તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા અને વિજ્ઞાન:છઠ્ઠ પૂજા માત્ર એક ધાર્મિક અનુષ્ઠાન જ નથી, તેનું વૈજ્ઞાનિક અને ઔષધીય મહત્ત્વ પણ છે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૂર્યના કિરણોના દુષ્પ્રભાવથી બચવા માટે પાણીમાં ઊભા રહીને અર્ઘ્ય આપવામાં આવે છે
  • છઠ્ઠનો પ્રસાદ ગ્લૂકોઝ અને કેલ્શિયમથી ભરપૂર હોય છે.

છઠ્ઠ એક ધાર્મિક અનુષ્ઠાન નથી, તેમાં વિજ્ઞાન પણ છુપાયેલું છે. વ્રત કરનાર શારીરિક અને માનસિક રૂપથી તેના માટે તૈયાર હોય છે. છઠ્ઠ પૂજા દરમિયાન ઉપયોગમાં આવતી વસ્તુઓ શરદ ઋતુ પ્રમાણે હોય છે. પદ્મશ્રી મેળવનાર હ્રદયરોગ નિષ્ણાત ડો. કે.કે અગ્રવાલના જણાવ્યાં પ્રમાણે કારતક મહિનામાં પ્રજનન શક્તિ વધે છે અને ગર્ભવતી મહિલાઓ માટે વિટામિન-ડી ખૂબ જ જરૂરી હોય છે. એટલે સૂર્ય પૂજાની પરંપરા જણાવવામાં આવી છે.

વૈજ્ઞાનિક અને ઔષધીય મહત્ત્વઃ-

સૂર્યને જળ આપવાની વાત કરવામાં આવે ચો તેની પાછળ રંગોનું વિજ્ઞાન છુપાયેલું છે. વ્યક્તિના શરીરમાં રંગનું સંતુલન ખરાબ થવાથી અનેક બીમારીઓના શિકાર થવાનો ખતરો રહે છે. પ્રિઝ્મના સિદ્ઘાંત પ્રમાણે સવારે સૂર્યદેવને જળ ચઢાવતી સમયે શરીર ઉપર પડતાં સૂર્યના પ્રકાશથી આ રંગનું સંતુલન યોગ્ય રહે છે. જેથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે. ચામડીના રોગ ઘટે છે. સૂર્યના કિરણોથી મળતું વિટામિન ડી શરીરમાં જળવાયેલું રહે છે.

વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોવામાં આવે તો ષષ્ઠીના દિવસે વિશેષ ખગોળીય ફેરફાર થાય છે. ત્યારે સૂર્યની પરા બેગની કિરણો અસામાન્ય રૂપથી એકઠી થાય છે અને તેના દુષ્પ્રભાવથી બચવા માટે સૂર્યની ઊષા અને પ્રત્યૂષાના રહેવાથી પાણીમા ઊભા રહીને છઠ્ઠ વ્રત કરવામાં આવે છે.

છઠ્ઠના મોટાભાગના પ્રસાદમાં કેલ્શિયમ હોય છેઃ-

ચોથના દિવસે દૂધી અને ભાતનું સેવન કરવું શરીરને વ્રત અનુકૂળ તૈયાર કરવાની પ્રક્રિયાનો ભાગ છે. પાંચમ તિથિએ નિર્જળા વ્રત પછી શેરડીના રસ અને ગોળથી બનેલી ખીર જરૂરી ગ્લૂકોઝની માત્ર જાળવે છે. છઠ્ઠમાં બનાવવામાં આવતાં મોટાભાગના પ્રસાદમાં કેલ્શિયમ વધારે માત્રામાં રહે છે. ભૂખ્યા રહેતી વખતે અથવા ઉપવાસની સ્થિતિમાં માનવ શરીર નેચરલ કેલ્શિયમ વધારે ગ્રહણ કરે છે. પ્રકૃતિથી સૌથી વધારે વિટામિન-ડી સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે પ્રાપ્ત થાય છે. અર્ઘ્યનો સમય પણ આ જ છે. આદુ અને ગોળ ખાઇને આ વ્રત પૂર્ણ કરવામાં આવે છે. વિજ્ઞાન પ્રમાણે ઉપવાસ પછી ભારે ભોજન હાનિકારક છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો