તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The Teacher And The Elders Of The House Are Always Respected, They Should Be Respected In Every Situation, Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta

આજનો જીવનમંત્ર:શિક્ષક અને ઘરના મોટા લોકો હંમેશાં સન્માનનીય હોય છે, દરેક સ્થિતિમાં તેમનું સન્માન કરવું જોઈએ

18 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- રાજકોટમાં કાઠિયાવાડ પ્રજા પરિષદનું એક મોટું અધિવેશન થઈ રહ્યું હતું. મંચ ઉપર દેશના મોટા-મોટા રાજનેતાઓ બેઠા હતાં અને તેમાં મહાત્મા ગાંધીજી પણ હતાં.

મહાત્મા ગાંધી તે સમયે પ્રસિદ્ધ થઈ ગયા હતાં. અનેક લોકો ગાંધીજીને સાંભળવા અને જોવા માટે આવ્યાં હતાં. મંચ સામે અનેક લોકો બેઠા હતાં. મંચ ઉપર બેઠેલાં ગાંધીજીની નજર એક વૃદ્ધ વ્યક્તિ ઉપર પડી.

ગાંધીજીએ મંચ ઉપર બેઠેલાં લોકોને ધીમેથી કઇંક કહ્યું. તેમણે કહ્યું કે જો તમારી મંજૂરી હોય તો હું મંચથી નીચે ઉતરીને તે સજ્જન પાસે બેસવા ઇચ્છું છું.

આ વાત સાંભળીને મંચ ઉપર બેઠેલાં લોકોએ કશું જ કહ્યું નહીં, કેમ કે બધા લોકો જાણતા હતાં કે ગાંધીજી વિચાર્યાં વિના કોઈ કામ કરતાં નથી.

ગાંધીજી મંચ પરથી નીચે ઉતર્યા અને એક ખૂણાંમાં બેઠેલાં વ્યક્તિ પાસે પહોંચ્યાં. તેમણે તે વૃદ્ધને પ્રણામ કર્યા અને સીધા તેમના ચરણમાં જઈને બેસી ગયાં. હવે બધા જ લોકો ગાંધીજીને જોવા લાગ્યાં. તે વૃદ્ધ વ્યક્તિ પણ ગભરાઈ ગયો.

ગાંધીજીએ તે વૃદ્ધ વ્યક્તિને કહ્યું, તમે મને ઓળખ્યો? હું મોહનદાસ

વૃદ્ધ વ્યક્તિએ કહ્યું, હું તો તમને ઓળખી ગયો, પરંતુ તમે પણ મને ઓળખી ગયાં?

ગાંધીજીએ કહ્યું, હા તમે તમને પ્રાથમિક કક્ષામાં ભણાવ્યો છે. તમે મારા શિક્ષક રહ્યા છો અને તમારી શિક્ષા હું ક્યારેય ભૂલી શકું નહીં. આજે જ્યારે મંચ પરથી મેં તમને જોયા ત્યારે હું પોતાને રોકી શક્યો નહીં અને અહીં આવી ગયો. તમારા ચરણોમાં બેસીને મને ખૂબ જ સારું લાગી રહ્યું છે.

શિક્ષકે કહ્યું, તમે ખૂબ જ મોટા વ્યક્તિ થઈ ગયાં છો, તમારું અહીં બેસવું શોભા આપતું નથી.

ગાંધીજીએ કહ્યું, તમે મને ખૂબ જ મોટો માની રહ્યા છો, તે તમારી ખાનદાની છે, પરંતુ હું તમને મોટા માનૂ તે મારો ધર્મ છે. તમારા ચરણોમાં બેસીને મને આનંદ આવી રહ્યો છે. આટલી પોઝિટિવિટી મળી રહી છે, જે માત્ર ગુરુના ચરણોમાં મળી શકે છે.

તે દિવસે અમે જોયું કે ગાંધીજી આટલાં મહાન કેમ છે?

બોધપાઠ- પોતાના ગુરુ, પોતાના માતા-પિતા, શિક્ષક અને વડીલોનું સન્માન કરવું જોઈએ. આપણે સાર્વજનિક રૂપે કેટલાં પણ પ્રસિદ્ધ થઈ જઈએ, પરંતુ વડીલો સામે નમવામાં શરમ આવવી જોઈએ નહીં.