સૂર્ય પૂજાનો મહિનો:20 ડિસેમ્બરથી માગશર વદ પક્ષ શરૂ થશે, આ દિવસોમાં સૂર્ય ઉપાસના કરવાથી બીમારીઓ દૂર થાય છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માગશર અને પોષ મહિનામાં સૂર્યના ભગ સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે, વેદ અને ઉપનિષદોમાં સૂર્યને પ્રત્યેક્ષ દેવતા કહેવામાં આવે છે

20 ડિસેમ્બરથી પોષ મહિનાની શરૂઆત થઈ રહી છે. જે 17 જાન્યુઆરી સુધી રહેશે. આ હિંદુ પંચાંગનો દસમો મહિનો છે. આ મહિના સાથે જોડાયેલી અનેક પરંપરાઓ અને માન્યતાઓ ધર્મગ્રંથોમાં ઉલ્લેખવામાં આવી છે. ભગવાન સૂર્યની ઉપાસના પણ એક પરંપરા છે. સૂર્યદેવની પૂજા રોજ કરવી જોઈએ, પરંતુ પુરાણોમાં આ મહિને સૂર્યને અર્ઘ્ય આપવાનું ખાસ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. માન્યતા છે કે પોષ મહિનામાં સૂર્યપૂજા કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ઉંમર પણ વધે છે.

સૂર્યના ભગ સ્વરૂપની પૂજા
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે વેદથી પુરાણ અને કળિયુગ સુધી સૂર્યને પ્રધાન દેવતા માનવામાં આવ્યાં છે. સૂર્ય જ પ્રત્યેક્ષ દેવતા છે. ગ્રંથોમાં સૂર્યના 12 સ્વરૂપ જણાવવામાં આવ્યાં છે. દરેક સ્વરૂપની પૂજા કરવાથી વિવિધ ફળ મળે છે. એટલે પુરાણોમાં દર મહિને સૂર્યના ખાસ સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે. જેથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. ગ્રંથો પ્રમાણે માગશર મહિનામાં સૂર્યદેવના ભગ સ્વરૂપની પૂજા કરવી જોઈએ.

માગશર અને પોષ મહિનામાં સૂર્યના ભગ સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે, વેદ અને ઉપનિષદોમાં સૂર્યને પ્રત્યેક્ષ દેવતા કહેવામાં આવે છે
માગશર અને પોષ મહિનામાં સૂર્યના ભગ સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે, વેદ અને ઉપનિષદોમાં સૂર્યને પ્રત્યેક્ષ દેવતા કહેવામાં આવે છે

વેદ અને ઉપનિષદમાં સૂર્ય
અથર્વવેદ અને સૂર્યોપનિષદ પ્રમાણે સૂર્ય પરબ્રહ્મ છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે માગશર મહિનામાં ભગવાન ભાસ્કર અગિયાર હજાર કિરણો સાથે તપીને શરદીથી રાહત આપે છે. તેમનો રંગ લોહી સમાન છે. શાસ્ત્રોમાં એશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યને જ ભગ કહેવામાં આવે છે જેથી તેમને ભગવાન માનવામાં આવે છે. આ જ કારણ છે કે માગશર મહિનામાં ભગ નામક સૂર્ય સાક્ષાત પરબ્રહ્મનું જ સ્વરૂપ માનવામાં આવે છે. માગશર મહિનામાં સૂર્યને અર્ઘ્ય આપવું તથા તેને નિમિત્ત વ્રત કરવાનું પણ ખાસ મહત્ત્વ ધર્મ શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે.

પુરાણો પ્રમાણે માગશર મહિનામાં કરવામાં આવેલ તીર્થ સ્નાન અને દાન કરવાથી ઉંમર વધે છે અને બીમારીઓ દૂર થાય છે
પુરાણો પ્રમાણે માગશર મહિનામાં કરવામાં આવેલ તીર્થ સ્નાન અને દાન કરવાથી ઉંમર વધે છે અને બીમારીઓ દૂર થાય છે

ગ્રંથો પ્રમાણે શું કરો
1. આદિત્ય પુરાણ પ્રમાણે માગશર મહિનાના દર રવિવારે તાંબાના વાસણમાં શુદ્ધ જળ, લાલ ચંદન અને લાલ રંગના ફૂલ રાખીને સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ અને વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

2. આખો દિવસ વ્રત રાખવું જોઈએ અને ભોજનમાં મીઠાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. શક્ય હોય તો માત્ર ફળાહાર કરો

3. રવિવારે વ્રત રાખીને સૂર્યને તલ-ચોખાની ખીચડીનો ભોગ ધરાવવાથી મનુષ્ય તેજસ્વી બને છે. પુરાણો પ્રમાણે માગશર મહિનામાં કરવામાં આવેલ તીર્થ સ્નાન અને દાન કરવાથી ઉંમર વધે છે અને બીમારીઓ દૂર થાય છે.