દાન ધર્મનું સપ્તાહ:ભાદરવા સુદ પક્ષના છેલ્લાં 6 દિવસ; આ દિવસોમાં ભગવાન વિષ્ણુ, શિવ અને સૂર્ય પૂજા કરવાનું વિધાન

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ સપ્તાહ વ્રત-ઉપવાસ અને દાન ધર્મનું રહેશે. આ સપ્તાહ 5 થી 11 તારીખ સુધી વ્રત-પર્વના દિવસો રહેશે. જેમાં સોમવારે દશમ તિથિ હોવાથી દશાવતાર વ્રત કરવામાં આવશે. જેમાં ભગવાન વિષ્ણુના દસ અવતારોની પૂજા કરવાનું વિધાન છે. બીજા દિવસે એકાદશી, બુધવારે વામન જયંતી, ગુરુવારે પ્રદોષ વ્રત, શુક્રવારે અનંત ચૌદશ અને શનિવારે પૂનમ પર્વ સાથે ભાદરવો મહિનો પૂર્ણ થઈ જશે. તેના છેલ્લાં દિવસથી પિતૃ પક્ષ શરુ થશે.

ભાદરવો મહિનો હોવાથી આખું સપ્તાહ ખાસ
ભાદરવો મહિનો હોવાથી આ સપ્તાહ જરૂરિયાતમંદ લોકોને ભોજન, તલ અને કપડાંનું દાન કરવાનું મહત્ત્વ રહેશે. આ સપ્તાહના પાંચ દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે ખાસ રહેશે. સાથે જ, ભાદરવા મહિનામાં સૂર્ય પૂજા કરવાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. એટલે આ દિવસોમાં પાણીમાં તલ અને પવિત્ર નદીઓનું જળ મિક્સ કરીને સ્નાન કરવું, જરૂરિયાતમંદ લોકોને દાન આપવાની સાથે જ ભગવાન વિષ્ણુ, શિવ અને સૂર્ય પૂજા કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ જાય છે.

5 સપ્ટેમ્બર, સોમવારઃ આ દિવસે દશાવતાર વ્રત કરવાનું વિધાન પદ્મ અને સ્કંદ સહિત અન્ય પુરાણોમાં ઉલ્લેખવમાં આવ્યું છે. ગ્રંથો પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની દસમ તિથિએ ભગવાન વિષ્ણુના દસ અવતારોની પૂજા અને વ્રત કરવાથી મહાપુણ્ય મળે છે.

6 સપ્ટેમ્બર, મંગળવારઃ પરિવર્તિની એકાદશીએ વામન સ્વરૂપમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આ એકાદશીનું વ્રત રાખનાર લોકોએ વ્રત પહેલાં દશમ તિથિએ જ એક સમય સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. બાળકોની લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી સંતાનની ઇચ્છા રાખનાર લોકોને સંતાન સુખ મળે છે.

ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુએ ભાદરવા મહિનાના સુદ પક્ષની બારસ તિથિએ વામન અવતાર લીધો હતો
ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુએ ભાદરવા મહિનાના સુદ પક્ષની બારસ તિથિએ વામન અવતાર લીધો હતો

7 સપ્ટેમ્બર, બુધવારઃ ત્રેતાયુગમાં આ તિથિએ ભગવાન વિષ્ણુએ પાંચમો અવતાર લીધો હતો. જે વામન બ્રાહ્મણ સ્વરૂપમાં હતો. જેને વામન અવતાર કહેવામાં આવે છે. જે મનુષ્ય સ્વરૂપમાં પહેલો અવતાર હતો. આ દિવસે ભગવાન વામનની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે.

8 સપ્ટેમ્બર, ગુરુવારઃ આ દિવસે તેરસ તિથિ હોવાથી પ્રદોષ વ્રત કરવામાં આવશે. આ દિવસે ગુરુવારે પ્રદોષ વ્રતનું હોવું ખૂબ જ શુભ સંયોગ છે. તેને ગુરુ પ્રદોષ કહેવામાં આવે છે. આ વ્રતમાં ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. સાથે જ, કુંડળીમાં રહેલાં ગુરુ દોષ પણ દૂર થઈ જાય છે.

9 સપ્ટેમ્બર, શુક્રવારઃ આ દિવસે અનંત ચૌદશ પર્વ હોવાથી ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના પછી રેશમના દોરાથી બનેલું અનંત સૂત્ર બાંધવામાં આવે છે. જેમાં 14 ગાંઠ હોય છે. આ ગાંઠ ભગવાન વિષ્ણુએ બનાવેલ 14 લોકમાં રક્ષા માટે બાંધવામાં આવે છે. આ બધા લોક માટે ભગવાન વિષ્ણુએ 14 અવતાર લીધા હતાં. આ દિવસે ગણપતિ વિસર્જન પણ કરવાનું વિધાન છે.

10 સપ્ટેમ્બર, શનિવારઃ આ ભાદરવા મહિનાના સુદ પક્ષનો છેલ્લો દિવસ રહેશે. પૂનમ હોવાથી આ દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ અને સ્નાન-દાન કરવાનું વિધાન છે. આ દિવસે પિતૃ પક્ષ પણ શરૂ થઈ જશે. ભાદરવા મહિનાની પૂનમના દિવસે પહેલાં શ્રાદ્ધ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...