અષાઢમાં વામન પૂજાની પરંપરા:અષાઢ મહિનામાં વામન પૂજાની પરંપરા પાતાળના રાજા દાનવીર બલિ સાથે જોડાયેલી છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્કંદ અને વામન પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે અષાઢ મહિનામાં વામન પૂજાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે

સ્કંદ પુરાણ પ્રમાણે અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવી જોઈએ. કેમ કે આ મહિનાના દેવતા ભગવાન વામન જ છે. એટલે અષાઢ મહિનાના સુદ પક્ષની બારસ તિથિએ ભગવાન વામનની વિશેષ પૂજા અને વ્રતની પરંપરા છે. વામન પુરાણ પ્રમાણે અષાઢ મહિના દરમિયાન ભગવાન વિષ્ણુના આ અવતારની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. સંતાન સુખ મળે છે, જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ અને શારીરિક પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે.

ગુરુવારે વિશેષ પૂજા અને વ્રત
ગ્રંથોમા અષાઢ મહિનાના ગુરુવારે ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપની પૂજાનું વિશેષ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ દિવસે વ્રત અને પૂજા પછી નાના બાળકોને ભગવાન વામનનું સ્વરૂપ માનીને ભોજન કરાવવામાં આવે છે અને જરૂરિયાતમંદ વસ્તુઓનું દાન પણ કરવામાં આવે છે. સાથે જ, આ મહિનાની બે એકાદશી તિથિમા ભગવાન વામનની પૂજા પછી અનાજ અને જળનું દાન કરવામાં આવે છે.

આ મહિનાની બે એકાદશી તિથિમા ભગવાન વામનની પૂજા પછી અનાજ અને જળનું દાન કરવામાં આવે છે.
આ મહિનાની બે એકાદશી તિથિમા ભગવાન વામનની પૂજા પછી અનાજ અને જળનું દાન કરવામાં આવે છે.

વામન અવતાર શું હતો
સતયુગમા અસુર બલિએ દેવતાઓને પરાજિત કરીને સ્વર્ગલોક ઉપર અધિકાર કરી લીધો હતો. તે પછી બધા દેવતા ભગવાન વિષ્ણુ પાસે મદદ માગવા પહોંચ્યાં. ત્યારે વિષ્ણુજીએ દેવમાતા અદિતિના ગર્ભથી વામન સ્વરૂપમા અવતાર લીધો. તે પછી એક દિવસ રાજા બલિ યજ્ઞ કરી રહ્યા હતાં, ત્યારે વામનદેવ બલિ પાસે ગયા અને ત્રણ પગ ધરતી દાન માગી

શુક્રાચાર્યએ ના પાડી હોવા છતાં પણ રાજા બલિએ વામનદેવને ત્રણ પગ ધરતી દાનમાં આપવાનું વચન આપી દીધું. તે પછી વામનદેવે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું અને એક પગ ધરતી અને બીજો પગ સ્વર્ગલોકમાં રાખી દીધો. ત્રીજો પગ રાખવા માટે કોઈ સ્થાન હતું નહીં તો બિલએ વામનને પોતાના માથા ઉપર પગ રાખવા માટે કહ્યું.

વામનદેવે જેવો બલિના માથા ઉપર પગ રાખ્યો, તે પાતાળ લોક પહોંચી ગયો. બલિની દાનવીરતાથી પ્રસન્ન થઈને ભગવાને તેને પાતાળલોકનો સ્વામી બનાવી દીધો અને બધા દેવતાઓને તેમનું સ્વર્ગલોક પાછું આપી દીધું.