તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The Shukla Paksha Of The Month Of Ashadh Will Be From 11 To 24 July, These 15 Days Are Special Not Only From The Religious Point Of View, But Also From The Geographical And Health Point Of View.

વ્રત અને પર્વ:11 થી 24 જુલાઈ સુધી અષાઢ મહિનાનો સુદ પક્ષ રહેશે, ધાર્મિક, ભૌગોલિક અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ 15 દિવસ ખાસ રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે અષાઢ મહિનાના સુદ પક્ષમાં આવતા તિથિ-તહેવારનું મહત્ત્વ

અષાઢ મહિનાનો સુદ પક્ષ ભૌગોલિક, ધાર્મિક અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ દિવસોમાં સૂર્યનું નક્ષત્ર પરિવર્તન થાય છે. એટલે વાતાવરણ બદલાય છે. આ દિવસોમાં ભૌગોલિક ફેરફાર થવાનું પણ શરૂ થાય છે. અષાઢ મહિનાના સુદ પક્ષમાં દિવસ નાના અને રાત લાંબી થવા લાગે છે. પછી અષાઢ મહિનાનો વદ પક્ષ શરૂ થાય છે. જે વરસાદની શરૂઆતનો સમય માનવામાં આવે છે. આ પ્રકારે અષાઢ મહિનાનો સુદ પક્ષ વાતાવરણમાં ફેરફારનો સમય હોય છે. એટલે હિંદુ ધર્મમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને અષાઢ મહિનાના સુદ પક્ષના તિથિ-તહેવારોની પરંપરા છે.

અષાઢ મહિનાના સુદ પક્ષની શરૂઆત ગુપ્ત નોરતા સાથે થાય છે. આ 9 દિવસોમાં દેવી દુર્ગાની વિશેષ પૂજા સાથે શારીરિક નિયમ સંયમ સાથે તપ કરવામાં આવે છે. અષાઢ સુદમા ભગવાન જગન્નાથ રથયાત્રા, ભડલી નોમ, દેવશયની એકાદશી અને ગુરુ પૂર્ણિમા જેવા મોટા વ્રત અને પર્વ ઊજવવામાં આવે છે. એટલે પદ્મ, સ્કંદ અને વિષ્ણુ પુરાણ સહિત અન્ય ગ્રંથોમાં અષાઢ મહિનાના સુદ પક્ષને ખૂબ જ વધારે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

અષાઢ સુદમાં આવતા તિથિ-તહેવારઃ-

ગુપ્ત નોરતાઃ વર્ષમા ચાર નોરતા આવે છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે વર્ષની પહેલી નવરાત્રિ ચૈત્ર મહિનામાં આવે છે. ત્યાં જ, મોટા સ્તરે શારદીય નોરતા પણ ઊજવવામાં આવે છે જે આસો મહિનામાં આવે છે. પરંતુ આસો મહિના પછી મહા અને ચૈત્ર પછી અષાઢ મહિનામાં પણ નોરતા આવે છે. જેને ગુપ્ત નોરતા કહેવામાં આવે છે. અષાઢ મહિનાના ગુપ્ત નોરતા 11 જુલાઈથી શરૂ થશે જે 18 તારીખ સુધી રહેશે.

જગન્નાથ યાત્રાઃ અષાઢ મહિનાના સુદ પક્ષની બીજ તિથિથી જગન્નાથ ભગવાનની યાત્રા કાઢવામાં આવે છે. તેમાં ભગવાન શ્રીકૃષ્ણ, માતા સુભદ્રા અને બલરામનો પુષ્ય નક્ષત્રમાં રથોત્સવ કાઢવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આ વર્ષે જગન્નાથ યાત્રા 12 જુલાઈ મંગળવારના રોજ કાઢવામાં આવશે.

દેવશયની એકાદશીઃ દેવશયની એકાદશી 20 જુલાઈના રોજ છે. તે ખૂબ જ ખાસ પર્વ હોય છે. આ દિવસથી ધર્મ-કર્મનો સમયગાળો શરૂ થઈ જાય છે અને બધા માંગલિક કાર્યો બંધ થઈ જાય છે. જોકે, માન્યતા છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુ આવતા ચાર મહિના માટે યોગ નિદ્રામાં જતા રહે છે એટલે ખાસ પ્રકારની ઊંઘમા રહે છે. તે પછી કારતક મહિનાની એકાદશી એટલે દેવઉઠી એકાદશીએ જાગે છે.

અષાઢ પૂર્ણિમાઃ અષાઢ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસને ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા વગેરે સ્વરૂપમાં પણ ઊજવવામાં આવે છે. અષાઢ પૂર્ણિમા અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે 24 જુલાઈના રોજ શનિવારના દિવસે છે.