શરદ પૂનમની રાતે શ્રીકૃષ્ણએ મહારાસ કર્યો હતો. શ્રીમદ ભાગવત પ્રમાણે આ યૌગિક ક્રિયાથી જ પ્રકૃતિમાં પોઝિટિવ ઊર્જા ફેલાય છે. આ પર્વમાં વ્રજના શ્રીકૃષ્ણ મંદિર સાથે જ ગુજરાતના મંદિરોમાં પણ શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણના અનેક મંદિર છે પરંતુ ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં શામળાજી મંદિર ખૂબ જ સુંદર છે. આ મંદિર ઉત્કૃષ્ટ અને કળાત્મક સુંદરતા માટે પ્રખ્યાત છે. લગભગ 500 વર્ષ પહલાં આ મંદિરનું પુનનર્માણ થયું હતું. આ મંદિર લગભગ 320 ફૂટ ઊંચું છે.
શામળાજી મંદિર ગુજરાતના પ્રમુખ વિષ્ણુ ધામમાંથી એક છે. આ પવિત્ર મેશવો નદીના શ્યામ સરોવર સાથે અરવલ્લી પર્વત શ્રૃંખલા ઉપર સ્થિત છે. ગર્ભગૃહમાં કાળા પથ્થરમાં ભગવાનની પ્રતિમા સ્થાપિત છે. અહીં ભગવાન વિષ્ણુના વાહન ગરુડની પણ પ્રતિમા છે. અહીં ભગવાન કૃષ્ણની પૂજા ગોવાળિયા સ્વરૂપમાં કરવામાં આવે છે. સાથે જ, અહીં ગાયની પ્રતિમાની પણ પૂજા કરવામાં આવે છે.
આ મંદિર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પહેલું સભા મંડપ, અંતરાતળ અને ગર્ભ ગૃહ. મંદિર સફેદ પથ્થરથી બનેલું છે. આ બે માળના મંદિરમાં સ્તંભ બનેલાં છે. જેના ઉપર સુંદર કલાકૃતિ કરવામાં આવી છે. તેની સુંદર ગુંબજવાળી છત અને મુખ્ય મંદિર ઉપર પારંપરિક ઉત્તર ભારતીય શિખર, તેના ખુલ્લા ફળિયાની ભવ્યતાને વધારે છે.
શામળાજી ભારતમાં વિષ્ણુ ભગવાનના 154 સૌથી મહત્ત્વપૂર્ણ સ્થળોમાંથી એક છે. દરેક વર્ષ અહીં કારતક મહિનામાં મેળાનું આયોજન કરવામાં આવે છે. માન્યતા છે કે, આ મંદિર 11મી સદીમાં બનેલું હતું. અહીં છત ઉપર સુંદર કલાકૃતિ કરવામાં આવી છે અને રામાયણ તથા મહાભારતના પ્રસંગોને બહારની દિવાલો ઉપર કોતરવામાં આવ્યાં છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.