તિથિ-તહેવાર:શરદ પૂર્ણિમાએ લક્ષ્મી પૂજાની પરંપરા છે, આ પર્વને લક્ષ્મીજીનો પ્રાકટ્ય દિવસ માનવામાં આવે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માન્યતાઃ શરદ પૂર્ણિમાએ લક્ષ્મીજી પૃથ્વી ઉપર આવે છે અને જે લોકો રાતે તેમની પૂજા કરે છે તેમનાથી પ્રસન્ન થાય છે

મંગળવાર, 19 ઓક્ટોબર એટલે આજે અને બુધવાર, 20 ઓક્ટોબરના રોજ આસો મહિનાની પૂનમ છે, જેને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. માન્યતા છે કે આ જ તે દિવસ છે જ્યારે ચંદ્ર પોતાની 16 કળાઓથી ધરતી ઉપર અમૃતની વર્ષા કરે છે. શરદ પૂર્ણિમાને કોજાગર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે ધનની દેવી લક્ષ્મી રાતે ભ્રમણ કરીને કહે છે, કો જાગ્રિતિ। જેનો અર્થ થાય છે કે, કોણ જાગી રહ્યું છે? કહેવાય છે કે, જે પણ વ્યક્તિ શરદ પૂર્ણિમાએ રાતે જાગે છે તેમના ઉપર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

કોજાગર પૂર્ણિમા-
માન્યતા છે કે, શરદ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીનું પ્રાકટ્ય થયું હતું. આ કારણે દેશના અનેક ભાગમાં આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, જેને કોજાગરી લક્ષ્મી પૂજાના નામથી ઓળખવામાં આવે છે. ઓરિસ્સામાં શરદ પૂર્ણિમાને કુમાર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે કુંવારી યુવતીઓ સુયોગ્ય વર માટે ભગવાન કાર્તિકેયની પૂજા કરે છે. યુવતીઓ સવારે સ્નાન કરીને સૂર્યને ભોગ ધરાવે છે અને દિવસભર વ્રત રાખે છે, સાંજના સમયે ચંદ્રની પૂજા કર્યા બાદ પોતાનું વ્રત ખોલે છે.

માન્યતાઃ શરદ પૂર્ણિમાએ લક્ષ્મીજી પૃથ્વી ઉપર આવે છે અને જે લોકો રાતે તેમની પૂજા કરે છે તેમનાથી પ્રસન્ન થાય છે
માન્યતાઃ શરદ પૂર્ણિમાએ લક્ષ્મીજી પૃથ્વી ઉપર આવે છે અને જે લોકો રાતે તેમની પૂજા કરે છે તેમનાથી પ્રસન્ન થાય છે

લક્ષ્મીજીનો પ્રાકટ્ય દિવસ-
પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે સમુદ્ર મંથન થઇ રહ્યું હતું ત્યારે આસો મહિનાની પૂર્ણિમાએ મંથન દ્વારા મહાલક્ષ્મી પ્રકટ થયાં હતાં. દેવી લક્ષ્મીના પ્રકટ થવાથી આ દિવસને પર્વ કહેવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને કૌમુદ્રી વ્રત રાખવામાં આવે છે.

શ્રીકૃષ્ણનો મહારાસ-
શ્રીમદભાગવત ગીતા પ્રમાણે શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન કૃષ્ણએ એવી વાંસળી વગાડી કે, જેના અવાજથી સંમોહિત થઇને વૃંદાવનની ગોપીઓ તેમની તરફ આકર્ષિત થઇને પહોંચી ગઇ. તે રાતે શ્રીકૃષ્ણએ મહારાસ રચાવ્યો હતો. આ એક યૌગિક ક્રિયા હોય છે. જેનો ઉલ્લેખ દેવી ભાગવતમાં કરવામાં આવ્યો છે. મહારાસ દરમિયાન શ્રીકૃષ્ણની શક્તિના અંશ જ ગોપીઓનું સ્વરૂપ લઇને કૃષ્ણની આસપાસ ફરે છે. આવું કરવાની સાથે જ પ્રકૃતિમાં ઊર્જા ફેલાય છે. એટલે જ તેને મહારાસ કહેવામાં આવે છે.

