તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • There Is A Tradition Of Sri Krishna Worship On The Last Day Of The Month Of Phalgun, By Fasting On This Day, The Age Increases.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસંત પૂર્ણિમા ઉત્સવ:ભગવાન શ્રીકૃષ્ણ વસંત ઋતુના દેવતા છે, ફાગણ મહિનાની પૂનમના દિવસે તેમની વિશેષ પૂજા અને વ્રતની પરંપરા છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રીમદભાગવતમાં શ્રીકૃષ્ણએ કહ્યું છે, હું ઋતુઓમાં વસંત છું, વિષ્ણુધર્મોત્તર પુરાણમાં ફાગણ પૂનમના દિવસે વ્રત કરવાનું મહત્ત્વ જણાવાયું છે
  • વસંત પૂર્ણિમાએ વ્રત કરવાથી ઉંમર વધે છે અને બીમારીઓ સામે લડવાની તાકાત પણ મળે છે

રવિવાર, 28 માર્ચના રોજ ફાગણ મહિનાની પૂનમ છે. તેને વસંત પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. શ્રીમદભાગવતમાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે હું ઋતુઓમાં વસંત છું. એટલે આ પૂર્ણિમાએ ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે વ્રત પણ કરવામાં આવે છે. વિષ્ણુધર્મોત્તર પુરાણ પ્રમાણે ફાગણ મહિનાની પૂર્ણિમાએ વ્રત કરવાથી પાપ દૂર થાય છે અને ઉંમર પણ વધે છે.

વ્રતની પરંપરાઃ ઋતુ પરિવર્તનના દોષથી બચાવઃ-
જ્યારે-જ્યારે ઋતુઓ બદલાય છે ત્યારે-ત્યારે માનસિક અને શારીરિક ફેરફાર પણ થાય છે. જેનાથી શરીરમાં ત્રિદોષ વધે છે એટલે વાત, પિત્ત અને કફના અસંતુલનના કારણે બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે. તેનાથી બચવા માટે હિંદુ કેલેન્ડરના છેલ્લાં દિવસે એટલે પૂનમના દિવસે વ્રત કરવાની પરંપરા બનાવવામાં આવી છે. આ દિવસે વ્રત કરવાથી શરીરમાં હોર્મોન અને અન્ય વસ્તુઓનું સંતુલન જળવાયેલું રહે છે. આ કારણે રોગ સામે લડવાની તાકાત અને ઉંમર વધે છે.

શ્રીકૃષ્ણ પૂજામાં ઉપયોગમાં આવતી વસ્તુઓ જેમ કે, દૂધ, પાણી, પંચામૃત અને માખણ ઉપર ચંદ્રની ખાસ અસર રહે છે
શ્રીકૃષ્ણ પૂજામાં ઉપયોગમાં આવતી વસ્તુઓ જેમ કે, દૂધ, પાણી, પંચામૃત અને માખણ ઉપર ચંદ્રની ખાસ અસર રહે છે

શ્રીકૃષ્ણ પૂજાની પરંપરાઃ-
ફાગણ મહિનાના છેલ્લાં દિવસોમાં ચંદ્ર પોતાની સોળ કળાઓ સાથે આકાશમાં ઉદિત રહે છે. આ દિવસે યોગરાજ શ્રીકૃષ્ણની પૂજા કરવાની પરંપરા બનાવવામાં આવી છે. શ્રીકૃષ્ણ પૂજામાં ઉપયોગમાં આવતી વસ્તુઓ જેમ કે, દૂધ, પાણી, પંચામૃત અને માખણ ઉપર ચંદ્રની ખાસ અસર રહે છે. ચંદ્ર મનનો કારક હોય છે. આ કારણે આ વસ્તુઓથી શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે. શ્રીમદભાગવતમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રીકૃષ્ણની પૂજાથી જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પ્રકારના પાપ દૂર થઇ શકે છે. જેથી વ્યક્તિ નિરોગી રહીને લાંબી ઉંમર જીવે છે.

શ્રીકૃષ્ણ ભગવાનને ચંદન, ચોખા, નાડાછડી, અબીર, ગુલાલ, અત્તર, તુલસી અને જનોઈ સાથે જ બધી પૂજન સામગ્રી ચઢાવવી
શ્રીકૃષ્ણ ભગવાનને ચંદન, ચોખા, નાડાછડી, અબીર, ગુલાલ, અત્તર, તુલસી અને જનોઈ સાથે જ બધી પૂજન સામગ્રી ચઢાવવી

શ્રીકૃષ્ણ પૂજા વિધિઃ-
સૂર્યોદય પહેલાં જાગીને પાણીમાં ગંગાજળના થોડા ટીપા મિક્સ કરીને સ્નાન કરવું. તે પછી શ્રીકૃષ્ણ પૂજા અને આખો દિવસ વ્રત કરવાનો સંકલ્પ લેવો. પછી ઘર કે મંદિરમાં જઇને શુદ્ધ પાણીથી ભગવાનની મૂર્તિ ઉપર જળ ચઢાવવું. પછી તાજુ દૂધ, તે પછી પંચામૃતથી અભિષેક કરવો જોઇએ. આવું કરીને ક્લીં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરવો જોઇએ.

અભિષેક પછી શ્રીકૃષ્ણ ભગવાનને ચંદન, ચોખા, નાડાછડી, અબીર, ગુલાલ, અત્તર, તુલસી અને જનોઈ સાથે જ બધી પૂજન સામગ્રી ચઢાવવી. તે પછી પીળા વસ્ત્ર પહેરાવવા અને માખણમાં મિશ્રી મિક્સ કરીને ભગવાનને ભોગ ધરાવવો. પછી આરતી કરો અને શ્રદ્ધા પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને દાન કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો