તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૈશાખ સુદ પક્ષ 12 થી 26 મે સુધી:આ દિવસોમા અખાત્રીજ, ગંગા સાતમ અને પૂનમ જેવા મોટા વ્રત અને પર્વ આવશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૈશાખ મહિનાના સુદ પક્ષ દરમિયાન જાણ્યે-અજાણ્યે આપેલાં નાના દાનનું પણ મોટું પુણ્ય મળી શકે છે

આજે ચૈત્ર મહિનાની અમાસ છે. હવે કાલથી એટલે 12 મે, બુધવારથી વૈશાખ મહિનાની શરૂઆત થશે. ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે વૈશાખ મહિનાના સુદ પક્ષ દરમિયાન જાણ્યે-અજાણ્યે આપેલાં નાના દાનનું પણ મોટું પુણ્ય મળી શકે છે. એટલે આ દિવસોને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસોમાં ખાસ કરીને અનાજ, જળ, કપડા, બૂટ-ચપ્પલ અને છત્રીનું દાન કરવામાં આવે છે. વૈશાખ મહિનાના સુદ પક્ષમાં આવતા તિથિ-તહેવારમાં કરવામાં આવતા વ્રત અને સ્નાન-દાનનું પણ અનેક ગણું શુભ ફળ મળી શકે છે.

વૈશાખ સુદ પક્ષના તિથિ-તહેવાર અને પર્વઃ-

જ્યોતિષમાં અખાત્રીજને વણજોયું મુહૂર્ત કહેવામા આવે છે
જ્યોતિષમાં અખાત્રીજને વણજોયું મુહૂર્ત કહેવામા આવે છે

અખાત્રીજ (શુક્રવાર, 14 મે)

પુરાણોમાં આ તિથિને યુગાદિ તિથિ કહેવામાં આવે છે. એટલે આ દિવસે સતયુગની શરૂઆત માનવામાં આવે છે. મહાભારત અને નારદ સંહિતામાં આ દિવસને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જ્યોતિષમાં અખાત્રીજને વણજોયું મુહૂર્ત કહેવામા આવે છે. અખાત્રીજના દિવસે કરવામાં આવેલાં કોઇપમ પ્રકારના દાનનું પુણ્ય ક્યારેય નષ્ટ થતું નથી. આ દિવસે પરશુરામ જયંતી પણ ઊજવવામાં આવે છે.

વૈશાખ સુદ, સાતમ ( મંગળવાર, 18 મે)

પદ્મ પુરાણ પ્રમાણે સુદ પક્ષની સાતમને ગંગાજીની પૂજા કરવી જોઇએ. કેમ કે, આ તિથિેએ મહર્ષિ જહ્યનુએ પોતાના કર્ણ (કાન)થી ગંગાજી બહાર આવ્યાં હતાં. આ દિવસે ભગવાન ચિત્રગુપ્તનો પ્રાકટ્યોત્સવ પણ ઊજવવામાં આવે છે. થોડાં ગ્રંથો પ્રમાણે વૈશાખ સુદ સાતમે ભગવાન બુદ્ધનો પણ જન્મ થયો હતો. એટલે આ દિવસે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે.

વૈશાખ સુદ આઠમેદેવી દુર્ગાની પ્રતિમાને કપૂર તથા જટામાશી (એક જાતનો છોડ)ના મિશ્રણથી બનેલાં જળથી સ્નાન કરાવવું જોઇએ
વૈશાખ સુદ આઠમેદેવી દુર્ગાની પ્રતિમાને કપૂર તથા જટામાશી (એક જાતનો છોડ)ના મિશ્રણથી બનેલાં જળથી સ્નાન કરાવવું જોઇએ

વૈશાખ સુદ, આઠમ (ગુરુવાર, 20 મે)

વૈશાખ સુદ આઠમે અપરાજિતા પૂજા કરવામાં આવે છે. એટલે કે, આ દિવસે દેવી દુર્ગાની પ્રતિમાને કપૂર તથા જટામાશી (એક જાતનો છોડ)ના મિશ્રણથી બનેલાં જળથી સ્નાન કરાવવું જોઇએ. આખો દિવસ વ્રત પણ કરવું જોઇએ. આ દિવસે વ્રત કરનાર વ્યક્તિએ પાણીમાં થોડો કેરીનો રસ મિક્સ કરીને સ્નાન કરવું જોઇએ. આ પ્રકારે વ્રત અને પૂજા કરવાથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે.

વૈશાખ સુદ એકાદશી(શનિવાર, 22 મે)

વૈશાખ મહિનાના સુદ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે. આ વ્રતના પ્રભાવથી દરેક પ્રકારના પાપ દૂર થઇ જાય છે અને વ્રત કરનાર વ્યક્તિ ઉપર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થાય છે. ગ્રંથોમાં એવું પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે, આ એકાદશી વ્રત કરનાર વ્યક્તિના પિતૃઓને તૃપ્તિ પ્રાપ્ત થાય છે.

પૂનમના દિવસે સફેદ અને કાળા તલને પાણીમાં નાખીને સ્નાન કરવું જોઇએ
પૂનમના દિવસે સફેદ અને કાળા તલને પાણીમાં નાખીને સ્નાન કરવું જોઇએ

વૈશાખ પૂનમ (બુધવાર, 26 મે)

વૈશાખ મહિનાની પૂનમે બ્રહ્માજીએ સફેદ તથા કાળા તલનું નિર્માણ કર્યું હતું. આ દિવસે સફેદ અને કાળા તલને પાણીમાં નાખીને સ્નાન કરવું જોઇએ. અગ્નિમાં તલની આહુતિ આપો, મધ અને તલથી ભરેલું માટીનું વાસણ દાન આપો.