દક્ષિણ ભારતનું તીર્થ:કર્ણાટકના હમ્પીમાં 500 વર્ષથી વધારે જૂનું વિરૂપાક્ષ શિવ મંદિર છે, અહીં શિવલિંગ દક્ષિણ દિશા તરફ નમેલું છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માન્યતાઃ આ મંદિરમાં તે શિવલિંગ સ્થાપિત છે જે ભગવાન શિવે રાવણને આપ્યું હતું

કર્ણાટકના હમ્પીમાં સ્થિત વિરૂપાક્ષ મંદિર ભારતના પ્રસિદ્ધિ ઐતિહાસિક મંદિરોમાંથી એક છે. આ મંદિર ઉત્તર કર્ણાટકના બેલ્લારી જિલ્લામાં બેંગ્લોરથી લગભગ 353 કિમી દૂર છે. ત્યાં જ, બેલ્લારીથી તેનું અંતર 74 કિમી છે. એવું માનવામાં આવે છે કે, હમ્પી જ રામાયણ કાળનું કિષ્કિંધા છે. આ મંદિરનો ઇતિહાસ પ્રસિદ્ધ વિજયનગર સામ્રાજ્ય સાથે જોડાયેલો છે. અહીં ભગવાન શિવના વિરૂપાક્ષ રૂપની પૂજા કરવામાં આવે છે. આ મંદિર દ્વવિડ સ્થાપત્ય શૈલીમાં બનેલું છે. 500 વર્ષ પહેલાં આ મંદિરના દ્વાર બન્યાં હતાં. આ મંદિરમાં સ્થાપિત શિવલિંગની વાર્તા રાવણ અને ભગવાન શિવ સાથે જોડાયેલી છે.

ભગવાન શિવે રાવણને શિવલિંગ આપ્યું હતુંઃ-
આ મંદિર ભગવાન વિરૂપાક્ષ અને તેમની પત્ની દેવી પંપાને સમર્પિત છે. વિરૂપાક્ષ, ભગવાન શિવનું જ એક સ્વરૂપ છે. આ મંદિરની મુખ્ય વિશેષતા અહીંનું શિવલિંગ છે જે દક્ષિણ તરફ નમેલું છે. પૌરાણિક કથા પ્રમાણે રાવણ જ્યારે શિવજી દ્વારા આપેલાં શિવલિંગને લઇને લંકા જઇ રહ્યો હતો ત્યારે અહીં રોકાયો હતો. તેણે આ સ્થાને એક વૃદ્ધ વ્યક્તિને શિવલિંગ પકડવા માટે આપ્યું હતું. તે વૃદ્ધ વ્યક્તિએ શિવલિંગ જમીન ઉપર રાખી દીધું, ત્યારથી જ તે શિવલિંગ અહીં સ્થાપિત થઇ ગયું. લાખ કોશિશ કર્યા બાદ પણ તેને ખસેડી શકાયું નહીં.

દીવાલો ઉપર ચિત્રો દ્વારા વાર્તા દર્શાવવામાં આવી છેઃ-
મંદિરની દીવાલો ઉપર તે પ્રસંગના ચિત્ર બનેલાં છે જેમાં રાવણ શિવથી ફરી શિવલિંગને ઉપાડવાની પ્રાર્થના કરી રહ્યા છે અને ભગવાન શિવ તેમને ના પાડી રહ્યા છે. અહીં અર્ધ સિંહ અને અર્ધ મનુષ્યના દેહ ધારણ કરેલાં નૃસિંહની 6.7 મીટર ઊંચી મૂર્તિ છે. દંતકથા પ્રમામે ભગવાન વિષ્ણુએ આ જગ્યાને પોતાના રહેવા માટે ખૂબ જ વિશાળ માની અને ક્ષીરસાગર પાછા જતાં રહ્યાં.

દ્વવિડ સ્થાપત્ય શૈલીમાં નિર્મિતઃ-
તુંગભદ્રા નદીના દક્ષિણ કિનારે હેમ કૂટ પહાડની તળેટી ઉપર બનેલાં આ મંદિરનો દ્વાર 50 મીટર ઊંચો છે. ભગવાન શિવજી સિવાય આ મંદિરમાં ભુવનેશ્વરી અને પંપાની મૂર્તિઓ પણ બનેલી છે. આ મંદિર પાસે નાના-નાના અન્ય મંદિર છે જે અન્ય દેવી-દેવતાઓને સમર્પિત છે. વિરૂપાક્ષ મંદિર વિક્રમાદિત્ય દ્વિતીયની રાણી લોકમાહ દેવી દ્વારા બનાવવામાં આવ્યું હતું. દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં આ મંદિર ઈંટ તથા ચૂનાના પથ્થરથી બનેલું છે. તેને યૂનેસ્કોએ રાષ્ટ્રીય ધરોહરમાં સામેલ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...