માન્યતાઓ:સ્વસ્તિક હંમેશાં સીધો અને સુંદર બનાવવો જોઇએ, આડો-અવળો બનાવવો નહીં, દરવાજા ઉપર આ ચિહ્ન બનાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે

એક વર્ષ પહેલા
  • દરેક શુભ કામની શરૂઆતમાં સ્વસ્તિક બનાવવાની પરંપરા છે, જૈન ધર્મમાં પણ તેને શુભ માનવામાં આવે છે

હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. 1 સપ્ટેમ્બરના રોજ અનંત ચૌદશના દિવસે તેનું સમાપન થશે. ગણેશપૂજામાં અને કોઇપણ અન્ય શુભ કામની શરૂઆતમાં સ્વસ્તિક બનાવવાની પરંપરા છે. આ પોઝિટિવ ઊર્જાનું પ્રતીક છે. સ્વસ્તિકનું વાસ્તુમાં પણ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે જાણો સ્વસ્તિક સાથે જોડાયેલી થોડી ખાસ વાતો...

1. સ્વસ્તિક ક્યારેય આડો-અવળો બનાવવો જોઇએ નહીં. આ ચિહ્ન એકદમ સીધું અને સુંદર બનાવવું જોઇએ.

2. ઘરમાં ક્યારેય ઊંધો સ્વસ્તિક બનાવવો જોઇએ નહીં. ઊંધો સ્વસ્તિક કોઇ ખાસ મનોકામના માટે મંદિરમાં બનાવવામાં આવે છે. ઘરમાં સીધો સ્વસ્તિક જ બનાવવો જોઇએ.

3. જ્યાં સ્વસ્તિક બનાવવાનો છે, તે સ્થાન એકદમ સાફ અને પવિત્ર હોવું જોઇએ. ત્યાં ગંદકી હોવી જોઇએ નહીં.

4. પૂજા કરતી સમયે હળદરથી પણ સ્વસ્તિક બનાવી શકો છો. હળદરનો સ્વસ્તિક બનાવવાથી લગ્નજીવન સાથે જોડાયેલી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. અન્ય ઇચ્છાઓ માટે કંકુથી સ્વસ્તિક બનાવવો જોઇએ.

5. સ્વસ્તિક ધનાત્મક એટલે પોઝિટિવ ઊર્જાને આકર્ષિત કરે છે. વાસ્તુની માન્યતા છે કે દરવાજા ઉપર સ્વસ્તિક બનાવવાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશ કરી શકતી નથી અને દૈવીય શક્તિઓ આકર્ષિત થાય છે.

6. હિંદુ ધર્મ સાથે જ જૈન ધર્મમાં પણ સ્વસ્તિકને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જૈન તીર્થકર સુપાર્શ્વનાથનું શુભ ચિહ્ન સ્વસ્તિક છે. તેને સાથિયો પણ કહેવામાં આવે છે.

7. જૈન ધર્મ સાથે સંબંધિત પ્રાચીન ગુફાઓ અને મંદિરોમાં પણ સ્વસ્તિક ચિહ્ન જોઇ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...