપતિ અને બોલીવૂડના સ્ટાર્સ પણ સામેલ છે. લાલબાગના રાજાના દર્શન કરવા જ સૌભાગ્યશાળી માનવામાં આવે છે.