શરદ પૂર્ણિમાએ રાતે ખીરનું સેવન કરવું આ વાતનું પ્રતીક છે કે, ઠંડીની ઋતુમાં આપણે ગરમ ખીર ખાવી જોઇએ, કેમ કે, આ જ વસ્તુઓ દ્વારા ઠંડીમાં શક્તિ મળે છે
શરદ પૂર્ણિમાએ રાતે ખીરનું સેવન કરવું આ વાતનું પ્રતીક છે કે, ઠંડીની ઋતુમાં આપણે ગરમ ખીર ખાવી જોઇએ, કેમ કે, આ જ વસ્તુઓ દ્વારા ઠંડીમાં શક્તિ મળે છે

ખીર કેમ ખાવામાં આવે છે-
શરદ પૂર્ણિમાથી વાતાવરણમાં ફેરફારની શરૂઆત થાય છે. આ તિથિ પછી વાતાવરણમાં ઠંડક વધવા લાગે છે. ઠંડીની શરૂઆત થાય છે. શરદ પૂર્ણિમાએ રાતે ખીરનું સેવન કરવું આ વાતનું પ્રતીક છે કે, ઠંડીની ઋતુમાં આપણે ગરમ ખીર ખાવી જોઇએ, કેમ કે, આ જ વસ્તુઓ દ્વારા ઠંડીમાં શક્તિ મળે છે. ખીરમાં દૂધ, ચોખા, સૂકા મેવા વગેરે પૌષ્ટિક વસ્તુઓ ઉમેરવામાં આવે છે. જે શરીર માટે ફાયદાકારક હોય છે. આ વસ્તુઓના કારણે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. સારું સ્વાસ્થ્ય મળે છે.

માન્યતા છે કે આ રાતે ચંદ્રમા દ્વારા અમૃતની વર્ષા થાય છે-
શરદ પૂર્ણિમા સાથે જોડાયેલી અનેક માન્યતાઓ છે. માન્યતા પ્રમાણે આ તિથિની રાતે ચંદ્રના કિરણો અમૃતમયી ગુણોથી યુક્ત રહે છે, જે અનેક બીમારીઓથી બચાવે છે. આ જ કારણ છે કે, રાતે લોકો પોતાના ઘરની અગાસીમાં ખીર બનાવે છે. ખીર ઉપર ચંદ્રના કિરણો પડે છે. જેનું સેવન કરવામાં આવે છે.

મહારાસ દરમિયાન શ્રીકૃષ્ણની શક્તિના અંશ જ ગોપીઓનું સ્વરૂપ લઇને કૃષ્ણની આસપાસ ફરે છે. આવું કરવાની સાથે જ પ્રકૃતિમાં ઊર્જા ફેલાય છે. એટલે જ તેને મહારાસ કહેવામાં આવે છે.
મહારાસ દરમિયાન શ્રીકૃષ્ણની શક્તિના અંશ જ ગોપીઓનું સ્વરૂપ લઇને કૃષ્ણની આસપાસ ફરે છે. આવું કરવાની સાથે જ પ્રકૃતિમાં ઊર્જા ફેલાય છે. એટલે જ તેને મહારાસ કહેવામાં આવે છે.

શરદ પૂર્ણિમાઃ શ્રીકૃષ્ણનો મહારાસ અને લક્ષ્મીજીનું પ્રાકટ્ય-

1. મહારાસઃ આ દિવસે શ્રીકૃષ્ણ મહારાસ કરે છે. આ એક યૌગિક ક્રિયા છે. તેમાં ભગવાન કૃષ્ણની જ શક્તિના અંશ ગોપિકાઓનું સ્વરૂપ લઇને એક જગ્યાએ ભેગા થાય છે. ચંદ્રના પ્રકાશ દ્વારા પ્રકૃતિમાં ઊર્જા ફેલાવવા માટે આ ક્રિયા થાય છે. દેવી ભાગવતમાં મહારાસ અંગે જણાવવામાં આવ્યું છે.

2. લક્ષ્મી પ્રાકટ્ય દિવસઃ કહેવાય છે કે, જ્યારે સમુદ્ર મંથન થઇ રહ્યું હતું ત્યારે આસો મહિનાની પૂનમે મંથન દ્વારા મહાલક્ષ્મી પ્રકટ થયાં. દેવી લક્ષ્મીના પ્રકટ થવાથી આ દિવસને પર્વ કહેવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને કૌમુદ્રી વ્રત રાખવામાં આવે છે.

3. ઔષધીય મહત્ત્વઃ શરદ પૂર્ણિમાએ ચંદ્ર પોતાની 16 કળાઓથી અમૃતની વર્ષા કરે છે. આ રાતે ઔષધીઓ ચંદ્રના પ્રકાશ દ્વારા ઝડપથી પોતાનામાં અમૃત ગ્રહણ કરવા લાગે છે. એટલે આ દિવસે ચંદ્રનો પ્રભાવ ધરાવતી વસ્તુઓ એટલે દૂધથી બનેલી ખીર બનાવવામાં આવે છે અને ચાંદીના વાસણમાં ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે. આવું કરવાથી તેમાં ઔષધીય ગુણ આવી જાય છે. માન્યતા છે કે, તે ખીરને ખાવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. જેનાથી અનેક પ્રકારની બીમારીઓથી રાહત મળે છે.