દાન અને દક્ષિણા કરવાને પુણ્યનું કામ માનવામાં આવે છે, દાન કરવાથી પુણ્યમાં વૃદ્ધિ થાય છે. અનેક જન્મો સુધી આ દાનનું ફળ પ્રાપ્ત થાય છે. મૃત્યુ થયા બાદ પણ દાનનું ફળ પ્રાપ્ત અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. દાન અને દક્ષિણા કરવાથી ભગવાન પણ પ્રસન્ન થાય છે.
ગરીબ હોવા છતાં દાન કરવું તે તમને ભારે પડી શકે છે. આ કારણોસર જો તમે આર્થિક રૂપે સક્ષમ હોવ તો જ દાન કરવું જોઈએ. ગરુડ પુરાણના આચારકાંડમાં નીતિસારના અધ્યાયમાં સુખ અને સમૃદ્ધિ માટે અનેક કામો વિશે જણાવવામાં આવ્યું છે. જેમાંથી એક કામ છે દાન કરવું. ગરુડ પુરાણમાં એક શ્લોકમાં દાનના મહત્ત્વ અને દાન ક્યારે કરવું જોઈએ, તે વિશે જણાવવામાં આવ્યું છે. જો તમે આ નિયમો અપનાવશો તો ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે.
આ શ્લોક ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યો છે. આ શ્લોકનો અર્થ છે કે, જે વ્યક્તિ ગરીબ હોય તેમણે દાન ના કરવું જોઈએ. ગરીબ હોવા છતાં દાન કરવાથી તમે કંગાળ થઈ શકો છો. ઉપરાંત જે પણ દાન કરો તેનો દેખાડો ના કરવો જોઈએ. જે અનુસાર સામર્થ્ય હોય તેટલું જ દાન કરવું જોઈએ. વઘુ પડતું દાન કરવાથી તમને ભારે પડી શકે છે તથા અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ વ્યક્તિએ પોતાની આવકનું 10 ટકા જ દાન કરવું જોઈએ. જે વ્યક્તિને ખરેખર જરૂર હોય તેને જ દાન આપવું જોઈએ, તો જ દાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
સુખી જીવન માટે ગરુડ પુરાણમાં જણાવેલ ખાસ બાબતો
ધન હોય તો કંજૂસ ના બનશો: ગરીબ વ્યક્તિએ દાન ના કરવું જોઈએ, પરંતુ ધન હોય તો કંજૂસી પણ ના કરવી જોઈએ. જો તમે દાન કરવા માટે સક્ષમ છો તો ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરો.
બાળકને સંસ્કારી બનાવો: માતા પિતાએ બાળકને સારા સંસ્કાર આપવા જોઈએ. જે માતા પિતા બાળકને સારા સંસ્કાર આપતા નથી, તેમણે સમાજમાં અપમાનિત થવું પડી શકે છે. આ કારણોસર સારા કર્મ અને વિચાર સાથે બાળકોનું પાલન કરવું જોઈએ.
સ્વયંના લાભ માટે અન્ય લોકોનું નુકસાન ના કરો: ખુદના લાભ માટે અન્ય લોકોનું નુકસાન ના કરશો. આ પ્રકારે કરવાથી તમે પાપના ભાગી બની શકો છો.
અધર્મી લોકોની સંગત ના કરશો: જેવો સંગ તેવો રંગ, જે વ્યક્તિની સંગત હોય છે તે વ્યક્તિની સૌથી વધુ અસર આવે છે. આ કારણોસર અધર્મી અને ખોટા વ્યક્તિની સંગત ના કરશો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.