તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • This Time All The Parents Are Coinciding With The Solar Solstice After 38 Years, The Day Will Be Special For The Worship Of The Fathers

17 સપ્ટેમ્બરે પિતૃ પર્વ:આ વખતે સર્વ પિતૃ અમાસે 38 વર્ષ પછી સૂર્ય સંક્રાંતિનો સંયોગ બની રહ્યો છે, પિતૃઓની પૂજા માટે દિવસ ખાસ રહેશે

10 મહિનો પહેલા
  • ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સૂર્ય-ચંદ્રના હોવાથી શ્રાદ્ધ કરવા માટે વિશેષ સંયોગ રહેશે

17 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ સર્વ પિતૃ અમાસના દિવસે ગ્રહ-નક્ષત્રોનો શુભ યોગ બની રહ્યો છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે આ વર્ષે 38 વર્ષ બાદ આ ઘટના બની રહી છે. જ્યારે પિતૃ અમાસના દિવસે સૂર્ય રાશિ બદલીને કન્યામાં આવી રહ્યો છે. પિતૃ પર્વ ઉપર સૂર્ય સંક્રાતિ હોવાથી અનેક શુભ સંયોગ બની રહ્યા છે. આ પહેલાં આ સંયોગ 1982માં બન્યો હતો અને હવે 19 વર્ષ પછી ફરી બનશે. સર્વ પિતૃ અમાસના દિવસે બધા પિતૃઓ માટે શ્રાદ્ધ અને દાન કરવામાં આવે છે. તેનાથી પિતૃઓ સંપૂર્ણ રીતે સંતુષ્ટ થાય છે. વાયુ સ્વરૂપમાં ધરતી ઉપર આવેલાં પિતૃઓને આ દિવસે વિદાય આપવામાં આવે છે અને પિતૃ પોતાના લોક પાછા ફરે છે.

શુભ સંયોગ/ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને સૂર્ય સંક્રાંતિઃ-
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે, પિતૃ મોક્ષ અમાસના દિવસે સૂર્યનું કન્યા રાશિમાં આવી જવું શુભ સંયોગ છે. ઉપનિષદોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, જ્યારે સૂર્ય કન્યા રાશિમાં હોય ત્યારે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ આખું વર્ષ સંતુષ્ટ થઇ જાય છે. આ પહેલાં આવો સંયોગ 17 સપ્ટેમ્બર 1982માં બન્યો હતો. હવે 17 સપ્ટેમ્બર 2039માં આ સંયોગ બનશે જ્યારે પિતૃ અમાસ ઉપર સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ વર્ષે સર્વ પિતૃ અમાસ ઉપર સૂર્ય અને ચંદ્ર બંને જ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં રહેશે. આ ગ્રહ સ્થિતિ આ પર્વને વધારે શુભ બનાવી રહી છે. કેમ કે, પુરાણો પ્રમાણે આ નક્ષત્રમાં પિતૃઓના દેવતા અર્યમા રહે છે. એટલે આ વર્ષે ગ્રહ-નક્ષત્રોના વિશેષ સંયોગમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓ તૃપ્ત થઇ જાય છે.

અમાસ અને પિતૃઓનો સંબંધઃ-
સૂર્યના હજારો કિરણોમાં જે સૌથી ખાસ હોય છે તેનું નામ અમા છે. તે અમા નામની કિરણોના તેજથી જ સૂર્ય ધરતીને પ્રકાશિત કરે છે. જ્યારે તે અમા કિરણમાં ચંદ્રનો વાસ થવાનો હોય છે એટલે ચંદ્રના હોવાથી અમાસ થઇ. ત્યારે તે કિરણ દ્વારા ચંદ્રના ઉપરના ભાગથી પિતૃઓ ધરતી ઉપર આવે છે. એટલે શ્રાદ્ધની અમાસ તિથિનું મહત્ત્વ છે.

તિલાંજલિ સાથે પિતૃઓને વિદાય આપોઃ-
પદ્મ, માર્કંડેય અને અન્ય પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, આસો મહિનાની અમાસે પિતૃ પિંડદાન અને તિલાંજલિ ઇચ્છે છે. તેમને જો આ ન મળે તો તેઓ અતૃપ્ત થઇને જ જતાં રહે છે. તેનાથી પિતૃદોષ લાગે છે. પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે મૃત્યુ તિથિએ શ્રાદ્ધ કર્યા બાદ પણ અમાસના દિવસે જાણ્યા-અજાણ્યા છૂટી ગયેલાં બધા પીઢીઓના પિતૃઓને શ્રાદ્ધ સાથે વિદાય આપવી જોઇએ. તેને મહાલય શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે. એટલે તેને પિતૃઓની પૂજાનો ઉત્સવ એટલે પિતૃ પર્વ કહેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...