• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The Sun Will Be In The Constellation Hasta Till October 10. According To The Scriptures, Watering The Sun During This Time Can Relieve The Troubles.

પૂજા-પાઠ:10 ઓક્ટોબર સુધી સૂર્ય હસ્ત નક્ષત્રમાં રહેશે, ગ્રંથો પ્રમાણે આ દરમિયાન સૂર્યને જળ ચઢાવવાથી પરેશાનીઓથી રાહત મળી શકે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાંબ અને ભવિષ્ય પુરાણ પ્રમાણે સૂર્યને જળ ચઢાવવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે

સૂર્ય 27 સપ્ટેમ્બરના રોજ હસ્ત નક્ષત્રમાં આવી ગયો છે અને 10 ઓક્ટોબર સુધી અહીં જ રહેશે. જ્યોતિષીય ઘટના હોવાની સાથે જ ધાર્મિક દૃષ્ટિએ પણ તેનું ખૂબ જ મહત્ત્વ છે. કાશીના જ્યોતિષાચાર્ય અને ધર્મગ્રંથોના જાણકાર પં. ગણેશ મિશ્ર જણાવે છે કે, હસ્ત નક્ષત્રમાં સૂર્યની પૂજા કરવાથી દરેક પ્રકારના રોગ અને પરેશાનીઓ દૂર થઇ શકે છે.

સાંબ પુરાણમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે, વર્ષમાં એકવાર એવી સ્થિતિ બને છે જ્યારે સૂર્ય હસ્ત નક્ષત્રમાં આવી જાય છે અને આ દરમિયાન સૂર્યોદય સમયે સૂર્યને જળ ચઢાવવાથી મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે. આ સ્થિતિને પર્વ પણ કહેવામાં આવે છે. આ સમયે સૂર્યને જળ ચઢાવવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને અનેક પ્રકારના પાપ પણ દૂર થઇ શકે છે. તેનું ધાર્મિક મહત્ત્વ હોવાની સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ તેના અનેક ફાયદા છે.

બધા જ અંગ સક્રિય થઇ જાય છેઃ-
સૂર્યને જળ ચઢાવવાથી સ્વાસ્થ્યને લગતાં ફાયદા પણ થાય છે. એવું માનવામાં આવે છે કે, સવારે સૂર્યને જળ ચઢાવવાથી શરીરને ભરપૂર વિટામિન ડી મળે છે. તેનાથી સ્વાસ્થ્ય સારું થાય છે. વ્યક્તિનું શરીર પંચ તત્વોથી બનલું હોય છે. તેમાં એક તત્વ અગ્નિ પણ છે. સૂર્યને અગ્નિનો કારક માનવામાં આવે છે. એટલે સવારે સૂર્યને જળ ચઢાવવાથી તેમના કિરણો આખા શરીર ઉપર પડે છે. તેના દ્વારા હાર્ટ, ત્વચા, આંખ, લીવર, દિમાગ અને અન્ય અંગ પણ સક્રિય થઇ જાય છે. સૂર્યને જળ ચઢાવવાથી મનમાં સારા વિચાર આવે છે, જેનાથી સુખ અનુભવાય છે. તેના દ્વારા વિચારોની શક્તિ પણ વધે છે. તે વ્યક્તિની ઇચ્છાશક્તિને મજબૂત કરવાનું પણ કામ કરે છે.

ધર્મ ગ્રંથો પ્રમાણે સૂર્યને જળ ચઢાવવાનું મહત્ત્વઃ-
ધાર્મિક માન્યતાઓ પ્રમાણે સૂર્યને દેવોની શ્રેણીમાં રાખવામાં આવ્યાં છે. તેમને ભક્તોને પ્રત્યેક્ષ દર્શન આપનાર દેવતા પણ કહેવામાં આવે છે. એટલે જ્યારે સૂર્યદેવ પોતાના જ નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે આ વિશેષ સ્થિતિમાં સૂર્યદેવને જળ ચઢાવવાથી પુણ્ય મળે છે.

આ પરંપરા અંગે ભવિષ્ય પુરાણના બ્રહ્મ પર્વમાં શ્રીકૃષ્ણ અને સાંબના સંવાદ છે. સાંબ શ્રીકૃષ્ણના પુત્ર હતાં. આ સંવાદમાં શ્રીકૃષ્ણએ સાંબને સૂર્ય દેવનો મહિમા જણાવ્યો છે. શ્રીકૃષ્ણના જણાવ્યાં પ્રમાણે સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે સૂર્યની પૂજા કરવી જોઇએ. ભવિષ્ય પુરાણમાં શ્રીકૃષ્ણએ સાંબને જણાવ્યું છે કે, તેમણે પણ સૂર્યની પૂજા કરી અને તેના પ્રભાવથી દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઇ છે.

તાંબાના લોટાથી જળ ચઢાવોઃ-
સવારે સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યને જળ ચઢાવો. તેના માટે તાંબાના લોટામાં પાણી ભરો, તેમાં ચોખા, ફૂલ રાખીને સૂર્યને અર્ઘ્ય આપો. જળ ચઢાવતી સમયે ह्रां ह्रीं ह्रौं स: सूर्याय नम: મંત્રનો જાપ કરો. આ પ્રકારે સૂર્યની આરાધના પછી ભગવાન સૂર્યને ધૂપ, દીપ અને દર્શન કરાવો. સૂર્ય સાથે જોડાયેલી વસ્તુઓ જેમ કે, તાંબાના વાસણ, પીળા કે લાલ કપડાં, ઘઊં, ગોળ, માણિક્ય અને લાલ ચંદનનું દાન કરો. શ્રદ્ધા પ્રમાણે આ વ્સતુઓમાંથી કોઇપણ વસ્તુનું દાન કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...