આજનો જીવનમંત્ર:કોઈપણ વાતનો અતિરેક હોવો જોઈએ નહીં, જીવનમાં સંતુલન હોવું ખૂબ જ જરૂરી છે

3 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ખૂબ જ વધારે મહેનત લાગે છે અને તેમાં સમય પણ ખૂબ જ લાગે છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થોડા નક્કી સ્તર છે. એકદમ છલાંગ મારીને જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. ગોતમ બુદ્ધને પણ આ વાતનો અનુભવ થયો હતો.

રામકુમાર સિદ્ધાર્થ પોતાની પત્ની યશોધરા, પુત્ર રાહુલ અને રાજમહેલને છોડીને જંગલ તરફ જતા રહ્યાં હતાં. સિદ્ધાર્થ એવું જ્ઞાન પ્રાપ્ત કરવા ઇચ્છતા હતા જે આત્મજ્ઞાન હોય. તેઓ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ખૂબ જ કોશિશ કરી રહ્યા હતાં. અનેક કોશિશ પછી તેમને જ્ઞાન અને બોધનું અંતર સમજાયું.

એક દિવસ તેઓ જંગલમાં બેઠા હતાં. તે સમયે થોડી મહિલાઓ ગીત ગાઈને બુદ્ધની સામેથી જઈ રહી હતી. ગીતના બોલ અને અર્થ એ હતો કે સિતારના તાર ઢીલા હોવા જોઈએ નહીં કે ખૂબ જ વધારે ખેંચેલાં હોવા જોઈએ નહીં. જો સિતારના તાર ઢીલા હશે તો સુર ખરાબ થઈ જશે અને ખેંચાયેલાં તાર તૂટવાનો ભય રહે છે.

મહિલાઓના ગીતની આ પંક્તિઓ સિદ્ધાર્થે સાંભળી ત્યારે તેમને જ્ઞાન નહીં બોધ પ્રાપ્ત થઈ ગયું. જ્ઞાન એટલે Knowledge અને બોધને Cognition કહી શકાય છે. બોધ અચાનક આવે છે અને જ્યારે આવે છે ત્યારે ઊંડાણપૂર્વક પ્રાપ્ત થાય છે. આ પંક્તિઓથી તેઓ સમજી ગયા કે વાત સંતુલન માટે કહેવામાં આવી રહી છે.

બોધપાઠ- જીવનમાં દરેક વાતનું સંતુલન હોવું જરૂરી છે. વધારે વૈરાગ્ય હોવું જોઈએ નહીં કે વધારે ભોગ પણ હોવો જોઈએ નહીં. જો આ વાતમાં સંતુલન હશે નહીં તો જીવનમાં અશાંતિ જળવાયેલી રહેશે.