હિંદુ ધર્મની પરંપરાઓ પ્રમાણે દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવું જોઇએ નહીં. એવું માનવામાં આવે છે કે, આ રીતે સૂવાથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે. મહાભારત અને થોડાં પુરાણો પ્રમાણે દક્ષિણ દિશામાં સૂવાથી ઉંમર ઓછી થવા લાગે છે. ત્યાં જ વિજ્ઞાન પ્રમાણે ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં ચુંબકીય શક્તિ હોય છે. જેની સારી અને ખરાબ અસર વ્યક્તિના શરીર ઉપર પડે છે. માનવ શરીરમાં 3 થી 4 ગ્રામ આર્યન હોય છે. પરંતુ તેના ઉપર ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિત ચુંબકીય શક્તિની સંપૂર્ણ અસર હોય છે. જેના કારણે ખોટી દિશા એટલે ઉત્તરમાં પગ રાખીને સૂવાથી શરીરમાં ઊર્જાનો ઘટાડો થવાથી થાક અનુભવ થાય છે. એટલે ધર્મ અને વિજ્ઞાનની દૃષ્ટિએ પણ આ પરંપરાનું મહત્ત્વ છે.
ધાર્મિક કારણઃ મહાભારત અને પદ્મપુરાણઃ-
પુરાણો પ્રમાણે દક્ષિણ દિશામાં પિતૃઓ રહે છે. તેમને યમની દિશા પણ માનવામાં આવે છે. આ દિશામાં પગ રાખીને સૂવાથી દોષ લાગે છે. મહાભારતના અનુશાસન પર્વ, પદ્મ પુરાણ અને સૃષ્ટિ પુરાણ પ્રમાણે દક્ષિણમાં પગ રાખીને સૂવાથી ઉંમર ઘટે છે. તેની સાથે બીમારીઓ વધે છે અને આવા ઘરથી લક્ષ્મી જતી રહે છે.
વિજ્ઞાનઃ ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં ચુંબકીય શક્તિ હોય છેઃ-
વિજ્ઞાન કહે છે કે, પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવની અંતર ચુંબકીય શક્તિ હોય છે. શારીરિક સંરચના પ્રમાણે માથું ઉત્તર દિશા છે અને પગ દક્ષિણ દિશા માનવામાં આવે છે. જ્યારે માથું ઉત્તર અને પગ દક્ષિણમાં રાખીને સૂવામાં આવે છે તો પ્રતિરોધકનું કામ કરે છે. વિપરીત દિશાઓ એકબીજાને આકર્ષિત કરે છે અને સમાન દિશાઓ પ્રતિરોધક બની જાય છે. જેના કારણે સ્વાસ્થ્ય અને મસ્તિષ્ક ઉપર અસર પડે છે. દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવાથી શરીરની ઊર્જા ઓછી થવા લાગે છે. આ કારણે સવારે ઉઠીએ ત્યારે થાક લાગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.