તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તીર્થ:મંદિરનો અનોખો રિવાજ; દેવી માતાના આ મંદિરમાં પતિ-પત્નીનું એકસાથે પૂજા કરવું વર્જિત મનાય છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશ-દુનિયામાં વિવિધ ધાર્મિક સ્થળ છે જે પોતાના ઇતિહાસ સાથે જ થોડી અનોખી પરંપરાઓના કારણે પ્રચલિત છે. આવું જ એક મંદિર હિમાચલ પ્રદેશમાં છે. મોટાભાગે હિંદુ પરંપરાઓ અને યજ્ઞ-પૂજનમાં પતિ-પત્નીનું એકસાથે સામેલ થવું મંગળકારી માનવામાં આવે છે, પરંતુ અહીં એક એવો રિવાજ છે જેના કારણે પતિ-પત્ની એકસાથે દર્શન-પૂજા કરી શકતાં નથી. કહેવાય છે કે જો પતિ-પત્ની એકસાથે આ મંદિરમાં દર્શન કરી લે, તો તેમના જીવનમાં અનેક કષ્ટ આવે છે અને તેમણે અલગ થવું પડી શકે છે. આ મંદિર શિમલાના રામપુર નામના સ્થાને સ્થિત છે.

અહીં દૂર-દૂરથી લોકો શ્રાઈ કોટિ માતાના દર્શન કરવા આવે છે. જોકે, જ્યારે પતિ-પત્ની અહીં દર્શન કરવા આવે છે ત્યારે તેઓ અલગ-અલગ જ માતાના દર્શનકરે છે.

મંદિર સાથે જોડાયેલી પ્રાચીન કથાઃ-
મંદિર સાથે એક પ્રાચીન કથા પણ જોડાયેલી છે. કહેવાય છે કે તેનો સંબંધ ભગવાન શિવના પરિવાર સાથે છે. એકવાર ભગવાન શિવજી પોતાના બંને પુત્રો ગણેશ અને કાર્તિકેયજીને બ્રહ્માંડની યાત્રા કરવા માટે કહ્યું ત્યારે કાર્તિકેયજીએ બ્રહ્માંડ યાત્રા શરૂ કરી અને ગણેશજી પોતાના માતા-પિતાને જ બ્રહ્માંડ માનીને તેમની પરિક્રમા કરવા લાગ્યાં.

કાર્તિકેયજીને બ્રહ્માંડની યાત્રા કરવામાં સમય લાગ્યો. જ્યારે તેઓ આવ્યાં ત્યારે ગણેશજીના લગ્ન થઇ ગયાં હતાં. તેનાથી કાર્તિકેયજી ગુસ્સે થઇ ગયાં. તેમણે પ્રતિજ્ઞા કરી લીધી કે તેઓ ક્યારેય લગ્ન કરશે નહીં.

જ્યારે માતા પાર્વતીને કાર્તિકેયજીની આ પ્રતિજ્ઞા અંગે જાણ થઇ ત્યારે તેઓ પણ નિરાશ થયાં. તેમણે કહ્યું કે જે પણ પતિ-પત્ની એકસાથે આ મંદિરમાં દર્શન કરશે તેમણે ભવિષ્યમાં અલગ થવું પડશે. આ કારણે આજે પણ અહીં દંપત્તિઓ એકસાથે પૂજા કરી શકતાં નથી. લોકોની માન્યતા છે કે જે પણ ભક્ત અહીં મંદિરની આ પરંપરાનું પાલન કરીને દર્શન કરે છે, તેમની બધી જ મનોકામનાઓ માતા ભગવતી પૂર્ણ કરે છે.

આ મંદિરે કઇ રીતે પહોંચવુંઃ-
શ્રાઈ કોટિ પહોંચવા માટે સૌથી પહેલાં શિમલા જવું પડશે. તે પછી નારકંડા અને મશ્નુ ગામ થઇને અહીં પહોંચી શકાય છે. શિમલાથી માતાના મંદિરે પહોંચવા માટે સ્થાનિક વાહન સાધનોની મદદ લઇ શકાય છે. આ સિવાય શિમાલ રેલ કે હવાઈ માર્ગ દ્વારા પણ તમે માતાના દરબારમાં પહોંચી શકો છો. ત્યાં જ રેલ માર્ગ માટે તમે શિમલા રેલ્વે સ્ટેશનની મદદ લઇ શકો છો અને હવાઈ માર્ગ માટે તમે ચંડીગઢ કે દિલ્હી એરપોર્ટથી જઇ શકાય છે.