• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • There Is A Daily Tradition Of Chanting The Names Of Seven Sages Including Vishwamitra, Kashyap, Vasishta, Vishwamitra Composed The Gayatri Mantra

સપ્ત ઋષિ કોણ છે?:વિશ્વામિત્ર, કશ્યપ, વસિષ્ઠ સહિત સાત ઋષિઓના નામનો જાપ રોજ કરવાની પરંપરા છે, વિશ્વામિત્રએ ગાયત્રી મંત્રની રચના કરી હતી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મત્સ્ય અવતારની કથામાં પણ સપ્ત ઋષિઓનો ઉલ્લેખ છે, માન્યતા છે કે, તેમના નામનો જાપ કરવાથી પાપ કર્મોનો પ્રભાવ દૂર થાય છે

ભગવાન વિષ્ણુના દસ અવતાર જણાવવામાં આવ્યાં છે. તેમાં પહેલો અવતાર મત્સ્ય હતો. કથા પ્રચલિત છે કે, મત્સ્ય અવતાર સમયે આ ધરતી ઉપર પ્રલય આવ્યો હતો. તે સમયે રાજા મનુ સાથે સપ્તઋષિ એક વિશાળ હોડીમાં સવાર હતાં અને મત્સ્ય અવતારમાં ભગવાન વિષ્ણુએ બધા પ્રાણીઓની રક્ષા કરી હતી. સપ્તઋષિઓના નામનો રોજ જાપ કરવો જોઇએ તેવી પરંપરા પ્રચલિત છે. શાસ્ત્રોમાં સપ્તઋષિઓના અનેક શ્લોક પ્રચલિત છે. તેમાંથી એક શ્લોક આ છે-

कश्यपोत्रिर्भरद्वाजो विश्वामित्रोथ गौतमः।

जमदग्निर्वसिष्ठश्च सप्तैते ऋषयः स्मृताः॥

दहंतु पापं सर्व गृह्नन्त्वर्ध्यं नमो नमः॥

આ શ્લોકમાં કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ, વશિષ્ઠ ઋષિઓના નામ જણાવવામાં આવ્યાં છે. તેમના નામનો જાપ કરવાથી બધા જ પાપ નષ્ટ થઇ જાય છે.

કશ્યપ ઋષિઃ- કશ્યપ ઋષિની 17 પત્નીઓ હતી. અદિતિ નામની પત્નીથી બધા દેવતા અને દિતિ નામની પત્નીથી દૈત્યોની ઉત્પત્તિ માનવામાં આવે છે. અન્ય પત્નીઓથી પણ અલગ-અલગ જીવની ઉત્પત્તિ થઇ છે.

અત્રિ ઋષિઃ- ત્રેતાયુગમાં શ્રીરામ, લક્ષ્મણ અને સીતા વનવાસ સમયે અત્રિ ઋષિના આશ્રમમાં રોકાયા હતાં. તેમની પત્ની અનસૂયા હતી. અત્રિ અને અનસૂયાના પુત્ર ભગવાન દત્તાત્રેય છે.

ભારદ્વાજ ઋષિઃ- તેમના પુત્ર દ્રોણાચાર્ય હતાં. ભારદ્વાજ ઋષિએ આયુર્વેદ સહિત અનેક ગ્રંથોની રચના કરી હતી.

વિશ્વામિત્ર ઋષિઃ- તેમણે ગાયત્રી મંત્રની રચના કરી હતી. ભગવાન શ્રીરામ અને લક્ષ્મણના ગુરુ હતાં. વિશ્વામિત્ર જ શ્રીરામ અને લક્ષ્મણને સીતાના સ્વયંવરમાં લઇ ગયાં હતાં. વિશ્વામિત્ર જ્યારે તપ કરી રહ્યા હતાં ત્યારે મેનકાએ તેમનું તપ ભંગ કર્યું હતું.

ગૌતમ ઋષિઃ- અહિલ્યા ગૌતમ ઋષિની પત્ની હતી. ગૌતમ ઋષિએ જ શ્રાપ આપીને અહિલ્યાને પથ્થર બનાવી દીધી હતી. શ્રીરામની કૃપાથી અહિલ્યાએ ફરી પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું હતું.

જમદગ્નિ ઋષિઃ- જમદગ્નિ અને રેણુકાના પુત્ર ભગવાન પરશુરામ છે. પરશુરામે પિતાની આજ્ઞાથી માતા રેણુકાનું માથું કાપી નાખ્યું હતું. તેનાથી જમદગ્નિ પ્રસન્ન થયા અને વરદાન માંગવા માટે કહ્યું હતું. ત્યારે પરશુરામે માતા રેણુકાનું જીવન માંગ્યું હતું. જમદગ્નિએ પોતાના તપના બળે રેણુકાને ફરી જીવિત કરી દીધી હતી.

વશિષ્ઠ ઋષિઃ- ત્રેતાયુગમાં ઋષિ વશિષ્ઠ રાજા દશરથના ચાર પુત્ર રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના ગુરુ હતાં.

અન્ય સમાચારો પણ છે...