• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The Tradition Of Kartik Month: In This Month, Lamp Donation Gives Never Ending Virtue, Worship Of Tulsi And Amla Increases Prosperity

કારતક મહિનાની પરંપરા:આ મહિને દીપદાન કરવાથી અખૂટ પુણ્ય મળે છે, તુલસી અને આંબળાના ઝાડની પૂજા કરવાથી સમૃદ્ધિ વધશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કારતક મહિનો 26 ઓક્ટોબરથી શરૂ થઈ જશે. પુરાણોમાં આ મહિનાને ખૂબ જ ખાસ માનવામાં આવ્યો છે. તેના અંગે ભગવાન નારાયણે બ્રહ્માને, બ્રહ્માએ નારદજીને અને તેમણે મહારાજ પૃથુને કારતક મહિના અંગે જણાવ્યું છે. આ પવિત્ર મહિનામાં 7 નિયમો મુખ્ય માનવામાં આવે છે. જેનું પાલન કરવાથી શુભફળ મળે છે અને દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે.

દીપદાન કરવાથી અખૂટ પુણ્ય મળે છે
કારતક મહિનામાં સૌથી ખાસ કામ દીપદાન કરવાનું છે. આ મહિનામાં મંદિર, તુલસી, આંબળાનું ઝાડ, નદી, કુવા, વાવ અને તળાવના કિનારે દીપદાન કરવામાં આવે છે. આવું કરવાથી અખૂટ પુણ્ય મળે છે.

તુલસી, શાલિગ્રામ અને આંબળાનું પૂજન કરવું
કારતક મહિનામાં ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપની પૂજા કરવાથી મહાપુણ્ય મળે છે. આ મહિનામાં તુલસી અને આંબળાના છોડની પૂજા કરવાની પરંપરા છે. આવું કરવાથી સુખ-સમૃદ્ધિ અને આરોગ્ય મળે છે.

આ મહિનામાં તુલસી અને આંબળાના છોડની પૂજા કરવાની પરંપરા છે
આ મહિનામાં તુલસી અને આંબળાના છોડની પૂજા કરવાની પરંપરા છે

જમીન ઉપર સૂવું અને દાળનું સેવન કરવું નહીં
પુરાણોમાં એવું પણ ઉલ્લેખવમાં આવ્યું છે કે આ મહિનામાં જમીન ઉપર સૂવું જોઈએ. આવું કરવાથી આળસ અને શારીરિક પરેશાનીઓ દૂર થાય છે. સાથે જ આ દિવસોમાં કઠોળ અને દાળનું સેવન કરવું જોઈએ નહીં. તેલ માલિસ કરવી જોઈએ નહીં. આ દરેક વાતનું ધ્યાન રાખવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ઉંમર વધે છે.

સંયમથી ઇચ્છા શક્તિ વધે છે
કારતક મહિના દરમિયાન ઓછું બોલવું જોઈએ. મન ઉપર સંયમ રાખવો. કોઈની અવગણના કરવી નહીં અને વિવાદોથી બચવું. આ દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન કરવું. આવું કરવાથી ઇચ્છા શક્તિ મજબૂત થાય છે અને અંદરની તાકાત વધે છે.