તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નૃસિંહ બારસ:ઉત્તરાખંડના ચમોલીમાં ભગવાન નૃસિંહનું 1200 વર્ષ જૂનું મંદિર આવેલું છે, અહીં શિયાળામાં ભગવાન બદરીનાથની પૂજા થાય છે

2 મહિનો પહેલા
  • આ મંદિરમાં આદિ ગુરુ શંકરાચાર્યની ગાદી રહેલી છે, તેમણે જ આ મંદિરની સ્થાપના કરી હતી તેવી માન્યતા છે

આજે ફાગણ મહિનાના સુદ પક્ષની બારસ છે. આ તિથિએ ભગવાન નૃસિંહની પૂજા કરવામાં આવે છે. એટલે તેને નૃસિંહ બારસ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર નૃસિંહ સ્વરૂપમાં થયો હતો. તેમણે આ અવતાર હિરણ્યકશ્યપુના વધ અને ભક્ત પ્રહલાદની રક્ષા માટે ધારણ કર્યો હતો. ઉત્તરાખંડના જોશીમઠમાં ભગવાન નૃસિંહનું લગભગ 1 હજાર વર્ષ કરતા પણ વધારે જૂનું મંદિર છે. જેનો સંબંધ સૃષ્ટિના વિનાશ સાથે માનવામાં આવે છે. આ મંદિરને નૃસિંહ બદરી પણ કહેવામાં આવે છે. અહીં દર્શન કરવાથી બધા સંકટ દૂર થઇ જાય છે. માન્યતા છે કે અહીં ભગવાન નૃસિંહ દરેક ઇચ્છા પૂર્ણ કરે છે.

સામાન્ય દિવસોમાં આ મંદિરમાં લોકોની અવર-જવર આખું વર્ષ રહે છે. ત્યાં જ ઠંડીના દિવસોમાં ભગવાન બદરીનાથ આ મંદિરમાં વિરાજિત રહે છે. અહીં તેમની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે જોશીમઠમાં નૃસિંહ ભગવાનના દર્શન કર્યા વિના બદરીનાથ ધામની યાત્રા પૂરી માનવામાં આવતી નથી.

આ મંદિરમાં મૂર્તિ લગભગ 10 ઈંચની છે અને ભગવાન નૃસિંહ કમળ ઉપર વિરાજિત છે
આ મંદિરમાં મૂર્તિ લગભગ 10 ઈંચની છે અને ભગવાન નૃસિંહ કમળ ઉપર વિરાજિત છે

શાલિગ્રામ પત્થર દ્વારા ભગવાન નૃસિંહની મૂર્તિ બનેલી છેઃ-
મંદિરમાં સ્થાપિત ભગવાન નૃસિંહની મૂર્તિ શાલિગ્રામ પત્થર દ્વારા બનાવવામાં આવી છે. આ મૂર્તિનું નિર્માણ આઠમી સદીમાં કાશ્મીરના રાજા લલિતાદિત્ય યુક્કા પીડાના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું છે અને થોડા લોકોના જણાવ્યા પ્રમાણે આ મૂર્તિ સ્વયં પ્રકટ થઇ ગઈ હતી. મૂર્તિ લગભગ 10 ઈંચની છે અને ભગવાન નૃસિંહ કમળ ઉપર વિરાજિત છે. ભગવાન નૃસિંહ સાથે આ મંદિરમાં બદ્રીનાથ, ઉદ્ધવ અને કુબેરની મૂર્તિઓ પણ સ્થિત છે. મંદિરમાં ભગવાન નૃસિંહની જમણી બાજુ ભગવાન રામ, માતા સીતા, હનુમાનજી અને ગરૂડની મૂર્તિઓ સ્થાપિત છે અને ડાબી બાજુ કાલિકા માતાની પ્રતિમા છે.

મંદિર સ્થાપનાને લઇને અનેક મત મળે છેઃ-
રાજતરંગિણી ગ્રંથ પ્રમાણે 8મી સદીમા કાશ્મીરના રાજા લલિતાદિત્ય મુક્તાપીડ દ્વારા પોતાની દિગ્વિજય યાત્રા દરમિયાન પ્રાચીન નૃસિંહ મંદિરનું નિર્માણ ઉગ્ર નૃસિંહની પૂજા માટે થયું જે ભગવાન વિષ્ણુનો અવતાર છે. આ સિવાય પાંડવો સાથે જોડાયેલી માન્યતા છે કે તેમણે સ્વર્ગરોહિણી યાત્રા દરમિયાન આ મંદિરના મૂળ રાખ્યા હતાં. ત્યાં જ, એક અન્ય મત પ્રમાણે આ મંદિરની સ્થાપના આદિ ગુરુ શંકરાચાર્યે કરી કેમ કે, તેઓ નૃસિંહ ભગવાનને પોતાના આરાધ્ય માનતા હતાં.

પાંડવો સાથે જોડાયેલી માન્યતા છે કે તેમણે સ્વર્ગરોહિણી યાત્રા દરમિયાન આ મંદિરના મૂળ રાખ્યા હતાં
પાંડવો સાથે જોડાયેલી માન્યતા છે કે તેમણે સ્વર્ગરોહિણી યાત્રા દરમિયાન આ મંદિરના મૂળ રાખ્યા હતાં

મંદિરમાં આદિ ગુરુ શંકરાચાર્યની ગાદી પણ રાખવામાં આવી છેઃ-
આ મંદિરમાં આદિ ગુરુ શંકરાચાર્યની ગાદી પણ રાખવામાં આવી છે. કેદારખંડના સનત કુમાર સંહિતામાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન નૃસિંહની મૂર્તિથી તેમનો હાથ તૂટીને પડી જશે ત્યારે વિષ્ણુપ્રયાગની નજીક પટમિલા નામના સ્થાનમાં આવેલ જય અને વિજય નામના પહાડ એકબીજા સાથે મળી જશે અને બદરીનાથના દર્શન થઇ શકશે નહીં. ત્યારે જોશીમઠના તપોવન ક્ષેત્રમાં આવેલ ભવિષ્ય બદરી મંદિરમાં ભગવાન બદરીનાથના દર્શન થશે. કેદારખંડના સનતકુમારમાં પણ આ બાબતનો ઉલ્લેખ મળી આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો