તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj No Jeevan Mantra Obstacles Are Sure To Come In Every Major Work, We Should Be Ready To Face The Difficulties, Only Then Can You Get Success

આજનો જીવનમંત્ર:દરેક મોટા કામમાં અડચણો આવશે, આપણે મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર રહીશું તો જ સફળતા મળશે

4 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

ગંગાને સ્વર્ગથી ધરતી પર ઉતારવા માટે ભગીરથે આકરી તપસ્યા કરી હતી. આ કામ માટે ભગીરથના પિતા રાજા દિલીપે પણ તપ કર્યું હતું, પરંતુ તેમનું મૃત્યુ થઈ ગયું. ભગીરથે અથાક તપ કર્યું. બ્રહ્માજીને પ્રસન્ન કર્યા.

બ્રહ્માજી પ્રગટ થયા. વરદાન માગવા માટે કહ્યું. ભગીરથે માગ્યું કે મારા પૂર્વજ સગરના પુત્રોની મુક્તિ માટે સ્વર્ગથી દેવનદી ગંગાને ધરતી પર લાવવા ઈચ્છું છું. ગંગાની ધારાથી મારા પૂર્વજોને મુક્તિ મળશે, તેમને નવું જીવન મળશે અને મને એક પુત્રની પ્રાપ્તિ થશે. બ્રહ્માજીએ ભગીરથને આ વરદાન આપ્યું, પરંતુ સાવચેત કર્યા કે જ્યારે ગંગા ધરતી પર ઉતરશે ત્યારે તેના વેગને શાંત કરવા અને બાંધવા માટે કોઈ શક્તિની જરૂર પડશે. નહીં તો, ગંગાની ધારા ધરતી પરથી વહીને જતી રહેશે. આટલી શક્તિ મહાદેવ શિવમાં જ છે. તું તેને આ કામ માટે પ્રસન્ન કર.

બ્રહ્માની વાત માનીને ભગીરથ ફરીથી શિવજીને પ્રસન્ન કરવા તપસ્યા કરવા બેઠા. ભગીરથની તપસ્યાથી શિવ પ્રસન્ન થયા અને તેમણે ભગીરથને વરદાન આપ્યું કે જ્યારે ગંગા સ્વર્ગથી ઉતરશે ત્યારે હું તેને મારી જટામાં સ્થાન આપીશ. ભગીરથને લાગ્યું હવે કામ થઇ જશે. હવે ગંગાન ધરતી પર લાવવામાં કોઈ તકલીફ નહીં થાય, પરંતુ તે સમયે ગંગાને ચિંતા વ્યક્ત કરી કે, શિવ તેને જટામાં સ્થાન આપશે તો તે અપવિત્ર ના થઈ જાય.

ગંગાની આ વાતથી શિવજીને તેમનું અપમાન થયું હોય તેવું લાગ્યું. જ્યારે ગંગા ધરતી પર ઊતરી ત્યારે તેમણે જટામાં સમાવી તો લીધી પણ તેમાં જ રોકી લીધી, ગંગાની ધારા કૈલાશ સુધી આવી, પરંતુ પૃથ્વી પર ના પડી. ભગીરથને ફરીથી શિવને પ્રસન્ન કરવા અને ગંગાને મુક્ત કરવા તપસ્યા કરવી પડી. શિવ પ્રસન્ન થયા અને તેમણે ગંગાને સાત ધારામાં વહેચી. આ સાત ધારામાંથી એક ગંગા બનીને ભગીરથ સાથે આવી.

ગંગાના હિમાલયથી ગંગાસાગર સુધી પહોંચવાના રસ્તામાં ઘણી તકલીફો આવી, પરંતુ ભગીરથે ક્યારેય હાર ના માની, તેઓ મુશ્કેલીઓ પાર કરતા ગયા. તેમની આ લગન જોઇને બ્રહ્માજીએ વરદાન આપ્યું કે, ગંગાનું એક નામ ભાગીરથી હશે. ગંગા ભગીરથની પુરતી તરીકે આખી દુનિયામાં ઓળખાશે.

બોધપાઠ: જો મોટા કામ કરવા છે તો તમારામાં દરેક મુશ્કેલીઓનો સામનો કરવાની અને સમાધાન કરવાની લગન હોવી જોઈએ. જે કામ સરળતાથી પૂરું થાય છે, તેના પરિણામ હંમેશાં શંકાસ્પદ હોય છે.