• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The Unique Ardhanarishwar Shivling Of Kangra In Himachal Pradesh Is A Shivling In Two Parts, In Which Distances Vary By Themselves.

શ્રાવણમાં 30 શિવમંદિરોનાં દર્શન:હિમાચલના કાંગડાનું અનોખું અર્ધનારીશ્વર શિવલિંગ, બે ભાગમાં વિભાજિત શિવલિંગ જેમાં આપમેળે અંતર ઘટતું-વધતું રહેછે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરાવીશું.
  • કાઠગઢનું શિવલિંગ બે ભાગમાં વિભાજિત થયેલું છે, ગ્રહ નક્ષત્રોના આધારે તેમની વચ્ચેનું અંતર ઘટતું-વધતું રહે છે

હિમાચલ પ્રદેશને દેવભૂમિ કહેવામાં આવે છે. અહીં અનેક પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. કાંગડા જિલ્લામાં એક ખૂબ જ અનોખું શિવલિંગ છે. અહીંના કાઠગઢ મહાદેવ મંદિરમાં શિવલિંગ અર્ધનારીશ્વર રૂપમાં છે. સાથે જ શિવ-પાર્વતી સ્વરૂપમાં વિભાજિત અહીંના શિવલિંગના બંને ભાગની વચ્ચે આપમેળે અંતર વધતું-ઘટતું રહે છે.

ગ્રહો અને નક્ષત્રો પ્રમાણે અંતર વધતું-ઘટતું રહે છેઃ-
આ મંદિરને વિશ્વનું એકમાત્ર એવું મંદિર માનવામાં આવે છે, જ્યાં શિવલિંગ બે ભાગમાં વિભાજિત થયેલું છે. માતા પાર્વતી અને ભગવાન શિવના બે વિવિધ રૂપમાં વિભાજિત શિવલિંગમાં ગ્રહો-નક્ષત્રોના પરિવર્તન પ્રમાણે તેમના બંને ભાગની વચ્ચેનું અંતર વધતું-ઘટતું રહે છે. ગરમીની ઋતુમાં આ સ્વરૂપ બે ભાગમાં વિભાજિત થઇ જાય છે અને શિયાળામાં ફરીથી એક રૂપ ધારણ કરી લે છે.

કાઠગઢનું શિવલિંગ બે ભાગમાં વિભાજિત થયેલું છે, ગ્રહ નક્ષત્રોના આધારે તેમની વચ્ચેનું અંતર ઘટતું-વધતું રહે છે
કાઠગઢનું શિવલિંગ બે ભાગમાં વિભાજિત થયેલું છે, ગ્રહ નક્ષત્રોના આધારે તેમની વચ્ચેનું અંતર ઘટતું-વધતું રહે છે

સિકંદરે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું-
ઐતિહાસિક માન્યતા પ્રમાણે કાઠગઢ મહાદેવ મંદિરનું નિર્માણ સૌથી પહેલાં સિકંદરે કરાવ્યું હતું. આ શિવલિંગથી પ્રભાવિત થઇને સિકંદરે શિખર ઉપર મંદિર બનાવવા માટે અહીંની જમીનને સમતલ કરાવીને અહીં મંદિર બનાવ્યું હતું.

અર્ધનારીશ્વર શિવલિંગનું સ્વરૂપઃ-
બે ભાગમાં વિભાજિત શિવલિંગનું અંતર ગ્રહ તથા નક્ષત્ર પ્રમાણે ઘટતું-વધતું રહે છે અને શિવરાત્રિએ શિવલિંગના બે ભાગ મળી જાય છે. અહીંના શિવલિંગ કાળા-વાદળી રંગના છે. શિવરૂપમાં પૂજવામાં આવતાં શિવલિંગની ઊંચાઈ લગભગ 7-8 ફૂટ છે અને પાર્વતી સ્વરૂપમાં પૂજવામાં આવતાં શિવલિંગની ઊંચાઈ લગભગ 5-6 ફૂટ છે.

શિવરૂપમાં પૂજવામાં આવતાં શિવલિંગની ઊંચાઈ લગભગ 7-8 ફૂટ છે અને પાર્વતી સ્વરૂપમાં પૂજવામાં આવતાં શિવલિંગની ઊંચાઈ લગભગ 5-6 ફૂટ છે
શિવરૂપમાં પૂજવામાં આવતાં શિવલિંગની ઊંચાઈ લગભગ 7-8 ફૂટ છે અને પાર્વતી સ્વરૂપમાં પૂજવામાં આવતાં શિવલિંગની ઊંચાઈ લગભગ 5-6 ફૂટ છે

શિવરાત્રિએ ખાસ મેળાનું આયોજન થાય છેઃ-
શિવરાત્રિના તહેવાર પર દર વર્ષે અહીં ત્રણ દિવસ મેળો યોજાય છે. શિવ અને શક્તિના અર્ધનારીશ્વર સ્વરૂપના સંગમના દર્શન કરવા માટે અહીં અનેક ભક્ત આવે છે. આ સિવાય શ્રાવણ મહિનામાં અહીં ભક્તોની ભીડ જોવા મળી શકે છે.

મંદિર સુધી કેવી રીતે પહોંચવુંઃ-
પંજાબ, હરિયાણા અને દેશના અન્ય રાજ્યોથી બસ દ્વારા સફર કરી મંદિર સુધી પહોંચતા ભક્તોએ પઠાણકોટ-જાલંધર રાષ્ટ્રીય રાજમાર્ગ-1એ પર આવેલ પંજાબના મીરથલ નામના ગામમાં ઉતરકીને મિલિટ્રી એરિયા પાર કરી લગભગ 2 કિલોમીટરનું અંતર કાપીને મંદિર સુધી પહોંચી શકાય છે. મીરથલ ગામથી શ્રદ્ધાળુઓના મંદિર સુધી પહોંચવા માટે રિક્ષાની સુવિધા પણ મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...