તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The Occasion Of Hanumanji And Surasa, When It Comes To Achieving A Big Goal, One Should Act Wisely, Time Should Not Be Wasted Without A Reason

રામાયણ:હનુમાનજી અને સુરસાનો પ્રસંગ, જ્યારે મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું હોય તો ચતુરાઈથી કામ લેવું જોઇએ, કારણ વિના સમય વેડફવો જોઇએ નહીં

એક વર્ષ પહેલા
  • હનુમાનજી પાસેથી સફળતાના સૂત્ર શીખી શકો છો, પરેશાનીઓથી ગભરાયા વિના જ તેનો સામનો કરવો જોઇએ

રામાયણમાં હનુમાનજીના અનેક એવા પ્રસંગ છે, જેમાં સમસ્યાઓને દૂર કરવાના સૂત્ર ઉલ્લેખવામાં આવ્યાં છે. જો આ સૂત્રોનું ધ્યાન રાખવામાં આવે તો આપણે જલ્દી જ આપણાં લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ. શ્રીરામચરિત માનસના સુંદરકાંડમાં હનુમાનજી જ્યારે સીતાજીની શોધમાં સમુદ્ર પાર કરી રહ્યા હતાં, ત્યારે તેમણે અનેક સમસ્યાઓઓનો સામનો કરવો પડ્યો હતો. સુરસા નામની રાક્ષસી હનુમાનજીને સમુદ્ર પાર કરતાં રોકવા માંગતી હતી, પરંતુ હનુમાનજીએ તેનો પણ સામનો કર્યો.

હનુમાનજીએ સુરસા નામની બાધા આ રીતે પાર કરીઃ-
હનુમાનજીએ સમુદ્ર પાર કરતી સમયે સુરસા સાથે યુદ્ધ કરવામાં સમય વેડફ્યો નહીં. સુરસા હનુમાનજીને ખાવા માંગતી હતી. તે સમયે હનુમાનજીએ પોતાની ચતુરાઈથી પહેલાં પોતાના શરીરનો આકાર મોટો કર્યો અને અચાનક નાનું સ્વરૂપ ધારણ કરી લીધું. નાનું સ્વરૂપ ધારણ કર્યા પછી હનુમાનજી સુરસાના મુખમાં પ્રવેશ કરીને પાછા બહાર આવી ગયાં. હનુમાનજીની આ ચતુરાઈથી સુરસા પ્રસન્ન થઇ ગઇ અને તેમનો રસ્તો છોડી દીધો. ચતુરાઈની આ કળા હનુમાનજી પાસેથી શીખી શકાય છે.

પ્રસંગની શીખઃ-
વ્યક્તિએ પણ ડગલે ને પગલે આવી અનેક બાધાઓનો સામનો કરવો પડે છે. આવી બાધાથી ગભરાવું જોઇએ નહીં. સમય વેડફ્યા વિના આગળ વધતાં રહેવું જોઇએ. પોતાના લક્ષ્ય તરફ આગળ વધતાં રહેવાની કળા હનુમાનજી પાસેથી શીખી શકાય છે.

સુંદરકાંડનો સંક્ષિપ્ત પ્રસંગઃ-
રાવણ દેવી સીતાનું હરણ કરીને લંકા લઇ ગયો હતો. સીતાની શોધ માટે હનુમાનજી સમુદ્ર પાર કરીને લંકા પહોંચી ગયાં હતાં. લંકામાં તેમની મુલાકાત વિભીષણ સાથે થઇ. ત્યાર બાદ અશોક વાટિકામાં હનુમાનજી અને સીતાની ભેટ થઇ. રાવણના દરબારમાં હનુમાનજીને બંદી બનાવીને લાવવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ હનુમાનજીએ લંકામાં આગ લગાવી દીધી અને સીતાની શોધ કરીને તેઓ શ્રીરામ પાસે પાછા ફર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...