તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The Sun Enters Cancer On July 16; Dakshinayan Will Be For 6 Months, Now The Night Will Be Longer And The Day Will Be Shorter

ખગોળીય ઘટના:16 જુલાઈના રોજ સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ; 6 મહિના સુધી દક્ષિણાયન રહેશે, હવે રાત લાંબી અને દિવસ નાનો થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષમાં બે વખત સૂર્યની સ્થિતિમાં ફેરફાર, દક્ષિણાયનના દરમિયાન દેવતાઓનો મધ્યાહન કાળ એટલે કે દિવસનો સમય

શુક્રવારે રાત્રે લગભગ 3 વાગ્યે સૂર્ય મિથુન રાશિમાંથી કર્કમાં આવી જશે.પુનર્વસુ નક્ષત્રમાં સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને દક્ષિણાયન શરૂ થઈ જશે. દર મહિને સૂર્ય રાશિ બદલે છે. સૂર્યના રાશિ પરિવર્તનથી ઋતુમાં પણ ફેરફાર થાય છે.

સૂર્યના કારણે ઉત્તરી અને દક્ષિણ ભાગોમાં ઋતુ બદલાય છે. હવે સૂર્યના દક્ષિણાયન થવાથી પૃથ્વીના ઉત્તરી ગોળાર્ધના દેશોમાં ધીમે ધીમે ઠંડીની સિઝન શરૂ થશે. તેમજ દક્ષિણ ગોળાર્ધવાળા દેશોમાં સૂર્યનો પ્રકાશ વધારે સમય સુધી રહેવાથી ત્યાં ગરમીની સિઝન રહેશે.

દક્ષિણાયન દરમિયાન દેવતાઓનો દિવસ
પુરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્રના અનુસાર, જ્યારે દક્ષિણાયનના સમયે સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે દેવતાઓનો મધ્યાહન કાળ હોય છે. આ સમય 16 જુલાઈથી 17 ઓગસ્ટ સુધી રહેશે. ત્યારબાદ સૂર્ય સિંહ રાશિમાં આવી જશે અને 17 સપ્ટેમ્બર સુધી દેવતાઓનો દિવસ રહેશે. ત્યારબાદ દેવોનો સાયંકાળ સમય શરૂ થઈ જશે. દેત્યોનો દિવસ-રાત તેના કરતા ઊંધો હોય છે. એટલે કે જ્યારે દેવતાઓનો દિવસ હોય છે ત્યારે દેત્યોની રાત હોય છે.

સુખ-સમૃદ્ધિ વધારશે કર્ક સંક્રાંતિ
ડૉ. મિશ્ર જણાવે છે કે, આ વખતે સૂર્ય રાતના સમયે મિથુનમાંથી કર્ક રાશિમાં આવી જશે. જ્યોતિષના સંહિતા ગ્રંથોના અનુસાર, રાતમાં સંક્રાંતિ હોય તો તે સુખ આપનારી હોય છે. આ વખતે શુક્રવારે સૂર્ય રાશિ પરિવર્તન થવાથી મિશ્ર નામની સંક્રાંતિ રહેશે. જે સુખ અને સમૃદ્ધિ વધારશે. આ સંક્રાંતિ વેપારીઓ માટે સારી રહેશે. વસ્તુઓનો ખર્ચ સામાન્ય રહેશે. ધન અને સમૃદ્ધિ લાવશે. લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. દેશમાં અનાજનો સંગ્રહ વધશે.

વર્ષમાં બે વખત સૂર્યની સ્થિતિમાં ફેરફાર
વર્ષમાં બે વખત સૂર્યની સ્થિતિમાં ફેરફાર થાય છે. કર્ક સંક્રાતિ (જુલાઈ) પર સૂર્ય દક્ષિણાયન હોય છે અને આગામી 6 મહિના સુધી આવી જ રીતે રહે છે. ત્યારબાદ મકર સંક્રાંતિ (જાન્યુઆરી) પર ઉત્તરાયણ હોય છે. સૂર્યની સ્થિતિ 6-6 મહિના સુધી રહે છે. દક્ષિણાયન દરમિયાન વરસાદ અને ઠંડીની શરૂઆત થાય છે. તેમજ ઉત્તરાયણના સમયે ઠંડીનો અંત, ગરમી અને વરસાદની શરૂઆતનો સમય રહે છે.

દક્ષિણાયનનું મહત્ત્વ
સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે તો તે ઉત્તરગામી થાય છે. એવી જ રીતે જ્યારે તે કર્કમાં પ્રવેશ કરે છે તો દક્ષિણગામી થાય છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર, ઉત્તરાયણના સમયે સૂર્ય ઉત્તરની તરફ આગળ વધે છે જ્યારે દક્ષિણાયન થવા પર સૂર્ય દક્ષિણની તરફ આગળ વધે છે. તેથી ઉત્તરાયણ અને દક્ષિણાયન કહેવામાં આવે છે. આ જ કારણે ઉત્તરાયણના સમયે દિવસ લાંબો અને રાત નાની હોય છે, જ્યારે દક્ષિણાયનના સમયે રાત લાંબી અને અને દિવસ નાનો હોય છે.