હિંદુ કેલેન્ડર પ્રમાણે માગશર મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ શ્રીરામ-સીતાના લગ્નનો મહાપર્વ વિવાહ પાંચમ ઊજવવામાં આવે છે. જે આ વર્ષે 19 ડિસેમ્બર શનિવારના રોજ ઊજવવામાં આવશે. આ વર્ષે આ પર્વ ખરમાસ દરમિયાન આવી રહ્યો છે. પરંતુ આ દિવસે ભગવાનના લગ્ન અને વિશેષ પૂજા કરાવવી વધારે શુભ રહેશે. ખરમાસ દરમિયાન ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન કૃષ્ણ સાથે જ શ્રીરામની પૂજા કરવાથી દરેક પાપ દૂર થાય છે. આ વર્ષે વિવાહ પાંચમના દિવસે ગ્રહ-નક્ષત્રોની વિશેષ સ્થિતિથી શુભ યોગ બની રહ્યા છે.
ગ્રહ-નક્ષત્રોથી આ પર્વની શુભતા વધી રહી છેઃ-
કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે આ દિવસે ચંદ્ર ઘનિષ્ઠા નક્ષત્ર સાથે કુંભ રાશિમાં છે. જેથી વર્ધમાન નામનો શુભ યોગ બની રહ્યો છે. સાથે જ, સૂર્ય અને બુધ ધન રાશિમાં બુધાદિત્ય યોગ બનાવી રહ્યા છે. સાંજે રવિયોગ પણ રહેશે. નક્ષત્રોની આ વિશેષ સ્થિતિમાં કરવામાં આવતી પૂજાનું વિશેષ ફળ મળશે.
શનિવારે ગોચર એટલે આકાશ મંડળમાં ચંદ્રથી એકાદશ ભાવમાં સ્વરાશિ સ્થિત બૃહસ્પતિ અને સૂર્ય દશમ ભાવમાં થઇને આ મુહૂર્તની શુદ્ધતાને વધારશે. ત્યાં જ ચંદ્રનું મંગળના નક્ષત્ર ઘનિષ્ઠામાં હોવું શુભ છે. શુભ ગ્રહોની પ્રધાનતા હોવાના કારણે આ દિવસે શ્રીરામ-સીતાની વિશેષ પૂજા અને લગ્નનું અનંત પુણ્ય મળશે.
શ્રીરામ-સીતા લગ્ન કરાવવાથી અનેક પરેશાનીઓ દૂર થાય છેઃ-
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે જેમના લગ્નમાં મુશ્કેલીઓ આવી રહી હોય અને જે દંપતિઓના જીવનમાં પરેશાનીઓ ચાલી રહી હોય, તેમણે પાંચમના રોજ શ્રીરામ અને માતા સીતાના લગ્ન કરાવવા જોઇએ. આ દિવસ રામચરિત માનસ અને બાલકાંડમાં ભગવાન શ્રીરામ અને માતા સીતાના લગ્ન પ્રસંગનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. સીતા સ્વયંવરમાં પ્રભુ શ્રીરામે શિવ ધનુષને તોડી નાખ્યું હતું. તે પછી રાજા જનકના અયોધ્યામાં તેમના દૂત મોકલ્યા હતાં અને રાજા દશરથને જાન લઇને આવવાનું નિમંત્રણ આપ્યું હતું. તે પછી પાંચમના દિવસે પ્રભુ શ્રીરામ અને માતા સીતાના લગ્ન થયાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.