તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Dharm darshan
 • Dharm
 • The Tradition Of Worshiping The Sun On This Day, As It Is Akhatrij, In This Festival, The Inexhaustible Virtue Of Bathing Can Be Found.

આજે વૃષભ સંક્રાંતિ:આ દિવસે સૂર્ય પૂજા કરવાની પરંપરા, અખાત્રીજ હોવાથી આ પર્વમાં સ્નાન-દાનનું અક્ષય પુણ્ય મળી શકશે

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બીમારીઓથી બચવા માટે વૃષભ સંક્રાંતિએ સૂર્ય સાથે ભગવાન શિવજીની પણ પૂજા કરવામાં આવે છે

14 મે, શુક્રવારે એટલે આજે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાથી વૃષભમા આવી ગયો છે. આ દિવસે વૃષભ સંક્રાતિ પર્વ ઊજવવામાં આવશે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂર્યના સંક્રમણ કાળ એટલે સંક્રાંતિ સમયે પૂજા અને દાન કરવાથી અનેક ગણું પુણ્ય ફળ મળી શકે છે. એટલે આ પર્વમાં સ્નાન, દાન, વ્રત અને પૂજા-પાઠ કરવાની પરંપરા છે. મહાભારતમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂર્ય સંક્રાંતિ પર્વમાં કરવામાં આવેલ શ્રાદ્ધથી પિતૃઓ સંતુષ્ટ થઇને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

વૃષભ સંક્રાંતિ પર્વ હિંદુ કેલેન્ડરના વૈશાખ મહિનામાં ઊજવવામાં આવે છે, પરંતુ ક્યારેક તિથિઓની વધ-ઘટ થવાથી જેઠ મહિનામાં પણ આ પર્વ ઊજવવામાં આવે છે. આ વખતે વૈશાખ મહિનામાં સંક્રાંતિ હોવાથી આ પર્વમાં તીર્થ સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. વૃષભ સંક્રાંતિ પર્વમા સૂર્યદેવ અને ભગવાન વિષ્ણુ શિવના ઋષભરૂદ્ર સ્વરૂપની પૂજા કરવી જોઈએ. જેથી દરેક પ્રકારની બીમારીઓ અને પરેશાનીઓ દૂર થાય છે. કોરોના મહામારીના કારણે તીર્થ સ્નાન કરવું શક્ય નથી. એટલે ઘરના પાણીમા જ ગંગાજળ કે કોઇ પવિત્ર નદીના જળના 3 ટીપા મિક્સ કરીને સ્નાન કરી લેવું જોઈએ.

પૂજા વિધિઃ-

 • સવારે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું
 • ઉગતા સૂર્યને જળ ચઢાવો અને પૂજા કરો
 • આખો દિવસ વ્રત અને દાન કરવાનો સંકલ્પ લો
 • પીપળા અને તુલસીને જળ ચઢાવો
 • ગાયને ઘાસ કે અનાજ ખવડાવો
 • પાણીથી ભરેલો ઘડો દાન કરવાથી પુણ્ય મળે છે.
 • સૂર્યોદયથી બે પ્રહર પૂર્ણ થયા પહેલાં એટલે દિવસના 12 વાગ્યા પહેલાં પિતૃઓની શાંતિ માટે તર્પણ કરવું જોઈએ.

સંક્રાંતિ પર્વમાં ગૌદાનનું મહત્ત્વઃ-
વૃષભ સંક્રાંતિ પર્વ ઊજવતા લોકોએ જમીન ઉપર સૂવું જોઈએ. આખો દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આખો દિવસ જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ. કોશિશ કરવી કે આ દિવસે મીઠાનું સેવન કરવુ નહીં. આ પર્વમા ભગવાન સૂર્ય, વિષ્ણુ અને શિવજીની પૂજા કરવી જોઈએ. આ સિવાય પિતૃ શાંતિ માટે તર્પણ કરવાનું પણ મહત્ત્વ છે. વૃષભ સંક્રાંતિના દિવસે ગૌ દાનને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

પુરાણો પ્રમાણે આ સંક્રાંતિએ ગૌ દાન કરવાથી દરેક પ્રકારના સુખ મળે છે. પાપ દૂર થાય છે અને પરેશાનીઓથી પણ છુટકારો મળે છે. ગૌદાન કરી શકો નહીં તો ગાય માટે એક અથવા વધારે દિવસનો ચારો દાન કરો. આ પ્રકારે દાન કરવાથી પાપ દૂર થાય છે.