29મીએ દત્ત પૂર્ણિમા:ભગવાન દત્તાત્રેયના 24 ગુરુ હતાં, તેમને બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ત્રણેયનું સ્વરૂપ માનવામાં આવે છે

2 વર્ષ પહેલા
  • નાથ સંપ્રદાયના ભગવાન દત્તાત્રેય છે, પૂર્ણિમાએ તેમના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે

દર વર્ષે માગશર મહિનાની પૂનમ તિથિ ભગવાન દત્તાત્રેયના પ્રાકટ્ય દિવસ તરીકે ઊજવાય છે. શૈવ સંપ્રદાયના લોકો તેમને ભગવાન શિવનું સ્વરૂપ માને છે. ત્યાં જ વૈષ્ણવ સંપ્રદાયના લોકો તેમને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માને છે. ત્યાં જ થોડા લોકો ભગવાન દત્તાત્રેયને બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ત્રણેયનું સ્વરૂપ માને છે. દત્તાત્રેયે નાથ સંપ્રદાયની નવનાથ પરંપરાના પણ સ્થાપક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમનો પૃથ્વી ઉપર અવતાર માગશર મહિનાની પૂર્ણિમાના પ્રદોષકાળમાં થયો હતો, જે આ વખતે 29 ડિસેમ્બર, મંગળવારના રોજ છે.

24 ગુરુઓ પાસેથી શિક્ષણ લીધુઃ-
ભગવાન દત્તાત્રેયના ત્રણ માથા છે અને છ હાથ છે. દત્તાત્રેય જયંતીએ તેમના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેમની ગણના ભગવાન વિષ્ણુના 24 અવતારમાં છઠ્ઠા સ્થાને કરવામાં આવે છે. ભગવાન દત્તાત્રેય મહાયોગી અને મહાગુરુના સ્વરૂપમાં પણ પૂજનીય છે. દત્તાત્રેય એક એવા અવતાર છે, જેમણે 24 ગુરુઓ પાસેથી શિક્ષણ લીધું. મહારાજ દત્તાત્રેય આખું જીવન બ્રહ્મચારી, અવધૂત અને દિગંબર રહ્યા હતાં. માન્યતા છે કે, તેઓ સર્વવ્યાપી છે અને કોઇ પ્રકારના સંકટમાં ખૂબ જ જલ્દી ભક્તો ઉપર કૃપા કરે છે. દત્તાત્રેયની ઉપાસનામાં અહંકારને છોડીને અને જ્ઞાન દ્વારા જીવનને સફળ બનવવાનો સંદેશ છે.

આ દિવસે શું કરવુંઃ-

  • આ દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરીને ભગવાન દત્તાત્રેયની પૂજા કરવી જોઇએ
  • પૂજા પછી શ્રી દત્તાત્રેય સ્ત્રોતનો પાઠ કરવો જોઇએ. તેનાથી ભગવાન દત્તાત્રેય પ્રસન્ન થાય છે અને ભક્તોના બધા કષ્ટ દૂર કરે છે.
  • શક્યતા હોય તો આ દિવસે વ્રત કરવું જોઇએ.
  • આ દિવસે તામસિક આહાર કરવો જોઇએ નહીં.
  • આખો દિવસ બ્રહ્મચર્ય અને અન્ય નિયમોનું પાલન કરવું જોઇએ.
  • ભગવાન દત્તાત્રેય સાથે જ ભગવાન વિષ્ણુ અને શિવજીની પૂજા કરવી જોઇએ.

પૌરાણિક કથાઃ-
પૌરાણિક કથા પ્રમાણે એકવાર માતા પાર્વતી, લક્ષ્મી તથા સરસ્વતીએ પોતાના પતિ વ્રત ધર્મ ઉપર ખૂબ જ અભિમાન થઇ ગયું. નારદજીએ તેમના ઘમંડને દૂર કરવા માટે એક પછી એક ત્રણેય દેવીઓ પાસે ગયા અને દેવી અનુસૂયાના પતિ વ્રત ધર્મના ગુણગાન કરવા લાગ્યાં.

ઈર્ષ્યાથી ભરપૂર દેવીઓની જિદ્દના કારણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય અનુસૂયાજીના પતિવ્રત તોડવાની મંશા સાથે પહોંચ્યાં. દેવી અનુસૂયાએ પતિ વ્રત ધર્મના બળે તેમની મંશા જાણી લીધી અને ઋષિના ચરણોનું જળ ત્રણેય દેવો ઉપર છાંટ્યું, જેનાથી તેઓ બાળ સ્વરૂપમાં આવી ગયાં.

દેવી અનુસૂયા તેમને પારણામાં સૂવડાવીને પોતાના પ્રેમ તથા વાત્સલ્યથી ઉછેર કરવા લાગી. પોતાની ભૂલનો પછતાવો થયા પછી ત્રણેય દેવીએ માતા અનુસૂયા પાસે માફી માંગી. માતા અનુસૂયાએ કહ્યું કે આ ત્રણેયે મારું દૂધ પીધું છે, એટલે તેમણે બાળ સ્વરૂપમાં જ રહેવું પડશે. આ સાંભળીને ત્રણેય દેવોએ પોત-પોતાના અંશને ભેગા કરીને એક નવો અંશ પેદા કર્યો, જેમનું નામ દત્તાત્રેય રાખવામાં આવ્યું.