22 જૂન, બુધવાર, જેઠ મહિનાના વદ પક્ષની નોમ તિથિએ સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. સૂર્ય 6 જુલાઈ સુધી આ નક્ષત્રમાં રહેશે. બુધની રાશિમાં સૂર્ય હોવાથી અને બુધવારે જ નક્ષત્ર બદલાવાથી આ વખતે વરસાદ ખેડૂત અને ખેતીને લગતા વેપાર કરનારા લોકો માટે સમય સારો રહેશે. ગ્રંથોમાં કહેવાયું છે કે જ્યારે સૂર્ય અર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે પૃથ્વી રજસ્વલા હોય છે. એટલે કે, આ સમય બીજ વાવવા માટે યોગ્ય છે.
આર્દ્રા નક્ષત્રના દેવતા રૂદ્ર છે. જેઓ તોફાન અને વાવાઝોડાના સ્વામી છે. તેઓ કલ્યાણકારી ભગવાન શિવનું જ સ્વરૂપ છે. આ નક્ષત્રના સ્વામી રાહુ છે. જે ધરતીના ઉત્તરી ધ્રુવ પણ છે. આ નક્ષત્રમાં જાનવરો સાથે જોડાયેલાં કામ કરવામાં આવે છે. આ ઉર્ઘ્વમુખ નક્ષત્ર છે. એટલે આ નક્ષત્રમાં ઉપરની તરફ ગતિ થતાં કામ કરવામાં આવે છે. એટલે જ્યારે સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં હોય છે ત્યારે બીજ વાવવામાં આવે છે અને ખેતીની શરૂઆત થાય છે. એટલે જ્યોતિષીઓ પ્રમાણે આર્દ્રા નક્ષત્રમાં સૂર્યના આવવાથી વરસાદનું વાતાવરણ શરૂ થઈ જાય છે.
સૂર્યની ગતિમાં ફેરફારથી ઋતુઓ બદલાય છે
સૂર્ય કોઈપણ રાશિમાં એક મહિના સુધી રહે છે. આ પ્રકારે 2 રાશિઓ બદલે ત્યારે વાતાવરણ પણ બદલાય છે. જેમ કે, સૂર્ય જ્યારે વૃષભ અને મિથુન રાશિમાં રહે છે ત્યારે 15 મેથી ગ્રીષ્મ ઋતુ શરૂ થઈ જાય છે. તે પછી વર્ષા ઋતુ દરમિયાન કર્ક અને સિંહ રાશિમાં સૂર્ય રહે છે. પછી કન્યા અને તુલા રાશિમાં જ્યારે સૂર્ય પ્રવેશ કરે છે ત્યારે શરદ ઋતુ હોય છે. તે પછી વૃશ્ચિક અને ધન રાશિમાં સૂર્ય રહે ત્યારે હેમંત અને મકર-કુંભમાં હોય ત્યારે શિશિર ઋતુ હોય છે. પછી મીન અને મેષમાં જ્યારે સૂર્યનો પ્રવેશ થાય છે ત્યારે વસંત આવે છે.
સૂર્ય ગ્રહને સંસારની આત્મા કહેવામાં આવે છે
ડો. મિશ્ર જણાવે છે કે જ્યોતિષ અને ભારતીય સંસ્કૃતિમાં સૂર્યનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન સૂર્ય ઊર્જાના પ્રતીક છે અને આરોગ્યના કારક છે. સાથે જ, ભગવાન સૂર્યને સંસારની આત્મા કહેવામાં આવે છે અને તેઓ પ્રકૃતિનું કેન્દ્ર પણ છે. સૂર્યના નક્ષત્ર પરિવર્તનના દિવસે સાધુ-સંતો સાથે બ્રાહ્મણો અને ગરીબોને ભોજન કરાવી અને વસ્ત્ર દાન કરવું જોઈએ. સાથે જ, ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ. પક્ષીઓ માટે માળો બાંધવો જોઈએ. વિષ્ણુ અને શિવજીની કૃપા ભક્તો ઉપર હંમેશાં રહે છે.
સૂર્યને અર્ઘ્ય આપવાથી ઉંમર વધે છે
સૂર્યના આર્દ્રા નક્ષત્રમાં આવવાથી ખીર-પુરી અને અનેક પ્રકારના પકવાન બનાવવામાં આવે છે. ઉગતા સૂર્યને અર્ઘ્ય આપીને પૂજા અને સ્વાગત કરવામાં આવે છે. માન્યતા છે કે આ પરંપરાથી બીમારીઓ દૂર થાય છે અને ઉંમર વધે છે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આર્દ્રા નક્ષત્ર ઉપર રાહુનો ખાસ પ્રભાવ રહે છે. જે મિથુન રાશિમાં આવે છે. જ્યારે સૂર્ય આ નક્ષત્રમાં હોય છે ત્યારે પૃથ્વી રજસ્વલા થાય છે. આ નક્ષત્ર ઉત્તર દિશાના સ્વામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.