નવેમ્બરમાં 15 દિવસ તીજ-તહેવાર રહેશે. આ માસની શરૂઆત દીવાઓના પંચપર્વથી થઈ રહી છે. તેમાં ધનતેરસ, રૂપ ચતુર્દશી, દીવાળી, ગોવર્ધન પૂજા અને ભાઈબીજ રહેશે. ત્યારબાદ બીજા અઠવાડિયાની શરૂઆતમાં છઠ્ઠ પૂજાથી થશે અને છેલ્લે આંવલા નવમી વ્રત રહેશે. નવેમ્બરના ત્રીજા સપ્તાહની શરૂઆત તુલસી વિવાહ એટલે કે દેવ પ્રબોધિની એકાદશીની સાથે થશે. આ અઠવાડિયે વૃશ્ચિક સંક્રાંતિ અને કાર્તિક પૂનમ એટલે કે દેવ દિવાળી પર્વ માનવામાં આવશે. આ મહિનાના છેલ્લા સપ્તાહમાં માત્ર 2 જ ખાસ વ્રત રહેશે. નવેમ્બરમાં દેવ પ્રબોધિની એકાદશી પર ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગશે અને ચતુમાર્સ પૂરો થશે. આ દિવસથી જ લગ્ન, ગૃહ પ્રવેશ, અને અન્ય માંગલિક કાર્યોની શરૂઆત થશે.
1. નવેમ્બર, રમા એકાદશીઃ આસો માસ કૃષ્ણ પક્ષની એકાદશીને રમા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. એકાદશી વ્રત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તિથિ ભગવાન વિષ્ણુજીને સમર્પિત છે.
2 નવેમ્બર, ધનતેરસઃ દિવાળી પહેલા ધનતેરસ પર ધન અને સમૃદ્ધિના દેવતા કુબેર ભગવાનની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે કુબેર દેવ પ્રસન્ન થઈને ઘરમાં ધનનો ભંડાર ભેગો કરી દે છે. આ દિવસે ભૌમ પ્રદોષ વ્રત પણ છે.
8 નવેમ્બર, નરક ચતુર્દશીઃ દિવાળીના એક દિવસ પહેલા નરક ચતુર્દશીનો તહેવાર મનાવવામાં આવશે. આસો કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિને નરક ચતુર્દશી, રૂપ ચૌદ, કાલી ચૌદસ, અને નાની દિવાળીના નામે પણ ઓળખવામાં આવે છે.
4 નવેમ્બર, દિવાળીઃ દિવાળી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. દર વર્ષે આસો માસની અમાસના દિવસે મનાવવામાં આવે છે. આ રોશની અને ખુશહાલીનો તહેવાર છે. આ દિવસે માતા લક્ષ્મી અને ગણપતિ મહારાજની પૂજા કરવામાં આવે છે.
5. નવેમ્બર, ગોવર્ધન પૂજાઃ દિવાળીના આગલા દિવસે ગોવર્ધન પૂજાનું વિધાન છે. આ પર્વમાં ગોવર્ધન અને ગાયની પૂજાનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે લોકો ઘરના આગણે ગોબરથી ગોવર્ધન પર્વતનું ચિત્ર બનાવીને ગોવર્ધન ભગવાનની પૂજા કરશે.
6 નવેમ્બર, ભાઈબીજઃ ભાઈબીજ ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક પર્વ છે. બહેન ભાઈના કાંડા પર રક્ષાપોટલી અને માથા પર તિલક કરીને લાંબા આયુષ્ય અને સુખ સમુદ્ધિની કામના કરશે.
8. નવેમ્બર, વિનાયક ચતુર્થીઃ વિનાયક ચતુર્થી વ્રત ગણપતિ મહારાજની કૃપા પ્રાપ્ત કરવા માટે દર મહિને શુક્લ પક્ષની ચતુર્થી તિથિના દિવસે રાખવામાં આવશે.
10 નવેમ્બર, છઠ પૂજાઃ છઠ પૂજા પર્વ કાર્તિત માસ શુક્લ પક્ષની ષષ્ઠી તિથિના રોજ મનાવવામાં આવશે. આ દિવસે છઠ્ઠ માતા અને સૂર્યની પૂજા કરવામાં આવશે. આ પર્વ મુખ્ય રીતે બિહાર, ઝારખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, અને નેપાળના વિસ્તારોમાં મનાવવામાં આવે છે.
12 નવેમ્બર, ગોપાષ્ટમીઃ આ દિવસે ગાયની પૂજા કરવામાં આવશે.
13 નવેમ્બર, આંબલા નવમીઃ આ દિવસે મહિલાઓ અંખડ સૌભાગ્ય અને પરિવારની સમૃદ્ધિની કામનાથી આખો દિવસ વ્રત રાખે છે. આંબળાના ઝાડની પૂજા કરે છે અને આ ઝાડના છાયડામાં બેસીને ભોજન કરે છે. માન્યતા છે કે આવું કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે. લક્ષ્મીજીની કૃપા રહે છે અને આ રીતે પાપ પણ દૂર થઈ જાય છે.
15 નવેમ્બર, દેવઉઠી એકાદશીઃ શુક્લ પક્ષની એકાદશીને દેવઉઠી એકાદશી મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની નિદ્રાસનમાંથી જાગશે અને માંગલિક કાર્ય શરૂ થશે.
16 નવેમ્બર, ભૌમ પ્રદોષઃ પ્રદોષ દર મહિને ત્રયોદશી તિથિના દિવસે રાખવામાં આવે છે. જ્યારે આ તિથિ મંગળવારે આવે છે તો તેને ભૌમ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવજી અને માતા પાર્વતીનું વ્રત કરવામાં આવશે. તે ઉપરાંત મંગલ દેવની આરાધના પણ કરવામાં આવશે.
19 નવેમ્બર, કાર્તિક પૂર્ણમાઃ કાર્તિક પૂર્ણિમાને ગંગા સ્નાન અને ત્રિપુરી પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ગંગા સ્નાનનું મહત્ત્વ છે. માન્યતા છે કે આ દિવસે કોઈ પવિત્ર નદી, જલકુંડ અથવા સરોવરમાં સ્નાન કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે.
23 નવેમ્બર, સંકષ્ટી ચતુર્થીઃ પં. મિશ્રાના અનુસાર, સંકષ્ટી ચતુર્થી વ્રત કૃષ્ણ પક્ષ ચતુર્થીના રોજ રાખવામાં આવશે. ગણેશજીને પ્રથમ દેવ માનવામાં આવે છે, તેથી દરેક શુભ કાર્ય પહેલા તેમની પૂજા કરવામાં આવે છે.
30 નવેમ્બર, ઉત્પન્ના એકાદશીઃ માર્ગશીર્ષ માસ કૃષ્ણ પક્ષની એકાદશીને ઉત્પન્ના એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે એકાદશી વ્રતમાં ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.