• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • The Month Of Happiness Special Things Of Falgun Month, Falgun Ekadashi Is The Festival Of Victory, Holi Is The Festival Of Love And Joy

સુખનો મહિનો:ફાગણ મહિનાની ખાસ બાબતો, આ દિવસોમાં મન ખુશ રહે છે અને સારા વિચારો આવે છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફાગણ મહિનાનું ધાર્મિક મહત્ત્વ સાથે મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્ત્વ પણ છે. આ મહિનો પોઝિટિવ રહેવાનું શીખવાડે છે. આ મહિને આવતા તિથિ-તહેવાર અને પોઝિટિવ ઊર્જાઓ અને સુખથી ભરપૂર હોય છે. ફાગણ મહિનામાં જ વસંત ઋતુ શરૂ થાય છે. આ ઋતુ સર્જનનું પ્રતીક છે. ફાગણ મહિનામાં પાનખર પૂર્ણ થઈને વસંત શરૂ થાય છે. એટલે આ વાતાવરણમાં મન પ્રસન્ન રહે છે અને સારા વિચાર આવે છે.

ઊર્જા અને સુખનું વાતાવરણ
આ મહિનો આપણને શીખવે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય હંમેશાં પોઝિટિવ વિચારો. આ મહિનાના વ્રત અને તહેવારોમાં પણ આ જ ભાવ છુપાયેલો હોય છે. આ મહિનામાં આવતા તિથિ-તહેવાર પોઝિટિવ ઊર્જા અને સુખથી ભરપૂર હોય છે. તેમાં હોળી ખૂબ જ ખાસ હોય છે.

ફાગણ મહિનામાં આવતા તિથિ-તહેવાર પોઝિટિવ ઊર્જા અને સુખથી ભરપૂર હોય છે. તેમાં હોળી ખૂબ જ ખાસ હોય છે.
ફાગણ મહિનામાં આવતા તિથિ-તહેવાર પોઝિટિવ ઊર્જા અને સુખથી ભરપૂર હોય છે. તેમાં હોળી ખૂબ જ ખાસ હોય છે.

ફાગણ મહિનો અને તેના પર્વ, ઉત્સવનું સામૂહિક સંદેશ એવો જ છે કે જીવનમાં કર્મઠતા અને યોગ્ય દિશા પસંદ કરો. આપણે આશા અને આકાંક્ષા પેદા કરીએ. આપણી અંદર આગળ વધવા અને ઉપર ઉઠવાની જે ભાવના છે, તેને મરવા દઇએ નહીં. કેમ કે જેઓ કર્મ કરે છે ભગવાન તેનો જ સાથ આપે છે.

આ મહિના સાથે જોડાયેલી ખાસ વાતો
1. આ મહિનાના સુદ પક્ષની છેલ્લી તિથિએ હોળીનો ઉત્સવ ઊજવવામાં આવે છે. જે ઉત્સવનું ધાર્મિક, સામાજિક અને આધ્યાત્મિક મહત્ત્વ પણ છે. આ ઉત્સવ આનંદ, પ્રેમ, સદભાવનાનો પર્વ છે. જે ભાવનાઓના સ્તરે એક-બીજાના રંગમાં રંગાઈ જવાનો અવસર છે.
2. લિંગપુરાણમાં હોલિકા ઉત્સવને ફાલ્ગુનિકા નામે ઓળખવામાં આવે છે. જે બાળકોની ક્રીડાઓથી પૂર્ણ અને સુખ સમૃદ્ધિ આપનાર જણાવવામાં આવે છે.
3. આ પ્રકારે વરાહપુરાણમાં પણ આ ઉત્સવને પટવાસ વિલાસીની એટલે ચૂર્ણયુક્ત ખેલ અને લોક કલ્યાણ કરનાર જણાવવામાં આવે છે.