નવરાત્રિની પરંપરા:પૂજામાં જવારા સુખ-સમૃદ્ધિનું પ્રતીક હોય છે, આ વિધાનમાં અનાજના સન્માનનો સંદેશ છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જવારા વાવવા પાછળ ધાર્મિક માન્યતા છે કે અનાજ બ્રહ્મા છે અને તેમનું સન્માન કરવું જોઈએ

નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજા જવારા વિના અધૂરી છે. ઘર હોય કે પૂજા પંડાલમાં માતાના દરબારમાં જવારા ચોક્કસ જોવા મળે છ. જોકે, આ પવિત્ર વિધિમાં કળશ સામે માટીના વાસણમાં જવ વાવવામાં આવે છે

જવને જ જવારા કહેવામાં આવે છે-
જવને જ જવારા કહેવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં મંદિરસ ઘર અને પૂજાના પંડાલમાં માટીના વાસણમાં જવારા વાવવામાં આવે છે. નિયમિત રીતે તેમાં જળ અર્પણ કરવામાં આવે છે. જેથી તે ધીમે-ધીમે અંકુરિત થઈને વધે છે અને લીલા પાક જેવા દેખાય છે. નવરાત્રિ પૂર્ણ થયા પછી તેમને જળમાં પ્રવાહિત કરી દેવામાં આવે છે.

જવારા કેમ વાવવામાં આવે છે-
નવરાત્રિમાં જવ વાવવાની આ પરંપરા પાછળ તર્ક છે કે સૃષ્ટિની શરૂઆતમાં જવ જ સૌથી પહેલો પાક હતો. જવ વાવવાની આ પ્રથા આપણને તે બોધપાઠ આપે છે કે આપણે હંમેશાં આપણાં અનાજનું સન્માન કરવું જોઈએ. આ પાકને આપણે દેવી માતાને અર્પણ કરીએ છીએ. પૂજા ઘરમાં જમીન ઉપર જવ વાવતી સમયે માટીમાં ગોબર મિક્સ કરીને માતા દુર્ગાનું ધ્યાન કરીને જવ વાવવામાં આવે છે.

જવારા સાથે જોડાયેલી ખાસ વાત-

  • જવ વાવવાનું એક અન્ય પૌરાણિક કારણ અને ધાર્મિક માન્યતા છે કે અનાજ બ્રહ્મા છે. એટલે અનાજનું સન્માન કરવું જોઈએ.
  • તેને હવન સમયે દેવી-દેવતાઓને પણ અર્પણ કરવામાં આવે છે.
  • જવ જો ઝડપથી વધે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જો તે કરમાઈ જાય અને યોગ્ય રીતે વધે નહીં તો અશુભ માનવામાં આવે છે.
  • નવરાત્રિ દરમિયાન કરવામાં આવતી કળશ સ્થાપના સમયે તેની નીચે રેતી રાખીને જળ એક લોટામાં ચઢાવવાનું મહત્ત્વ છે.
અન્ય સમાચારો પણ છે...