તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિસેમ્બરનું છેલ્લું સપ્તાહ:આ સપ્તાહમાં ત્રણ મોટાં વ્રત રહેશે, 31 ડિસેમ્બરથી માગશર મહિનાનો વદ પક્ષ શરૂ થશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્યોતિષીય દૃષ્ટિથી પણ આ સપ્તાહ ખાસ છે, આ દિવસોમાં ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે 6 દિવસ શુભ મુહૂર્ત રહેશે
  • આ સપ્તાહ સૂર્ય નક્ષત્ર બદલશે અને શુક્રનું પણ રાશિ પરિવર્તન થશે

હિંદુ કેલેન્ડરના ડિસેમ્બર મહિનાના છેલ્લા દિવસોમાં ત્રણ મોટાં વ્રત રહેશે. માગશર મહિનાના સુદ પક્ષના છેલ્લા દિવસોમાં પૂનમ તિથિ વ્રત અને સ્નાન-દાન કરવામાં આવશે. આ દિવસે ભગવાન દત્ત અને અન્નપૂર્ણા જયંતી પણ રહેશે. સપ્તાહની શરૂઆતના 3 દિવસ માગશર મહિનાનો સુદ પક્ષ રહેશે. એ પછી 31 ડિસેમ્બરથી માગશર મહિનાનો વદ પક્ષ શરૂ થઇ જશે. જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખૂબ જ ખાસ છે. આ દિવસોમાં સૂર્ય નક્ષત્ર બદલીને પૂર્વાષાઢામાં આવી જશે. ત્યાં જ સપ્તાહના છેલ્લા દિવસે શુક્ર રાશિ બદલીને ધનમાં આવી જશે, સાથે જ આ સપ્તાહ ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે 6 દિવસ શુભ મુહૂર્ત રહેશે.

28 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધીનું પંચાંગ

28 ડિસેમ્બર, સોમવાર - માગશર સુદ પક્ષ ચૌદશ

29 ડિસેમ્બર, મંગળવાર - માગશર સુદ પક્ષ, વ્રતની પૂનમ, દત્ત પૂર્ણિમા

30 ડિસેમ્બર, બુધવાર - માગશર સુદ પક્ષ, પૂર્ણિમા, સ્નાન-દાન પૂનમ

31 ડિસેમ્બર, ગુરુવાર - માગશર વદ પક્ષ, એકમ

1 જાન્યુઆરી, શુક્રવાર - માગશર વદ પક્ષ, બીજ

2 જાન્યુઆરી, શનિવાર - માગશર વદ પક્ષ, ત્રીજ

3 જાન્યુઆરી, રવિવાર - માગશર વદ પક્ષ, ચોથ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-

28 ડિસેમ્બર, સોમવાર - રવિયોગ, સર્વાર્થસિદ્ધિયોગ, અમૃતસિદ્ધિયોગ

29 ડિસેમ્બર, મંગળવાર - રવિયોગ, સૂર્યનો પૂર્વાષાઢ નક્ષત્રમાં પ્રવેશ

30 ડિસેમ્બર, બુધવાર - વાહન ખરીદદારી મુહૂર્ત

31 ડિસેમ્બર, ગુરુવાર - સર્વાર્થસિદ્ધિ અને અમૃતયોગ

1 જાન્યુઆરી, શુક્રવાર - શુક્ર પુષ્ય, વાહન ખરીદદારી મુહૂર્ત

3 જાન્યુઆરી, રવિવાર - પ્રોપર્ટી ખરીદદારી મુહૂર્ત, શુક્રનું રાશિ પરિવર્તન

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો